Book Title: Samkit Mul 12 Vrat 124 Atichar Author(s): Malaykirtivijay Publisher: MalaykirtivijayjiPage 36
________________ ૧૦) પ્રવચન ન સાંભળવું, ગાથા ન ગોખવી, સ્વાધ્યાય ન કરવો. ૧૧) શુભધ્યાન (ધર્મધ્યાન, શુક્લધ્યાન) ન કરવું, અશુભધ્યાન (આર્દ્રધ્યાન, રૌદ્રધ્યાન) કરવું. ૧૨) કર્મક્ષય વગેરે નિમિત્તે ૧૨ લોગસ્સ વગેરેની મર્યાદાવાળા કાઉસ્સગ્ગ ન કરવા. આ અભ્યન્તર તપના અતિચારો છે. તપાચારના અતિચારોથી બચવા પ્રયત્નશીલ બનવું. વીર્યાચારના ત્રણ અતિચાર ધાર્મિક અભ્યાસ, વિનય, વૈયાવચ્ચ, પૂજા, વંદન, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ, દાન, શીલ, તપ, ભાવ વગેરે ધર્મકાર્યોમાં (૧) માનસિક ઉત્સાહ ન રાખવો, ચિત્ત ભટકતું રાખવું, ઉદાસીનતા દાખવવી. (૨) જેમ-તેમ ઉતાવળે ઉતાવળે બોલીને ક્રિયા ઝટ-ઝટ પતાવવી. (૩) કાયાથી ક્રિયાદિ વ્યવસ્થિત ન કરવા, ખમાસમણ બરાબર ન આપવા, વાંદણા વગેરેના આવર્ત્ત બરાબર ન સાચવવા, ક્રિયા બેઠા બેઠા કરવી વગેરે વીર્યાચારના અતિચાર રૂપ હોઈ, તેનાથી બચવા પ્રયત્નશીલ બનવું. પરિશિષ્ટ-૪ ભવ આલોચના શક્ય છે કે કુસોબતના કારણે કે સુસંસ્કારને અનુકૂળ વાતાવરણ ન મળવાથી જીવનમાં નાની કે મોટી પણ ભૂલો થઈ ગઈ હોય. અરે ! કદાચ છેલ્લી કક્ષાના પણ પાપો સુધી પહોંચી ગયા હો. હવે શું કરવું ? જો મૃત્યુ સુધી તમારી જીવન ચાદરને મેલી જ રાખશો તો પરલોકમાં ભયાનક વિપત્તિઓ અને દુર્ગતિઓ સામે આવીને ઊભી જ રહેવાની. જીવન ચાદરને સ્વચ્છ કરી લો. અને ફરી બગડે નહિ તે માટેનો સંકલ્પ ૧૨૪ અતિચાર ૬૯. સમકિત-મૂલ-બાર વ્રત કરો. એ માટે પહોંચી જાઓ કોઈ ગીતાર્થ સદ્ગુરુની પાસે. હૃદયમાં છૂપાવી રાખેલ તમામ પાપોને જરાય માયા કર્યા વિના, જરાય છૂપાવ્યા વિના સંપૂર્ણ રીતે સદ્ગુરુ સામે રજૂ કરી દો અને રડતા હૈયે પાપનું પ્રાયશ્ચિત્ત માંગો. પછી ગુરુદેવ શુદ્ધિ માટે જે તપ-જપ વગેરે આપે તેનો સ્વીકાર કરી નવા જીવનની શરૂઆત કરો. યાદ રાખો ઃ છૂપાવેલો નાનો પણ પાપનો સડો ભયંકર પૂરવાર થઈ શકે છે. જો શુદ્ધિનો માર્ગ નહિ અપનાવીએ તો ! શરીરમાં લાગેલો સામાન્ય ઘા, દરકાર કરવામાં ન આવે તો જેમ મૃત્યુ સુધી પહોંચાડી શકે છે. ઘરમાં લાગેલી સામાન્ય આગ જો દરકાર કરવામાં ન આવે તો આખા મકાનને અને આખા ગામને બાળી નાખવામાં સમર્થ છે તેમ નાના મોટા પાપની આગ આ ભવને અને ભવોભવને સળગાવી નાખે છે. પાપનો પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત્ત જેવો મહાન કોઈ તપ નથી. ધન્યવાદ છે તે મહાનુભાવોને કે જેઓ પોતાના પાપોને પાસે પ્રગટ કરી શુદ્ધિ કરતાં જ હે છે. ગુરુ (આલોચના = ગુરુ પાસે પાપોનું વિવેચન કરવું તે આલોચના કહેવાય. પ્રાયશ્ચિત્ત = ગુરુ જે તપ વગેરે આપે તે પ્રાયશ્ચિત કહેવાય.) આલોચના માટેના મુદ્દાઓ (નીચેનાં પાપો કર્યા હોય, કરાવ્યા હોય કે કોઈ કરતું હોય તેમાં રાજી થયા હોય તે સર્વે લખવું.) ૧. હિંસા ઘરમાં જયણા ન રાખવાથી હિંસા, જીવ-જંતુ દવાદિ છંટાવી મરાવ્યા હોય, ગર્ભપાત કરાવ્યો હોય, કોઈને સંતાપ આપ્યો હોય, પશુઓને પત્થરાદિ મરાવ્યા-માર્યા હોય. કોઈને કડવા વચનો કહ્યા હોય, જુઠ્ઠું બોલ્યું હોય. ધંધામાં અનીતિ, વિશ્વાસ-ઘાત, ભેળસેળ, પૈસાની રસ્તામાંથી કે બીજેથી ઉઠાંતરી કરી હોય, ઈન્કમટેક્ષ આદિમાંથી છટકવા ચોરી કરી હોય. ૪. બ્રહ્મચર્ય : સેક્સી પિક્ચરો જોવા, નાટકો જોવા, સેક્સી પુસ્તક વાંચન, સમકિત-મૂત્ર-બાર વ્રત ૧૨૪ અતિચાર ૨. જુઠું ૩. ચોરી : vaPage Navigation
1 ... 34 35 36 37