________________
હેમચન્દ્રસૂરિજી સાથે કુમારપાલની આ પહેલી મુલાકાત હતી. કુમારપાલના હૃદયમાં ઘણી ખુશી થઈ હતી.
હેમચન્દ્રસૂરિજીને ખ્યાલ આવી ગયો હતો કે કુમારપાલ, સિદ્ધરાજના મૃત્યુ પછી ગુજરાતનો રાજા બને, આ વાત સિદ્ધરાજને જરાય નથી ગમી ! અને એ ડંખીલો રાજા જરૂર કુમારપાલને મારી નંખાવવા પ્રયત્ન કરશે.
કુમારપાલના ગયા પછી આચાર્યદેવ ઊંડા વિચારમાં ડૂબી ગયા.
દેવી અંબિકાએ કરેલું ભવિષ્યકથન મિથ્યા થાય નહીં, આ વાત આચાર્યદવ સાવ સાચી માનતા હતા. એટલે સિદ્ધરાજ લાખ ઉપાય કરે, છતાં કુમારપાલને મારી શકશે નહીં – એ વાતે આચાર્યદેવ નિશ્ચિત હતા.
વૃદ્ધાવસ્થામાં પણ રાજા સિદ્ધરાજને શાન્તિ ન હતી. “ગુજરાતના રાજસિંહાસન પર કુમારપાલ ન જ બેસવો જોઈએ.” આ એનો નિર્ણય હતો. છતાં દેવી અંબિકાની આગાહી એના મનમાં ઊથલ-પાથલ મચાવતી હતી !
સિદ્ધરાજે કુમારપાલને મારવા માટે તંત્ર ગોઠવી દીધું હતું. કુમારપાલ સાવધાન થઈ ગયો હતો.
તથા
| કુમારપાલનો જન્મ
કુમારપાલનો જન્મ
- ૫૯ |
૫૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org