________________
બીજી બાજુ, હેમચન્દ્રસૂરિજીને આ સમાચાર મળી ગયા હતા. તેમણે તુર્ત જ એ ગ્રંથમાં, રાજા સિદ્ધરાજ અને એના પૂર્વજોની પ્રશસ્તિ રચીને ઉમેરી દીધી. જયારે રાજાએ પૂછ્યું ત્યારે તેમણે એ ગ્રંથ ખોલીને, તેમાંથી પ્રશસ્તિ વાંચી સંભળાવી ! રાજા સિદ્ધરાજ ખૂબ રાજી થઈ ગયો.
હેમચન્દ્રસૂરિજીએ રચેલું એ “સિદ્ધહેમ વ્યાકરણ' આજે પણ, સંસ્કૃત ભાષા ભણનારાં અનેક સ્ત્રી-પુરુષો ભણે છે. વિદેશમાં પણ આ ગ્રંથનું વિદ્વાનોએ બહુ જ ઊંચું મૂલ્યાંકન કરેલું છે.
( ૩૬
૪
સર્વજ્ઞ જેવા સૂરિદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org