________________
ગમે! એમની પાસે પશુઓની હત્યા થતી હોય તે દેવ-દેવીઓને ગમે ! પણ તે દેવ-દેવીઓ સાવ નીચી કક્ષાનાં હોય. આ પૂજારીઓ જે માંગણી કરે છે, એ તો એમના સ્વાર્થ માટે છે ! દેવીપૂજાના બહાને આ લોકો પશુઓનું માંસ ખાઈ જાય છે.
માટે તમારે પશુઓ તો આપવાના પરંતુ કહેવાનું કે આ પશુઓને દેવીના મંદિરના પરિસરમાં રાખવાનાં છે. પછી મંદિર બંધ કરવાનું. મંદિરની બહાર ચોકીદાર બેસશે. આખી રાત પશુઓ મંદિરમાં રહેશે. જો દેવીને બલિદાન જોઈતું હશે તો લઈ લેશે ! પરંતુ પ્રભાતે બધાં પશુ કુશળ હશે !
પશુઓને પાછાં લઈ લેવાનાં. પશુઓની જેટલી કિંમત થતી હોય, તેટલી કિંમતનું ઉત્તમ ખાન-પાન દેવીને નૈવેદ્ય તરીકે ચઢાવી દેવાનું !'
રાજા રામજી ગયા. તેમણે એ જ પ્રમાણે બધું કરાવ્યું !
સવારે પશુઓને મંદિરમાં નાચતાં-કૂદતાં જોઈને રાજા આનંદવિભોર થઈ ગયા. તેમણે પૂજારીઓને બોલાવીને કહ્યું :
“જુઓ, છેને પશુઓ બધાં જીવતાં ? દેવીને બલિદાન જોઈતું હોત તો પશુઓને એ ના મારત? પરંતુ દેવીએ એકેય પશુને માર્યું નથી. આ તો તમારે લોકોને દેવીના બલિદાનના બહાને માંસાહાર કરવો છે. પરંતુ હવે હું જાગ્રત થયો છું. સર્વજ્ઞના તત્ત્વને સમજ્યો છું. હવે તમે મને આ રીતે ઠગી નહીં શકો.”
રાજાને કહેતાં કહેતાં ગુસ્સો આવી ગયો. તેમણે કહ્યું, “દુષ્ટો, તમે ચાલ્યા જાઓ. તમે ક્યારેય તમારું કાળું મોટું મને દેખાડતાં નહીં.” પૂજારીઓને તગેડી મૂક્યા.
રાજપુરુષો પાસે એ બધાં જાનવરોને વેચાવરાવીને એના પૈસાનું નિવેદ્ય ખરીદાવ્યું અને એ નૈવેદ્ય દેવીને ધરાવી દીધું.
આ રીતે નવરાત્રમાં દેવી-પૂજાનું કાર્ય પતાવી, દશમના દિવસે રાત્રે, કુમારપાલ રાજમહેલના પોતાના શયનખંડમાં પરમાત્માના ધ્યાનમાં લીન થયા હતા ત્યારે એક ભયાનક ઘટના બની.
આકાશમાંથી એક દિવ્ય સ્ત્રી રાજમહેલમાં રાજાના શયનખંડમાં રાજાનો કોતરોગ મટાડ્યો
૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org