Book Title: Saral Gujarati Vyakaran
Author(s): Bharat Thakar
Publisher: Shabdalok Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ સમાદર ડૉ. ભરતકુમાર ઠાકરનું ‘સરળ ગુજરાતી વ્યાકરણ જોઈ ગયો. વાંચી મને આનંદ થયો. ભાષાના ઊંડાણમાં જઈને એમણે વ્યાકરણને લગતી ઝીણામાં ઝીણી વસ્તુ સરળ ભાષામાં રજૂ કરી આપી છે. અત્યાર સુધી રચાયેલાં નાનાં-મોટાં વ્યાકરણોમાં આટલી સૂક્ષ્મતા જોવા મળતી નથી. આમ લખું છું ત્યારે હું મને પણ સાથે ગણી લઉં છું. એક વિશેષતા છે કે ગુજરાતી ભાષા ઉપર જ માત્ર નહિ, સંસ્કૃત અને અંગ્રેજી ભાષા પર કાબૂ અનુભવાય છે. શબ્દોના આઠ પ્રકાર એ અંગ્રેજી ભાષાના વ્યાકરણની દેન છે, જ્યારે એ આપતાં “અવ્યય” શું છે એ પણ એમના લક્ષ્ય બહાર નથી. સ્વર-વ્યંજનોના ઉચ્ચારણ પાછળ અંગ્રેજી ભાષાશાસ્ત્રીઓએ જે ઝીણવટ તેમ ઊંડાણ આપણને આપ્યું છે તેનો સરળ ભાષામાં - સરળ પરિભાષામાં પરિચય અભ્યાસ કરનારાઓને કરવામાં કોઈ શ્રમ પડે નહિ એ રીતે એમનું પ્રદાન થયું છે. સમગ્ર વ્યાકરણ સરળ હોવા સાથે તદ્દન શાસ્ત્રીય છે. વિરામચિહ્નો” તેમજ “વાક્યના પ્રકારો વિશેની એમની રજૂઆત અંગ્રેજી પ્રકારની છે અને એ ગુજરાતી ભાષા-લેખન માટે આજે અનિવાર્ય છે, તેમ સમાસ વિશેની રજૂઆત સંસ્કૃત વ્યાકરણની છતાં ગુજરાતી ભાષા લેખન માટે ઘણી જ જરૂરી છે.. હું ડૉ. ભરતકુમાર ઠાકરના આ પ્રયત્નનો સમાદર કરું છું. ઝીણવટથી માપીને એમણે ઉચ્ચ વ્યાકરણ લેખકોમાં આદરપૂર્વક સ્થાન લીધું છે એ માટે ધન્યવાદ સાથે સુભાશીર્વાદ આપી આનંદ અનુભવું છું. પ. પૂ. મુનિ સંવેગચંદ્રવિજયજી, અશોકચંદ્રસૂરિજી મહારાજ તથા સોમચંદ્રસૂરિજી મહારાજે આ પુસ્તકમાં રસ લીધો તે અત્યંત આનંદની ઘટના છે, વંદન સાથે મધુવન”, એલિસબ્રિજ, અમદાવાદ ૩૮૦૦૦૬ - ૩ - ૨ )

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 272