________________
અને એની આંખોમાંથી વાત્સલ્ય વરસતું હતું. તે બોલી :
હું શાસનદેવી છું ! તમારા ઉત્કૃષ્ટ ભાગ્યથી આકર્ષાઈને અહીં આવી છું...'
‘પણ અમને ખેરાલુથી અહીં કોણ લઈ આવ્યું ?' સોમચન્દ્ર મુનિએ પૂછ્યું.
બહું જ લઈ આવી છું તમને અહીં !” “અને અમારી સાથે ખેરાલુમાં રાતવાસો કરીને રહેલા વૃદ્ધ મહાત્મા ક્યાં ગયા?”
“એ વૃદ્ધ તપસ્વીનું રૂપ મારું જ રૂપ હતું. તમારી વિદ્યાઓ માટેની તીવ્ર અભિલાષા જાણીને, એ રૂપે હું તમને મળી હતી. હું તમને અહીં ગિરનાર મહાતીર્થમાં લઈ આવી છું. આ તીર્થના અધિપતિ છે ભગવાન નેમનાથ.
મહાત્માઓ, આ પહાડ અદ્ભુત છે. અહીં અનેક દિવ્ય ઔષધિઓ છે. અહીં કરેલી મંત્રસાધના જલ્દી સિદ્ધ થાય છે. હું તમને કેટલીક દિવ્ય ઔષધિઓ બતાવીશ અને સાંભળતાંની સાથે જ સિદ્ધ થઈ જાય એવા બે મંત્ર આપીશ. - એક મંત્રથી દેવોને બોલાવી શકાય છે. – એક મંત્રથી રાજા-મહારાજાઓ વશ થાય છે.
તમને આ બે મંત્ર હું આપું છું. તમે એકાગ્ર ચિત્તે એ મંત્રોને સાંભળજો.”
બે મહાત્માઓને શાસનદેવીએ આ બે મંત્રો સંભળાવ્યા. સંભળાવીને કહ્યું : - “ચાલો, હું તમને કેટલીક દિવ્ય ઔષધિઓ બતાવું. તમે તે વિણી લેજો. એ ઔષધિઓ, તે તે રોગો ઉપર તત્કાલ અસર કરનારી છે.”
શાસનદેવીએ ઔષધિઓ બતાવવા માંડી. એના પ્રયોગ-ઉપયોગ બતાવવા માંડ્યા. અને એમ કરતાં કરતાં... ઘણી બધી ઔષધિઓ એ બંને મહાત્માઓએ ભેગી કરી લીધી.
(૨૪
સર્વજ્ઞ જેવા સૂરિદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org