Book Title: Samkit Mul 12 Vrat 124 Atichar
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

View full book text
Previous | Next

Page 31
________________ તથા ચેડા મહારાજાને પોતાના સંતાનોના પણ વિવાહનો નિયમ હતો કેમકે વિવાહાદિનું કામ બીજા સંભાળતા હતા. ૨) વેશ્યા, સ્વચ્છંદચારિણી, જેનો પતિ પરદેશ ગયો હોય તેવી, વિધવા તથા કન્યા વગેરે માલિક વિનાની (પતિ વિનાની) સ્ત્રીને ભોગવવી. ૩) વેશ્યા, પગારથી રાખેલ રખાતને ભોગવવી. ૪) કામવાસનાથી દુષ્ટ ચાળા, દુષ્ટ ચેષ્ટા કે હસ્ત-મૈથુનાદિ કરવા; સ્ત્રીની પુતળી, ચિત્ર આદિના અમુક અમુક સ્થાને સ્પર્ધાદિ કરવા કે કામચેષ્ટા કરવી; સ્ત્રીના સ્તન, બગલ, ખોળો, મુખ હોઠ વગેરે દ્વારા કામક્રીડા કરવી. ટુંકમાં–તીવ્ર વાસનાથી વિવેકશૂન્ય કોઈપણ પ્રવૃત્તિ કરવાથી અનંગક્રીડા નામે આ ચોથો અતિચાર લાગે છે. ૫) કામભોગનો તીવ્ર અભિલાષ કરવો. સ્ત્રીને વળગીને લાંબા કાળ સુધી પડ્યા રહેવું. (ચોથા, પાંચમાં નંબરનો અતિચાર સ્પષ્ટ મૈથુન રૂપ ન હોઈ અતિચાર રૂપે જણાવેલ છે. તેનાથી શક્તિનો નાશ, ક્ષય જેવા મહાદર્દો થાય છે માટે તેવી ભૂલ કદી ન કરવી.) આ ઉપરાંત-વર-વહુ વખાણવા, ઢીંગલા-ઢીંગલી પરણાવવા, પરસ્ત્રી સામે કામ વિકારથી જોવું, કામ-બુદ્ધિથી સ્ત્રી સાથે વાતો કરવી, આઠમ-ચૌદશ વગેરે તિથીના બ્રહ્મચર્યના નિયમ લઈ ભાંગવા, સ્ત્રીના અંગોપાંગ જોવા, કામયુક્ત વિચારો કરવા, ઊંઘમાં કે સ્વપ્નમાં અબ્રહ્મનું સેવન થઈ જવું, કુસ્વપ્ન આવવા, સ્ત્રીની કામભાવથી મશ્કરી કરવી વગેરે ચોથા વ્રતના અતિચાર રૂપ હોઈ તેનાથી બચવા સતત પ્રયત્નશીલ રહેવું. પાંચમા વ્રતના પાંચ અતિચાર ૧) નિયમથી વધુ ધન, ધાન્યાદિ થતાં વ્રતની મુદત સુધી અન્યને ઘેર મૂકી રખાવવા. ૨) હવે નવું મકાન લેવા જતાં કે બનાવવા જતાં નિયમનથી વધુ મકાન થાય તેમ હોય ત્યારે બાજુનું મકાન ખરીદીને કે બાજુમાં જ નવું મકાન બંધાવીને વચ્ચેની ભીંત તોડાવી એક મકાન કરવું. આ જ રીતે ખેતર સંબંધમાં વચ્ચેની વાડ દૂર કરાવી એક ખેતર કરવું. ૩) સોનું, રૂપું વગેરે નિયમથી વધુ થતાં સ્ત્રી, પુત્ર, પુત્રી આદિના નામે કરાવવા. સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર Че ૪) નક્કી કરેલ ગાય, ભેંસ વગેરેની સંખ્યામાં ગર્ભની સંખ્યા ન ગણવી. (એવી રીતે ગર્ભ રખાવે કે પ્રસવ થતાં સુધીમાં નિયમની મુદત પૂરી થાય.) ૫) ધાતુના વાસણ વગેરે ઘરવખરી બાબતમાં ભાંગી-ભંગાવીને બબ્બેની એકેક મોટી વસ્તુ કરાવવી. અથવા ઘણી ચીજો ભાંગીને એક મોટી વસ્તુ બનાવવી. અથવા તે તે વેપારી કે આપનારને કહી રાખે કે આ વસ્તુઓ અમુક વખત સુધી તમે રાખી મૂકો, કોઈને આપશો નહિ. વ્રતની મુદત પૂરી થયે હું લઈ જઈશ. આમ પોતાને માટે રખાવી મૂકાવવી. (ધન, ધાન્ય વગેરેની અલગ-અલગ મર્યાદા ધારી હોય તેઓ મર્યાદા ભંગ ન થાય તેવી બુદ્ધિથી ઉપર પ્રમાણે કરે તો વ્રતભંગ ન થાય પરંતુ અતિચાર (દોષ) તો જરૂર લાગે જ. જેમણે બધી વસ્તુની ખરીદ કિંમતથી કુલ સંપત્તિ નક્કી કરી હોય, તેઓએ ઉપર મુજબ ઉસ્તાદી કરવાનો સવાલ રહેતો નથી.) આ ઉપરાંત-પરિગ્રહના પરિણામની અવસરે અવસરે ગણતરી ન કરવી વગેરે પાંચમા વ્રતના અતિચાર રૂપ હોઈ તેનાથી બચવા સતત પ્રયત્નશીલ રહેવું. છઠ્ઠા દિગવિરતિ વ્રતના પાંચ અતિચાર (૧) (૨) (૩) ખ્યાલ ન રહેવાથી કે એકાએક ભૂલથી ઉર્ધ્વદિશામાં (ઉપર) અધોદિશામાં (નીચે) અને તિર્યદિશામાં (૪ દિશા, ૪ વિદિશામાં) નિયમ ઉપરાંતના ક્ષેત્રમાં જવા-આવવાથી, ત્યાંથી બીજા દ્વારા વસ્તુ મંગાવવાથી, બીજાને ત્યાં મોકલવાથી વગેરે રીતે અતિચાર લાગે. (જો જાણી સમજીને ક્ષેત્રમર્યાદાનું ઉલ્લંઘન કરાય તો તે વ્રતભંગ જ થાય.) (૪) એક દિશામાં મર્યાદા ઘટાડી, બીજી દિશામાં વધારવી. જેમ પૂર્વમાં ૧૦૦ કિ.મી. અને પશ્ચિમમાં ૧૦૦ કિ.મી. ની મર્યાદા ધારી હોય. કારણ પ્રસંગે પૂર્વમાં ૫૦ કિ.મી. કરી, પશ્ચિમમાં ૧૫૦ કિ.મી. સુધી જાય કે મોકલે. (અહીં જો કે વ્રતભંગ ગણાય, છતાંય વ્રતરક્ષાની ભાવના હોઈ અતિચાર લાગે તેમ કહ્યું છે.) (૫) માની લો કે ધાર્યા હોય ૧૦૦ કિ.મી; પરંતુ જવાના સમયે ૫૦ કિ.મી. ૧૨૪ અતિચાર સમકિત-મૂત્ર-બાર વત ૬૦

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37