________________
પરમ પૂજ્ય
શ્રી પ્રશાંતમૂર્તિ શ્રી પ્રસન્નચંદ્રવિજયજી મહારાજ સાહેબ
સં. ૨૦૧૪ની સાલમાં બબ્બે દિવ્ય આત્માઓ પ.પૂ.આ.ભ. શ્રી ચંદ્રોદયસૂરિજી તથા પ.પૂ.આ.ભ. શ્રી અશોકચંદ્રસૂરિજીએ પોતાના પિતાશ્રી ચીમનભાઈને ચોસઠ વર્ષની પાકટ ઉંમરે મોક્ષ માર્ગની વાટે લઈ જવા પરમ ઉપકારીને ઉગાર્યાં. એમના જીવનમાંગલ્યને ઉત્કૃષ્ટ સાધનાના માર્ગે જોડી સાત વર્ષના દીક્ષાપર્યાય દરમ્યાન સરળસ્વભાવી એવા પ.પૂ.પ્રસન્નચંદ્રવિજયજીને આંતરભાવનામાં મશગુલ બનાવી શ્રી સિમંધર સ્વામીની ઉત્કૃષ્ટ ભાવયાત્રામાં જોડી ખંભાત મુકામેથી મહાવિદેહક્ષેત્રની વાટે જવા પુણ્યશાળી બન્યા.
કુટુંબવાત્સલ્યના ભેખધારી એવા શ્રી ચીમનભાઈ એમના જમાનામાં ચોર્યાસી બંદરોના વાવટા જ્યાં લહેરાતા હતા એવા રાંદેર ગામે દરરોજ નિયમિત રૂ. ૧/-ના રોજે મોતી પરોણીના કામે જતા હતા.
વર્ષો સુધી બાળકો સહિત સમગ્ર કુટુંબને રેલમાર્ગે પાલીતાણા શ્રી શત્રુંજ્ય મહાતીર્થની યાત્રા કરાવતા હતા. જાત ઘસીને કુટુંબના કલ્યાણાર્થે પ્રવૃત્તિ કરતા. પુત્રવધૂઓને પુત્રથી વધુ ગણતા અને માયાળુ વર્તન અને શબ્દોથી તેમને વધાવતા. ગૃહજીનાલયમાં નિયમિત પહેલી પૂજા અને પછી બીજું બધું એવી એમની પ્રકૃતિ હતી.
નાનાભાઈ શ્રી ચુનીભાઈની સાથે (રામ-લક્ષ્મણની જોડી તરીકે ખ્યાતિ પામેલા).
સંપ ત્યાં જંપ, મન મોટું રાખવું, કુટુંબીઓ વચ્ચે ઈર્ષાભાવનો અણગમો. એવી સમજણ રૂંવાડે રૂંવાડે તેઓને હતી. મળી-સંપી સાથે રહેતું એકત્ર કુટુંબ જોઈ તેઓ આનંદિત થતા.
15