________________
જ્યારે કુમારપાલ યૌવનમાં પ્રવેશ્યો ત્યારે માતા-પિતાએ પુત્રના માટે સુયોગ્ય કન્યા પસંદ કરી. તેનું નામ હતું ભોપળદેવી ! ભોપળદેવી સાથે કુમારનાં લગ્ન થયાં. ભોપળદેવીએ પોતાના રૂપથી અને ગુણોથી કુમારના દિલને જીતી લીધું.
ત્રિભુવનપાલના, રાજા સિદ્ધરાજ સાથે સારા સંબંધો હતા; એટલે અવાર-નવાર સારા-નરસા પ્રસંગે ત્રિભુવનપાલ પાટણ જતા-આવતા રહેતા હતા. રાજા સિદ્ધરાજ પણ સૌરાષ્ટ્રમાં આવે ત્યારે દધિસ્થલીમાં ત્રિભુવનપાલનું આતિથ્ય માણવા આવી જતો હતો.
યુવાન કુમારપાલ પણ બે-ચાર વાર પાટણ જઈ આવેલો હતો. એક વાર કુમારપાલ પાટણમાં હતો ત્યારે તેણે આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિની ખૂબ પ્રશંસા સાંભળી. ‘મહારાજા સિદ્ધરાજ પણ હેમચન્દ્રસૂરિજીના અનન્ય ભક્ત છે. સિદ્ધરાજની વિનંતીથી હેમચન્દ્રસૂરિજીએ સંસ્કૃત ભાષાનું મોટું વ્યાકરણ બનાવ્યું છે... રાજાએ ગુરુદેવ સાથે તીર્થયાત્રાઓ કરી છે...' વગેરે સાંભળીને કુમારપાલને પણ ગુરુદેવનાં દર્શન કરવાની ઇચ્છા થઈ આવી.
કુમારપાલ ગુરુદેવના ઉપાશ્રયે પહોંચ્યો. બે હાથ જોડી, મસ્તક નમાવી તેણે ગુરુદેવને વંદના કરી, પોતાનો અલ્પ પરિચય આપીને, વિનયથી તે બેઠો. ગુરુદેવે યુવકને ‘ધર્મલાભ’નો આશીર્વાદ આપ્યો. કુમારે કહ્યું :
‘ગુરુદેવ, જો આપની આજ્ઞા હોય તો એક પ્રશ્ન પૂછું.' ગુરુદેવે કહ્યું : ‘સુખેથી પૂછી શકે છે.’
‘ગુરુદેવ, આ સૃષ્ટિમાં વિવિધ સ્વભાવવાળા મનુષ્યો વસે છે. એમનામાં જુદા જુદા પ્રકારના અનેક ગુણો જોવા મળે છે. જાણવા ઇચ્છું છું કે એ બધા ગુણોમાં શ્રેષ્ઠ ગુણ કયો છે ?'
હું એ
ગુરુદેવના મુખ પર સ્મિત આવી ગયું. તેમને પ્રશ્ન ગમ્યો. તેઓએ કહ્યું : ‘કુમાર, બધા ગુણોમાં શ્રેષ્ઠ ગુણ ‘સત્ત્વ’ છે. ‘સર્વે સત્ત્વે પ્રતિષ્ઠિતમ્' - જે મનુષ્યમાં સત્ત્વ હોય છે. તેનામાં બીજા બધા ગુણો આવી જાય છે !'
૫૬
Jain Education International
For Private & Personal Use Only
સર્વજ્ઞ જેવા સૂરિદેવ
www.jainelibrary.org