Book Title: Samkit Mul 12 Vrat 124 Atichar
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

Previous | Next

Page 6
________________ ધર્મ તરીકે માનવો-આરાધવો. ધર્મનું આચરણ શક્ય ન બને તો પણ ધર્મ પરત્વેનો સદુભાવ-બહુમાનભાવ-વફાદારી-પાપાત કદી ન ગુમાવવો. તીર્થંકર સિવાયના અન્ય (રાગી-દ્વેષી) દેવ-દેવીઓ વગેરેએ બતાવેલ ધર્મને ધર્મ તરીકે માનવો-આરાધવો નહિ. આમ સુદેવ, સુગુરુ અને સુધર્મનો સ્વીકાર તેમજ કુદેવ, કુગુરુ અને કુધર્મનો ત્યાગ તેનું નામ સમ્યગદર્શન. ગમે તેટલા કષ્ટ કરો, ત૫ કરો, સંયમ પાળો, વ્રત સ્વીકારો, પણ જો સમ્યક્ત્વ ન હોય તો તેનું ઝાઝું ફળ મળતું નથી. માટે વ્રતો સ્વીકારતા પહેલા સમ્યકત્વ ગ્રહણ કરવું જરૂરી છે. જેમ ઉખર ભૂમિમાં વાવેલા બીજ ઉગતા નથી તેમ મિથ્યાત્વવાસિત જીવે સ્વીકારેલ વ્રતોનું ફળ મળતું નથી. સમ્યકત્વ એ ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે. સમ્યક્ત્વ એ ધર્મનગરીમાં પ્રવેશવાનો ભવ્ય દરવાજો છે. સમ્યક્ત્વ એ ધર્મરૂપી મહેલનો મજબૂત પાયો છે. સમ્યકત્વ એ ધર્મરૂપી જગતનો આધાર છે. સમ્યકત્વ એ ધર્મરૂપી સ્વાદિષ્ટ ભોજનનો સુવર્ણ થાળ છે. સમ્યક્ત્વ એ ધર્મરૂપી રત્નોનો ભંડાર છે. તેવા માત્ર વેશધારી સાધુઓને નમસ્કાર, વંદન, પૂજન વગેરે કરવા નહિ, તેમના પ્રવચનાદિ સાંભળવા નહિ, તેમના સંસર્ગને ટાળવો. જેઓ સ્ત્રી રાખતા હોય, પૈસાને અડકતા હોય, ગાડી વગેરે વાહનોનો ઉપયોગ કરતા હોય, તેમને સાધુ-સંત તરીકે માનવા નહિ. તેમને નમસ્કાર વગેરે કરવા નહિ. તેમનો સંગ પણ કરવો નહિ. સારા સાધુઓના પ્રવચનો અવશ્ય સાંભળવા. ૬) આ ભવમાં અને ભવોભવમાં સંયમની પ્રાપ્તિ થાય, તેવી ભાવના ભાવવી. સંયમના રાગી બનવું. બીજાને સંયમમાં અંતરાય ન કરવો. બીજાની દીશામાં તન, મન, ધનથી સહાયક બનવું. સંયમી સાધુઓની નિંદા વગેરે ન કરવી. ભગવાનની નિત્ય સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા કરવી. અરિહંત, સિદ્ધ, જિનમંદિર-જિનપ્રતિમા, આગમાદિ શ્રત, ક્ષમા વગેરે ૧૦ યતિધર્મ, સાધુઓ, આચાર્યો, ઉપાધ્યાયો, શ્રીસંઘ, સમકિતધારી આત્માઓ-એ દશેયની ભક્તિ, પૂજા, પ્રશંસા, નિંદાત્યાગ, આશાતના ત્યાગ એમ પાંચ રીતે વિનય કરવો. વીતરાગ જિનેશ્વર ભગવંત, જિનેશ્વર ભગવંતે કહેલ યથાવસ્થિત સ્યાદ્વાદમય જીવ-અજીવ વગેરે તત્ત્વો અને જિનમતને આરાધનારા સાધુ-સાવી-શ્રાવક-શ્રાવિકા રૂ૫ શ્રીસંઘ-આ ત્રણ સિવાય બાકીનું આખું જગત્ એકાન્ત રૂપ દુરાગ્રહથી ફસાયેલું હોઈ, સંસારમાં કચરા જેવું અસાર છે, આવું ચિંતન કરવું. તેથી દેવ, ગુરુ, ધર્મ પરની શ્રદ્ધા અને રાગ વધતો જશે. તેમજ સંસાર ઉપરનો રાગ ઘટતો જશે. તેથી સમ્યકત્વ શુદ્ધ બનશે. ૧૦) જિનવચનમાં કદી શંકા ન કરવી, અન્ય ધર્મને સ્વીકારવાની ઈચ્છા પણ ન કરવી, મેલા વસ્ત્રાદિ પહેરેલ સાધુઓને જોઈને દુર્ગછાકે દુર્ભાવ ન કરવો. મિથ્યાધર્મનું આચરણ કરનારની પ્રશંસા કે સહવાસ-પરિચય ન કરવો. ૧૧) શત્રુંજય, સમેતશિખર વગેરે દ્રવ્યતીર્થો અને જ્ઞાન, દર્શન, ચારિત્રના આધારભૂત શ્રી ચતુર્વિધ સંઘ રૂ૫ ભાવતીર્થની યાત્રા-પૂજા વગેરે રૂપે કે વિનયાદિ રૂપે સેવા, ભક્તિ કરવી. સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરવો, પંચ-પ્રતિક્રમણના સૂત્ર-અર્થ તૈયાર કરવા, પરમાત્મા અને તેમના વચનો ઉપર શ્રદ્ધા મજબૂત થાય તેવા પુસ્તકોનું વાંચન, મનન, ચિંતન કરવું. મારા પૂજ્યપાદ ગુરુદેવ પન્યાસપ્રવરશ્રી ચન્દ્રશેખરવિ.મ.સા.ના કરકલમથી લખાયેલ ધર્મ અને વિજ્ઞાન, ચૌદ ગુણસ્થાનક, કર્મવાદ, ઊંડા અંધારેથી વગેરે પુસ્તકો ખાસ વાંચવા. તત્ત્વજ્ઞાનના પુસ્તકોનો અભ્યાસ કરવો. ૨) સુસાધુઓની ઉમળકા સાથે સેવા, ભક્તિ કરવી. ૩) જે સાધુઓ સાધુજીવનથી ભ્રષ્ટ થઈ ગયેલા હોય, વાહન કે વિમાન વગેરેનો ઉપયોગ કરતાં હોય, ચોથા મહાવ્રતમાં ખલાસ થઈ ગયા હોય સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37