Book Title: Samkit Mul 12 Vrat 124 Atichar
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

View full book text
Previous | Next

Page 34
________________ આ ઉપરાંત-સચિત્ત વસ્તુને અડકેલ હોય તે વહોરાવવું, વહોરાવવા માટે અસુઝતું ન કલ્પે તેવું) છતાં સુઝતું કહેવું, વહોરાવવા માટે પરાયું છતાં પોતાનું કહેવું. વહોરાવવાના સમયે હાજર ન રહેવું. ગુસ્સો કરી મહાત્માને બોલાવવા, ગુણવંતની ભક્તિ ન સાચવવી, સાધર્મિક ભક્તિ ન કરવી, સીદાતા ધર્મક્ષેત્રમાં શક્તિ છતાં દાન ન આપવું, ગરીબ વગેરેને અનુકંપા દાન ન દેવું વગેરે બારમા વ્રતના અતિચાર રૂપ હોઈ, તેનાથી બચવા પ્રયત્નશીલ બનવું. ( સંલેષાણાના પાયામલિયારો ૧) ધર્મના બદલામાં આલોકના ભૌતિક સુખો માંગવા કે ઈચ્છવા. ૨) ધર્મના બદલામાં પરલોકમાં સ્વર્ગ, ઈન્દ્રપણું, વિદ્યાધરપણું, ચક્રવર્તી પણું, શ્રીમંતાઈ વગેરે સુખો માંગવા કે ઈચ્છવા. ૩) સુખના સમયમાં જીવવાની ઈચ્છા કરવી. ૪) દુઃખના સમયમાં મરણની ઈચ્છા કરવી. કામભોગની ઈચ્છા કરવી. શિક્ષક વિદ્યાગુરુ કે અન્ય જ્ઞાની પ્રત્યે દ્વેષ રાખવો; તેમના પ્રત્યે ઈર્ષા રાખવી; તેમની મશ્કરી, નિંદા, અવજ્ઞા કે આશાતના કરવી; જ્ઞાનના સાધનો-જેવા કે પાટી, પોથી, પુસ્તક, સાપડો, નવકારવાળી, પેન, પેન્સિલ, રબર, કાગળ, નોટબુક વગેરેને પગ લગાડવો; ફેંકવા; ઘૂંક લગાડવું; માથા કે ઓશીકા નીચે રાખવા; બગલમાં રાખવા; માત્રુ, સંડાસ કે ભોજન સમયે સાથે રાખવા; ઘૂંકથી અક્ષર ભૂંસવો; પુસ્તક, નોટ, પેન, છાપા, કાગળ વગેરે નીચે જમીન ઉપર મૂકવા; કાગળમાં નાસ્તો કરવો; કાગળની ટોપી બનાવવી; થુંકની સહાયથી નોટબુક વગેરેના પાનાની કે રૂપિયા વગેરેની નોટોની ગણતરી કરવી; કાગળ ઉપર પેશાબ કરવો; કોઈને અભ્યાસમાં અંતરાય કરવો; બુદ્ધિ કે વિદ્વતાનો અહંકાર કરવો; મતિજ્ઞાન વગેરે પાંચ પ્રકારના જ્ઞાનની આશાતના કરવી; કોઈ તોતડો કે બોબડો હોય તેની મશ્કરી કરવી કે હસવું, શક્તિ છતાં જ્ઞાનદ્રથની સંભાળ ન રાખવી; તેનું ભક્ષણ થતું હોય છતાં ઉપેક્ષા કરવી; શક્તિ છતાં જ્ઞાન ભક્તિનો લાભ ન લેવો; અજાણે કે બુદ્ધિની મંદતાના કારણે જ્ઞાનદ્રથને નુકશાન પહોંચાડવું; જિનવચનથી વિપરીત પ્રરૂપણા કરવી વગેરે જ્ઞાનાચારના અતિચારરૂપ હોઈ તેનાથી બચવા પ્રયત્નશીલ બનવું. હું માનાચારના આકઆલિયાર ૧) જ્ઞાનકાળ વખતે (ધાર્મિક ભણવાના સમયે) ભણવું નહિ કે જેમ તેમ ભણવું તથા અકાળે ભણવું. ૨) ભણતી વખતે વિદ્યાગુરુ, જ્ઞાનના સાધનો, જ્ઞાન વગેરેનો વિનય ન સાચવવો. ભણતી વખતે વિદ્યાગુરુ વગેરે પરત્વેનું બહુમાન ન સાચવવું. યોગ-ઉપધાન કર્યા વિના ભણવું. જેની પાસે ભણતાં હોઈએ કે ભણ્યા હોઈએ તેમને વિદ્યાગુરુ કહેવાને બદલે અન્યને વિદ્યાગુરુ કહેવા. (૭) (૮) સૂત્ર, અર્થ કે સૂત્રાર્થ ગોખતાં, ભણતાં કે બોલતાં મીંડાની, જોડિયા અક્ષરની વગેરે અશુદ્ધિઓ રહેવી તથા ભણીને ભૂલી જવું, સ્વાધ્યાયાદિ ન કરવા. આ ઉપરાંત-સ્કૂલના શિક્ષક, પાઠશાળાના સમકિત-મૂલ-બાર વ્રત ૬૫) ૧૨૪ અતિચાર (દર્શનાચારના આક અતિચારો ૧) અરિહંત, ગુરુ અને જિનવચન રૂપી ધર્મ બાબતમાં મને જરાય શંકા નથી (હું નિઃશંક છું)-આવી સ્થિતિ પ્રાપ્ત ન કરવી. ૨) અરિહંત, ગુરુ અને જિનવચન રૂપી ધર્મ જ મારા માટે શરણભૂત છે, બીજા કોઈ શરણભૂત નથી-આવી સ્થિતિ પ્રાપ્ત ન કરવી. અરિહંત અને ગુરુની પૂજા-ભક્તિ તથા જિનવચનની આરાધનાથી નિશ્ચિત આત્મહિત થાય છે, એ બાબતમાં મને જરાય સંદેહ નથી-આવી સ્થિતિ પ્રાપ્ત ન કરવી. વળી સાધુ, સાધ્વીનાં મલથી મલીન દેહ તથા વસ્ત્રાદિ જોઈ તેમના પર દુર્ગચ્છા કરવી, કોઈ અસંયમી સાધુ જોઈને ચારિત્રધર સાધુ ઉપર કે ચારિત્રધર્મ ઉપર અભાવ થવો. સમકિત-મૂલ-બાર વ્રત ૬૬) ૧૨૪ અતિચાર

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37