________________
એણે ઘોડાઓ આપ્યાં, બળદો આપ્યા... ખેતી કરી શકે એવા લોકોને જમીન આપી..
આ રીતે રાજાએ કોઈ યાચકને યાચક ના રહેવા દીધો. કોઈ ભિખારીને ભિખારી ના રહેવા દીધો !
આખા પાદલિપ્તપુરમાં સિદ્ધરાજનો જયજયકાર થઈ ગયો... સિદ્ધરાજ ગિરિરાજની યાત્રા કરીને અને વિપુલ દાન આપીને અપૂર્વ પુણ્ય કમાયો.
આચાર્યદેવની સાથે સંઘે ત્યાંથી ગિરનાર તરફ પ્રયાણ કરી દીધું.
માર્ગમાં આચાર્યદેવે રાજાને ગિરનારનો અને ભગવાન નેમનાથનો પરિચય કરાવ્યો. ભગવાન નેમનાથનું જીવનચરિત્ર સાંભળીને સિદ્ધરાજ આશ્ચર્યચકિત થઈ ગયો.
સંઘ ગિરનાર પહોંચ્યો.
જે દિવસે પહોંચ્યા એ જ દિવસે સહુ પહાડ ઉપર ચડ્યા. ગિરનારના પહાડ ઉપર નૈસર્ગિક સૌન્દર્યવાળાં ઘટાદાર આંબા, લીમડા વગેરે વિવિધ વૃક્ષો પર પોપટ, કોયલ વગેરે પંચરંગી પક્ષીઓ મધુર ટહુકા કરી રહ્યા હતા. પવનથી ઝૂલી રહેલી વૃક્ષોની ડાળીઓ પરથી રંગબેરંગી સુવાસિત પુષ્પો ખર્યા કરતાં હતાં. ગાઢ વૃક્ષઘટાઓની વચ્ચે રહેલા ઊંચા વાંસનાં છિદ્રોમાં ભરાતો ને નીકળતો પવન સુમધુર ધ્વનિ કરતો હતો... જાણે વનદેવીઓ પોતાની દિવ્ય વીણાઓમાં રાજા સિદ્ધરાજની કીર્તિગાથા ગાતી હતી !
આચાર્યદેવની સાથે સહુ ભગવાન નેમનાથના ભવ્ય દેરાસરમાં પહોંચ્યા. પ્રભુનાં દર્શન કરી સહુ ભાવવિભોર બની ગયા.
રાજાએ રાજપરિવાર સાથે, સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પહેરીને ભગવાન પર જલાભિષેક કર્યો. પછી શુદ્ધ અને મુલાયમ વસ્ત્રથી ભગવાનની મૂર્તિને સાફ કરી. ત્યારબાદ ચંદનથી અને પુષ્પોથી પૂજા કરી. ભગવાનની સમક્ષ રત્નોનો સાથિયો કર્યો. સુવર્ણમુદ્રાઓ અર્પણ કરી.
પછી સહુ ગુરુદેવની પાસે બેસી ગયા. ગુરુદેવે ભાવપૂજા કરી. | તીર્થયાત્રા
૪૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org