________________
શાસનસમ્રાટ શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તુરસૂરિભ્યો નમઃ । यद्यपि बहु नाधीषे, तथापि पठ पुत्र ! व्याकरणम्
પૂજ્ય મુનિ શ્રી સંવેગચંદ્ર વિજયજી મહારાજ (અમારા સંસારી પિતાશ્રી) પહેલેથી જ વ્યાકરણના અભ્યાસના હિમાયતી. યાદ આવે છે તે દિવસો, જ્યારે અમે બાળપણમાં હતા ત્યારે અમને વ્યાકરણ ભણાવવા બેસાડતા, પોતે સાથે બેસતા... જ્યારે તેઓ થોડો પાઠ કરવાનો બતાવી આમતેમ જાય ત્યારે અમે પણ રફુચક્કર..., અમારા બેન મહારાજ સાધ્વીજી શ્રી યશસ્વિનીશ્રીજી તો બેસવાના સમયે જ છટકી જાય. હવે સમજાય છે, તે સમયે અમે ભણવામાં કાચા હતા પરંતુ અભ્યાસની બાબતમાં તેઓ સાચા
હતા...
આજે જ્યારે અંગ્રેજી અભ્યાસના જ વાયરા વાયા છે, ત્યારે કદાચ એવો સમય આવીને ઊભો રહેશે કે સંસ્કૃત-પ્રાકૃત આદિ આપણી મૂળ ભાષાની જેમ માતૃભાષા ગુજરાતી પણ લુપ્તપ્રાયઃ થઇ જાય !!!
વ્યાકરણનું જ્ઞાન પાયા સ્વરૂપ છે, ભાષાપ્રયોગ ઇમારત છે, જેટલો પાયો મજબૂત તેટલી ઇમારત મજબૂત, પાયો કાચો તો મકાન તકલાદી; તેથી ગુજરાતી વ્યાકરણનો ઊંડાણપૂર્વક અભ્યાસ વિદ્યાર્થીઓને કરાવવો જોઈએ, જેથી પ્રચલિત-સહજદોષો દૂર થાય. શબ્દાદીના પ્રયોગો ક્યાં ? કેવી રીતે થાય છે તેનો પૂરો ખ્યાલ આવે. ભાષાકીય જ્ઞાન દેઢ બને... છે
જ્યાં જ્યાં ધાર્મિક પાઠશાળાઓ ચાલતી હોય ત્યાં ત્યાં રોજ દસ મિનિટ અથવા અઠવાડિયે એક કે બે દિવસ ધાર્મિક અભ્યાસની સાથે ગુજરાતી વ્યાકરણનો પાઠ લેવો. જેથી આ વ્યાકરણ પાઠના સંસ્કાર ભાવીમાં બાળકને બીજી કોઈપણ ભાષાના અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી નીવડે.
‘ડૉ. ભરતકુમાર ઠાકર' દ્વારા તૈયાર થયેલ આ સરળ ગુજરાતી
8