________________
યોગીના પ્રભાવમાં અંજાઈને, પામેલા જૈન ધર્મને ત્યજી ના દે, મને એની ચિંતા થાય છે.’
આચાર્યદેવે વાગ્ભટ્ટની વાત શાન્તિથી સાંભળીને કહ્યું : ‘વાગ્ભટ્ટ, તું જરાય ચિંતા ના કરીશ. એનો ઉપાય આવતી કાલે પ્રભાતમાં થઈ જશે ! મહારાજાને આવતી કાલે અહીં વ્યાખ્યાનસભામાં લઈ આવવાના છે.'
વાગ્ભટ્ટે કહ્યું : ‘જરૂર લઈ આવીશ, ગુરુદેવ !'
વાગ્ભટ્ટ ઘેર ગયા. જમી-પરવારીને પાછા તેઓ રાજમહેલમાં મહારાજા પાસે પહોંચી ગયા. વાગ્ભટ્ટમંત્રી, કુમારપાલના પ્રિય અંગત મંત્રી હતા. વાગ્ભટ્ટ બુદ્ધિશાળી અને પરાક્રમી હતા. તેમની વાણીમાં હંમેશાં મધુરતા ઘોળાયેલી રહેતી. તેઓ કાર્યકુશળ મંત્રી હતા.
કુમારપાલ તો એ દિવસે દેવબોધિના દૈવી પ્રભાવમાં એવા આકર્ષાયેલા હતા કે દરેકની સાથે દેવબોધિની જ ચર્ચા કરતા હતા. વાગ્ભટ્ટે કુમારપાલને પ્રણામ કર્યા અને પોતાના આસન પર બેઠા, ત્યાં જ કુમારપાલે પૂછ્યું :
‘કાં વાગ્ભટ્ટ, મહાત્મા દેવબોધિનો દૈવી પ્રભાવ જોયોને ? જાણે સાક્ષાત્ દેવ છે ! ખરું કે નહીં ?'
વાગ્ભટ્ટે વિનયથી કહ્યું : ‘મહારાજ ! દેવો પણ જેમના શિષ્યો છે, એમના મહિમાની શી વાત કરવી ! આ યોગીરાજને કોની ઉપમા આપવી તે પ્રશ્ન છે. કારણ કે ચન્દ્રને માત્ર સોળ ક્લાઓ જ હોય છે, જ્યારે યોગી તો સેંકડો કળાઓનો સ્વામી છે !'
રાજા બોલ્યો : ‘મંત્રી, તારા હેમચન્દ્રસૂરિજીમાં આના જેવી કોઈ કળાઓ છે કે કેમ ? હોય તો કહે !'
મંત્રી ક્ષણ બે ક્ષણ માટે વિચલિત થઈ ગયા. રાજાએ ‘તારા હેમચન્દ્રસૂરિ' કહ્યું તેથી મંત્રીને ગમ્યું નહીં, પરંતુ બોલતી વખતે રાજાના મુખ પર નિર્મળ સ્મિત હતું તેથી સ્વસ્થ થઈને મંત્રીએ કહ્યું : ‘મહારાજ ! રત્નાકર(દરિયો)માં રત્નો ઘણાં હોય ! એ આચાર્યદેવ તો જ્ઞાન અને કળાઓનો ખજાનો છે.'
૮૬
Jain Education International
For Private & Personal Use Only
સર્વજ્ઞ જેવા સૂરિદેવ
www.jainelibrary.org.