________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
-
52
શંકાંદોષનો ઉપસંહાર:
શ્રી જિનેશ્વરદેવનાં વચનો સ્વાભાવિક હોઈ એમાં શંકાને સ્થાન નથી, છતાં મતિદુર્બલતા વગેરે કારણે શંકા થવાની સંભાવના છે, તે હેતુઓથી કદાચ શંકા થઈ જાય તો તેને પરમોપકારી પરમર્ષિઓએ ફરમાવેલી વિચારણાથી ગતિમાન આત્મા શમાવી શકે છે; અને એવો નિર્ણય કરી શકે છે કે, “વગર ઉપકારે પરનો અનુગ્રહ કરનારા, રાગ, દ્વેષ અને મોહને જીતનારા, એ જ કારણે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ, એવા શ્રી જિનેશ્વરદેવોને અસત્ય બોલવાનું કોઈ કારણ જ નથી. એ જ કારણે તે પરમર્ષિઓના મુખમાંથી અસત્ય વચન કદી નીકળે જ નહિ.” આવા અનુપમ નિર્ણય દ્વારા, શ્રીસંઘરૂપ મેરૂ શૈલની સમ્યગદર્શન રૂપ શ્રેષ્ઠ વજરત્નમણી, પીઠમાં પોલાણ કરનારા પાંચ દોષો પૈકીના પ્રથમ અને મહાદોષરૂપ શંકાનો સમૂળ નાશ કરવા માટે કલ્યાણના અર્થીએ સદાય સુસજ્જ રહેવું ઘટે. * *
જો આ દોષ હૃદયમાં જન્મ ન પામે તો કાંક્ષા આદિ દોષો પ્રગટવાની, સંભાવના પણ ઘણી જ ઓછી છે. જે આત્માઓનું હૃદય “શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાની આરાધનામાં જ આત્માની મુક્તિ છે એવી માન્યતામાં દૃઢ નિશ્ચયવાળું છે, તે આત્માઓ ભાગ્યે જ “કાંક્ષા' આદિ દોષોથી દૂષિત થઈ શકે છે. પ્રભુવચનમાં નિઃશંક દશા, આત્માને અનેક દોષોથી સહેજે સહેજે બચાવી લે છે. એ જ કારણે કલ્યાણના અર્થી આત્માઓએ, પ્રભુવચનમાં નિઃશંક રહી શકાય એવા જ સંયોગોમાં રહેવું જોઈએ; અને ક્ષણે ક્ષણે નિષ્કારણ ઉપકારી એવા શ્રી જિનેશ્વરદેવોના સ્વરૂપનું અને તે પરમતારક પરમર્ષિઓની એકાંતહિતકર આજ્ઞાનું નિરંતર શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવું જોઈએ. શંકાને આધીન આચાર્ય આષાઢાભૂતિની દશાઃ
નિષ્કારણ ઉપકારી શ્રી જિનેશ્વરદેવોના સ્વરૂપનું અને તે પરમતારક પરમપુરુષની એકાંતહિતકર તથા ત્રિકાલાબાધિત આજ્ઞાનું ચિંતન નહિ કરતાં, કર્મની આધીન થઈ, જે આત્માઓ ભિન્ન પ્રકારના વિચારો કરવામાં રક્ત બને છે, તે આત્માઓ મહાજ્ઞાની છતાં અજ્ઞાની કરતાંય અધમ બની જાય છે; તો પછી પ્રવચનમાં સાશંક દશાને ધરાવતા અન્ય સામાન્ય આત્માઓ માટે તો પૂછવું જ શું ? “કર્મયોગે પ્રભુવચનમાં સાશંક દશાને ધરાવતા પરમજ્ઞાની સૂરિપુરંદર “શ્રી આર્ય આષાઢાભૂતિ' નામના એક સમર્થ આચાર્યવર્ટ કેવી. ભયંકર દશામાં મુકાઈ ગયા” એ દર્શાવતું એક કથાનક, શાસ્ત્રકાર મહર્ષિઓ શંકા દોષથી બચાવવા માટે આપે છે. શંકાદોષથી બચવા માટે, એ દૃષ્ટાંત ઘણું જ અનુપમ છે. એ દૃષ્ટાંતથી પુણ્યશાળી આત્માઓ સમજી શકે તેમ છે કે –