________________
ગળ્યા વિનાનું પાણી પીવાનું બંધ કરાવ્યું.
કોઈ મનુષ્ય નાનકડી જૂને પણ ના મારી શકે, તેવા અહિંસાધર્મનું ગુજરાતમાં પાલન કરાવવા માંડ્યું.
તે પછી પોતાના તાબાનાં રાજ્યોમાં જીવહિંસા બંધ કરાવવા મંત્રીઓને મોકલ્યા. સૌરાષ્ટ્રમાં, લાટદેશમાં, માળવામાં, મેવાડમાં અને મારવાડમાં અહિંસાધર્મનો ફેલાવો કર્યો. કોંકણ પ્રદેશમાં પણ હિંસા બંધ કરાવી.
―――
ક્યાંક સમજાવીને હિંસા બંધ કરાવી.
ક્યાંક પૈસાની લાલચ આપીને હિંસા બંધ કરાવી.
ક્યાંક પાક-ધમકીથી હિંસા બંધ કરાવી.
એક દિવસ રાજા કુમારપાલે વાગ્ભટ્ટમંત્રીને બોલાવીને કહ્યું : ‘મંત્રી, માટીનાં સાત પૂતળાં બનાવરાવો :
૧. માંસાહારીનું, ૨. દારૂડિયાનું, ૩. જુગારીનું ૪. શિકારીનું ૫. ચોરનું ૬. સ્ત્રીઓને રંજાડનારનું ૭. છોકરીઓને વેચનારનું.
પછી એક એક પૂતળાને એક એક ગધેડા ઉપર બેસાડવાનું. એ સાત ગધેડાસવારોને પાટણનાં બજારોમાં અને શેરીઓમાં ફેરવવાના. ચાબુક મારતા જવાના... ને એ રીતે નગરની બહાર કાઢી મૂકવાના !'
અને એક દિવસે ખરેખર, પાટણના રાજમાર્ગો પર સાત મોટાં પાપોની ગર્દભ-સવારી નીકળી ! હજારો લોકો આ સવારી જોવા રાજમાર્ગની બંને બાજુએ ઊભા રહી ગયા. રાજપુરુષો મોટાં મોટાં ઢોલ વગાડીને ઘોષણા કરતા હતા...
૧. જે કોઈ માંસાહાર કરશે તેને દેશમાંથી કાઢી મુકાશે. ૨. જે કોઈ દારૂ પીશે તેને દેશવટો આપવામાં આવશે. ૩. જે કોઈ જુગા૨ ૨મશે તેને દેશમાંથી કાઢી મુકાશે.
૪. જે કોઈ શિકાર કરશે તેને દેશવટો આપવામાં આવશે.
૫. જે કોઈ ચોરી કરશે તેને દેશમાંથી કાઢી મૂકવામાં આવશે. ૬. જે કોઈ સ્ત્રીઓની સાથે ખરાબ વર્તન કરશે તેને દેશમાંથી કાઢી
૯૨
સર્વજ્ઞ જેવા સૂરિદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org