________________
કામક્કમ :
શાશsધી પ્રશ્ન થાય છે
પાટણમાં એ વખતે દેવેન્દ્રસૂરિજી નામના વિદ્વાન આચાર્યદેવ બિરાજતા હતા. તેઓ પણ આચાર્યદેવશ્રી દેવચન્દ્રસૂરીશ્વરજીના શિષ્યરત્ન હતા.
દેવેન્દ્રસૂરિજી અને સોમચન્દ્ર મુનિ – બે ખાસ મિત્રો હતા. બંને મળે ત્યારે જ્ઞાનચર્ચા તો કરતા જ, સાથે સાથે સંઘ અને શાસન અંગે પણ વિચારણા કરતા. એક-બીજાનાં મનની વાતો કરતા.
- દેવેન્દ્રસૂરિજીને પોતાના પદનું અભિમાન ન હતું. - સોમચન્દ્ર મુનિને પોતાના જ્ઞાનનું અભિમાન ન હતું. અભિમાન ન હોય તો જ મૈત્રી ટકે. અભિમાન ન હોય તો જ પ્રેમ ટકે.
એક દિવસની વાત છે.
આચાર્યદેવશ્રી દેવેન્દ્રસૂરિજી અને સોમચન્દ્ર મુનિ ઉપાશ્રયમાં જ્ઞાનચર્ચા કરતા બેઠા હતા. ત્યાં એક પુરુષે આવીને બંને મહાત્માઓને વંદના કરી અને ત્યાં બેઠો. તેણે પોતાનો પરિચય આપતાં કહ્યું : “હું રહેવાસી તો પાટણનો છું, પરંતુ ભારતના ઘણા પ્રદેશોમાં હું ફરેલો છું. મને પરિભ્રમણનો શોખ છે. મહાત્માઓ, મેં પાટણમાં તમારા ગુણોની અને જ્ઞાનની પ્રશંસા સાંભળી છે. એટલે જ તમારાં દર્શન કરવા અને કંઈક કહેવા આવવાનું મન થયું.”
આચાર્યશ્રી દેવેન્દ્રસૂરિજીએ કહ્યું: “શું કહેવું છે તમારે ? સંકોચ રાખ્યા વિના કહો.'
મહારાજ, તમે બંને ગૌડદેશમાં જાઓ. ગૌડદેશમાં આજે ઘણા માંત્રિકો છે, તાંત્રિકો છે. અનેક દિવ્ય શક્તિઓ ધરાવતા મહાપુરુષો છે. ત્યાં, આપ ત્યાં પધારો. આપ તો મહાત્મા છો. આપની શક્તિઓ પ્રજાના કલ્યાણ માટે જ હોય છે.' (૨૨)
સર્વજ્ઞ જેવા સૂરિદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org