________________
ક
| કૃપાવંત ગુરુદેવ | કોડીનારની અંબિકાદેવી એટલે હાજરાહજૂર દેવી ! એના પ્રભાવોની વાતો સૌરાષ્ટ્ર અને ગુજરાત સુધી ફેલાયેલી હતી. દુઃખોને દૂર કરનારી અને જોઈતાં સુખો આપનારી દેવીનાં દર્શન કરવા દૂરદૂરથી લોકો કોડીનાર આવતા હતા.
આચાર્યદેવની સાથે રાજા સિદ્ધરાજનો કાફલો કોડીનાર પહોંચી ગયો. રાજાએ દેવીનાં દર્શન-પૂજન કર્યા. રાજાએ આચાર્યદેવને અતિ નમ્રતાથી વિનંતી કરી :
ગુરુદેવ, મારી પાસે સોના-ચાંદીના ભંડાર ભરેલા છે. હીરામોતીના ખજાના ભરેલા છે. હાથી, ઘોડા અને રથ પાર વિનાના છે... અને મારું રાજ્ય વિશાળ છે... તે છતાં પ્રભુ, હું અને રાણી બંને દુઃખી છીએ. અમારા હૃદયમાં સંતાપનો પાર નથી. કારણ આપ જાણો છો. અમને એક પણ પુત્ર નથી.”
ગુરુદેવ, મારી એક વિનંતી છે કે આપ દેવી અંબિકાની આરાધના કરી, દેવીને પૂછી લો કે મને પુત્ર મળશે કે નહીં? અને મારા મૃત્યુ પછી ગુજરાતનું રાજય કોણ ભોગવશે ?'
આચાર્યદેવે કહ્યું : “ભલે, હું દેવીને પૂછી લઉં છું. આચાર્યદેવે ત્રણ ઉપવાસ કર્યા. દેવીના મંદિરમાં બેસી ગયા. ધ્યાનમાં નિમગ્ન થઈ ગયા. ત્રીજા દિવસે મધ્યરાત્રિના સમયે દેવી અંબિકા, ગુરુદેવની સામે પ્રગટ થઈ. દેવીએ ગુરુદેવને હાથ જોડી વંદના કરી.
ગુરુદેવ, મને શા માટે યાદ કરી ?'
ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહના ભાગ્યમાં પુત્રપ્રાપ્તિનો યોગ છે કે નહીં એ પૂછવા આપને યાદ કર્યા છે.'
દેવીએ કહ્યું : “એના પૂર્વજન્મનાં પાપકર્મોના યોગે પુત્ર પ્રાપ્તિ નહીં થાય.'
(૪૮)
સર્વજ્ઞ જેવા સૂરિદેવ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org