________________
મહાત્મા, પોતાને કોઈ તકલીફ ન થતી હોય છતાં ઉપકાર કરનારા ગણ્યાં-ગાંઠ્યાં માણસો હોય છે. તો પછી આવા કટોકટીના સમયે પ્રિયમાં પ્રિય પોતાના જીવને જોખમમાં મૂકીને પરોપકાર કરવા કોણ નીકળે ? આપ એક જ એવા વીર પુરુષ નીકળ્યા.
ગુરુદેવ, આપના ઉત્તમ ગુણોના કારણે હું આજ સુધી આપના પ્રત્યે ભક્તિવાળો તો હતો જ, પરંતુ આજથી હું આપનો દાસ બની ગયો છું. પૂર્વે આપે મને જ્યોતિષશાસ્ત્ર દ્વારા રાજ્યનું દાન આપ્યું હતું, આજે આપે મને જીવનનું દાન આપ્યું છે ! આ મારું પરમ સૌભાગ્ય છે.'
આચાર્યદેવે, ઉદયન મંત્રી પાસેથી કુમારપાલને જરૂરી રૂપિયા અપાવ્યા અને તેને ખંભાતથી દૂર-દૂર ચાલ્યા જવાની સલાહ આપી. કુમાર રાત્રિના અંધકારમાં અદશ્ય થઈ ગયો.
૬૬
Jain Education International
માર
For Private & Personal Use Only
સર્વજ્ઞ જેવા સૂરિદેવ
www.jainelibrary.org