Book Title: Samkit Mul 12 Vrat 124 Atichar Author(s): Malaykirtivijay Publisher: MalaykirtivijayjiPage 32
________________ રંધાયેલા ઘઉં, અડધો પકવેલ રોટલો વગેરે વાપરવા.) આ પ્રમાણે રાત્રિભોજન, દારૂત્યાગ વગેરે જે જે અભણ્યાદિનો ત્યાગ કર્યો હોય, તે તે અજાણતાં કે ઉતાવળથી ભૂલથી વપરાઈ જવાય તો અતિચાર લાગે. હા... જાણી જોઈને કોઈપણ ભૂલ કરાય તો વ્રતભંગ ગણાય. આ ઉપરાંત રોજ સવારે-સાંજે ૧૪ નિયમ ધારવા નહિ, ધારીને સંક્ષેપવા નહિ, સૂર્યાસ્તના સમયે વાપરવું, સવારે સૂર્યોદય પહેલાં વાપરવું વગેરે સાતમા વ્રતના અતિચાર રૂપ હોઈ તેનાથી બચવા પ્રયત્નશીલ રહેવું. ૬) થી (૨૦) ૧૫ કર્માદાનનો ધંધો કરવો. (વિસ્તાર માટે જુઓ પરિશિષ્ટ-૨) /////// 22 ધારેલ કે ૧૦૦ કિ.મી. ધારેલ તે બરાબર યાદ ન આવે, ત્યારે ૧૦૦ કિ.મી. ધાર્યા હશે એમ વિચારી ૫૦ કિ.મી. થી વધુ જાય તો અતિચાર લાગે. જો ૧૦૦ કિ.મી. થી વધુ જાય તો તો વ્રતભંગ જ ગણાય. (વ્રતધારીઓએ પોતાના વ્રતોનું વારંવાર સ્મરણ વાંચન કરતાં રહેવું જોઈએ. વ્રતને ભૂલી જવું તે પણ અતિચાર છે. ખ્યાલ ન રહેવાથી કે ભૂલી જવાથી નિયમ ઉપરાંતના ક્ષેત્રમાં પહોંચી જવાય અને વ્રતની મર્યાદા એકદમ આવી જાય તો તુરત પાછા ફરવું. વળી ત્યાંથી કોઈ વસ્તુ લેવી નહિ, લઈ લીધી હોય તો વાપરવી નહિ. મોકલેલ કોઈ વ્યક્તિ મર્યાદાના ક્ષેત્રની બહારની કોઈ વસ્તુ લાવે તો તે લેવીવાપરવી નહિ. આટલું સાચવવામાં ફક્ત અતિચાર જ લાગે. વસ્તુ લેવા, વાપરવામાં તો વ્રતભંગ ગણાય. તીર્થયાત્રાદિ નિમિત્તે નિયમ ઉપરાંતના ક્ષેત્રમાં સાધુની જેમ ઈર્યાસમિતિના પાલન પૂર્વક જવામાં દોષ નથી.) ///// / /////// /////// સાતમા ભોગોપભોગ વિરમણ વતના ર૧ અતિચારો (સચિત્તના ત્યાગી અથવા સચિત્તની મર્યાદાવાળા વ્રતધારી માટે નીચેના અતિચારો) ૧) ભૂલથી સચિત્ત વાપરવું. ૨) ભૂલથી સચિત્ત પ્રતિબદ્ધ આહાર વાપરવો. (જેમ-જેની અંદર બીજ, ગોટલી વગેરે હોય તેવા ખજૂર, કેરી વગેરે વાપરવા.) ૩) ભૂલથી સંમિશ્ર આહારવાપરવો. (જેમ-અડધું ઉકાળેલું પાણી અલબત્ત ત્રણ ઉકાળા વિનાનું પાણી વાપરવું; લીલાંદાડિમ વગેરે સચિત્ત નાખીને બનાવેલ પૂરણ વગેરે વાપરવા; સચિત્ત તલથી મિશ્ર જવ વાપરવા.) ભૂલથી અભિષવ આહાર વાપરવો. (અનેક દ્રવ્યો ભેગા કહોવડાવીને તેમાંથી કાઢવામાં આવતાં અનેક જાતિના રસો (આસો); દારૂ-તાડી વગેરે માદક રસ જેમાંથી ઝરતો હોય તેવા મહુડા વગેરે, સાવઘનો ત્યાગી ભૂલથી ભક્ષણ કરે તો અતિચાર લાગે.) ૫) ભૂલથી દુષ્પક્વાહાર વાપરવો. (જેમ-અર્થો શેકાયેલ પોંખ, અડધા સમકિત-મૂલ-બાર વ્રત ૬૧) ૧૨૪ અતિચાર આમા અનછવિરમણ વયના પાંચ અતિચાર) કામવાસના જાગે તેવા વિકારી વચનો બોલવા; કામ-વાસનાથી પુરુષ કે સ્ત્રીના હાવભાવ, રૂપ, શૃંગાર વગેરેની વાતો કરવી. કામ સંબંધી વાતો કરવી. ૨) ભાંડ, ભવૈયા, ફાતડાની જેમ સ્તન, આંખની ભ્રમરો, આંખ, હોઠ, નાક, હાથ, પગ, મુખ વગેરે અવયવોથી ખરાબ ચેષ્ટાઓ કરવી-ખરાબ ચાળા કરવા. ભોગ કે ઉપભોગની સામગ્રીઓ જરૂર કરતાં વધારે રાખવી. (અલબત્ત પાણી, બાથરૂમ, ભોજન, ચંદન, કસ્તુરી, વસ્ત્ર, આભૂષણ વગેરે જરૂર કરતાં વધારે રાખવા.) ભોગ-વિલાસમાં બેફામ બનવું. ફેશનને મહત્ત્વ આપવું. ૪) અધિકરણો સંયુક્ત રાખવા. (જેમ ખાંડણીયા સાથે સાંબેલું, ધનુષ્ય સાથે બાણ, ઘંટી સાથે ઘંટીનું બીજું પડ-આ બધા અધિકરણના સાધનો સાથે ન રાખવા. ભિન્ન ભિન્ન સ્થળે રાખી મૂકવાથી બીજા ઝટ માંગે નહિ. તેથી દોષથી બચી જવાય.) ૫) ધીઠાઈથી બોલવું, અસભ્યતાપૂર્વક બોલવું, એલ-ફેલ બોલવું, સમકિત-મૂલ-બાર વ્રત ૨ ૧૨૪ અતિચારPage Navigation
1 ... 30 31 32 33 34 35 36 37