Book Title: Samkit Mul 12 Vrat 124 Atichar Author(s): Malaykirtivijay Publisher: MalaykirtivijayjiPage 33
________________ નિષ્કારણ બહુ બોલબોલ કરવું, ઠઠ્ઠા-મશ્કરી કરવા આ બધું અનર્થદંડ વિરમણ વ્રતના અતિચાર રૂપ હોઈ તેનાથી બચવા પ્રયત્નશીલ બનવું. નવમા સામાયિક વ્રતના પાંચ અતિચાર ૧) સામાયિકમાં મનથી ખરાબ વિચારવું, ક્રોધાદિ કરવા. ૨) સામાયિકમાં વચનથી અયોગ્ય બોલવું. ૩) સામાયિકમાં કાયાથી કુચેષ્ટા કરવી; હાથ-પગ વગેરે જેમ-તેમ હલાવવા; અવ્યવસ્થિત બેસવું; પૂંજવા-પ્રમાવાદિનો ઉપયોગ ન રાખવો વગેરે. (ટૂંકમાં-મનના દશ દોષ, વચનના ૧૦ દોષ અને કાયાના ૧૨ દોષમાંથી કોઈપણ દોષ સેવવો.) ૪) ક્યારે સામાયિક લીધેલ ? તે ભૂલી જવું. ભૂલથી સામાયિક વહેલું પારવું. સામાયિક પારવું જ ભૂલી જવું. ઉત્સાહ વિના સામાયિક કરવું. સામાયિક જેમ-તેમ પતાવવું. આ ઉપરાંત-સમયની અનુકૂળતા છતાં સામાયિક ન કરવું, સામાયિકમાં મુહપત્તિના ઉપયોગ વિના બોલવું, ઊંઘ આવવી, વાતો કરવી, ઘરની ચિંતા કરવી, રાજકથાદિ વિકથાઓ કરવી, હસવું, સ્ત્રી, તિર્યંચ કે સચિત્તનો સંઘટ્ટો થવો, લાઈટની ઉજ્જૈહિ આવવી વગેરે સામાયિક વ્રતના અતિચાર રૂપ હોઈ, તેનાથી બચવા પ્રયત્નશીલ બનવું. ૮ ૪ દશમા દેસાવગાસિક વ્રતના પાંચ અતિચાર (આ વ્રતમાં આજે એકાસણું+૨ પ્રતિક્રમણ+૮ સામાયિક-એક દિવસ-રાત્રિમાં કરવાની પ્રથા પ્રસિદ્ધ છે. તે સાથે અમુક ક્ષેત્રની બહાર નહીં જવાનું નક્કી કરવું જોઈએ. જેમ આજે ઉપાશ્રયની બહાર કે ઘરની બહાર નહીં જાઉં, અથવા ચારે બાજુ અમુક કિ.મી. થી બહાર નહીં જાઉં અથવા ગામ બહાર નહીં જાઉં ઈત્યાદિ.) ૧) નક્કી કરેલ ક્ષેત્રની બહાર બીજાને મોકલવા. ૨) નક્કી કરેલ ક્ષેત્રની બહાર રહેલ વ્યક્તિને બોલાવવી કે વસ્તુ મંગાવવી. ૩) નક્કી કરેલ ક્ષેત્રની બહાર રહેલ વ્યક્તિને શબ્દ (હુંકારો વગેરે) કરીને પોતાના અસ્તિત્ત્વની જાણ કરવી. સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર ૪) નક્કી કરેલક્ષેત્રની બહાર રહેલ વ્યક્તિને પોતાનું રૂપ દેખાડીને, પોતાના અસ્તિત્ત્વની જાણ ક૨વી. ૫) પત્થરાદિ કોઈ વસ્તુ ફેંકીને મૌનપણે ક્ષેત્ર બહારની વ્યક્તિને પોતાની પાસે બોલાવવી. આ અતિચારોથી બચવા પ્રયત્નશીલ બનવું. અગિયારમાં પૌષધોપવાસ વ્રતના પાંચ અતિચાર ૧) ચક્ષુથી જોયા વિના તેમજ ચરવળા કે દંડાસણથી ભૂમિ પૂંજ્યા વિના સંથારો કરવો, આસન પાથરવું. ૨) ૩) ૪) ૫) ૧) ૨) જોયા વિના તેમજ પ્રમાર્જન કર્યા વિના વસ્તુ લેવીમૂકવી. જોયા વિના તેમજ પ્રમાર્જન કર્યા વિના સ્થંડિલ, માત્રુ, કફ, થૂંક, પાણી વગેરે પરઠવવા. સાંજે સ્થંડિલ, માત્રાની ભૂમિ ન જોવી. (પૌષધ વિધિપૂર્વક કરવા પૌષધની તમામ વિધિની જાણકારી અને આવડત મેળવી લેવી જોઈએ.) ૩) ૪) ઉત્સાહ વિના પૌષધ કરવો, જેમ તેમ અવિધિપૂર્વક પૌષધ કરવો. અમુક ક્રિયા કરી કે નહીં-તેનો ખ્યાલ ન રહેવો. બારમા અતિથી સંવિભાગ વતના પાંચ અતિચાર ન વહોરાવાની બુદ્ધિથી અમુક દેવા યોગ્ય વસ્તુ સચિત્ત વસ્તુ ઉપર મૂકવી. ન વહોરાવાની બુદ્ધિથી, દેવા યોગ્ય વસ્તુ ઉપર સચિત્ત ફળ, પાંદડા વગેરે મૂકવા. અહંકાર, ગર્વ કે અન્ય પરની ઈર્ષ્યાથી વહોરાવવું. ગોચરીના સમય કરતાં વહેલા કે મોડા સાધુ ભગવંતને બોલાવવા. (વહેલા દોષના અનુમાનથી અને મોડા બીજેથી વહોરેલ હોઈ નહીં વહોરે, એમ ન દેવાની બુદ્ધિએ.) ૫) ન વહોરાવાની બુદ્ધિથી, અમુક વસ્તુ પોતાની છતાં બીજાની કરવી. (ઉપરની બાબતોમાં દાન માટે તૈયારી છે, પણ ભાવના દૂષિત છે, માટે અતિચાર લાગે.) સમકિત-મૂલ-બાર વ્રત T ૧૨૪ અતિચારPage Navigation
1 ... 31 32 33 34 35 36 37