Book Title: Samkit Mul 12 Vrat 124 Atichar
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji
View full book text
________________ સેક્સી ફોટા જોવા, હસ્તમૈથુન, સજાતિય પાપ, વિજાતીય પાપ, ગંદી વાતો કરી હોય, મનથી સેક્સના વિચારો કર્યા હોય, બીજાને લગ્ન સંબંધ જોડાવ્યો હોય, સામુહિક લગ્નમાં રસ લીધો હોય, નસબંધીના સાધનો વાપર્યા હોય, કોઈ સાથે પ્રેમસંબંધ જોયો હોય, કામવાસનાથી પત્રો લખ્યા હોય, કામવાસનાથી વિજાતીય તરફ નજર કરી હોય, વાસના સંબંધી પાપો, મૈથુન સેવન, સ્વસ્ત્રી સંબંધી વધારે પડતાં કામવેગો વગેરે. 5. પરિગ્રહ: ધનનો પરિગ્રહ, ટીકીટ-જુના સિક્કા વગેરેનો સંગ્રહ, સંસારની કોઈ પણ ચીજનો સંગ્રહ કરવો. 6. ક્રોધ 7. અહંકાર 8. માયા-કપટ કે લુચ્ચાઈ કરી હોય 9. લોભ 10. રાગ-મૂચ્છ ખાવા-પીવા વગેરેની લાલસા, મોજશોખ કરવાની ઈછા, ગાડી, મકાન વગેરે પર રાગ. 11. ટ્રેષ-વૈર રાખ્યું હોય. 12. ઝગડા કર્યા હોય. 13. ખોટું આળ ચડાવ્યું હોય. 14. ચાડી-ચુગલી કરી હોય. કોઈની ખાનગી વાતો જાહેર કહી હોય. 15. શોક કર્યો, માથા પછાડ્યા, રડ્યા, સંતાપ કર્યો. 16. સંસારના મોજ-શોખ કર્યા, લડાઈના પિશ્ચર જોવામાં, નાટક જોવામાં કે ક્રિકેટ જેવી રમત જોવામાં આનંદ માણ્યો હોય, ખાવા-પીવાના આનંદ માગ્યા હોય. 17. બીજાની નિંદા કરી હોય. 18. માયા કરી જુઠ બોલ્યા હોય. 19. ભગવાનના વચનો ઉપર શ્રદ્ધાન રાખી, સાધુ ભગવંતનાં સત્ય વચનોનો અને સારી વસ્તુનો વિરોધ કર્યો. 20. એમ.સી નું પાલન કર્યું ન હોય. આ ઉપરાંત ફટાકડા, પતંગ, લીલની હિંસા, નદી-સમુદ્રમાં કે બાથમાં સમકિત-મૂલ-બાર વ્રત 124 અતિચાર સ્નાન, નદીમાં કપડાં ધોવા, વનસ્પતિ કાપી, ઘાસ પર ચાલ્યા, ઘરના કામકાજમાં ન છૂટકે કરવી પડતી હિંસાઓ, કંદમૂળ, રાત્રિભોજન, ફ્રિજઠંડા-પીણા, બજારની ચીજો વાપરી, દારૂ, શિકાર, પરસ્ત્રી-ગમન, વેશ્યાગમન, બીડી, સીગારેટ, તમાકુ વગેરેનો નશો કર્યો, ઈડા ફોડ્યા. સ્કુલમાં શિક્ષકોની મશ્કરી, નામ પાડવા, રાવણ કે બીજા નેતાઓનાં પુતળાં બાળવા, કોઈની માલ-મિલકતને નુકશાન કરવું, આગ લગાડી. કોઈ પણ પાપ કર્યું હોય, કરાવ્યું હોય કે કરતાં જોઈ રાજી થયાં હોય. કુદેવ, કુગુરૂ, કુધર્મની માનતા પૂજા, શાન-શાનીની આશાતના, દહેરાસર-તીર્થોની આશાતના, સાધુઓની નિંદા, તપસ્વીની નિંદા, છુટાછેડા, દ્વિદળ, દેવદ્રવ્યનું ભક્ષણ, જ્ઞાન દ્રવ્ય, સાધારણ દ્રવ્ય વગેરેનું ભક્ષણ, સાધર્મિકની અવગણના વગેરે, લીધેલી પ્રતિજ્ઞા ભાંગી હોય કે પાલન ન કર્યું હોય તેની નોંધ. નોંધઃ આલોચના લખતી વખતે આ બુકના 12 વ્રતો, 22 અભક્ષ્ય અને 124 અતિચાર ખાસ વાંચવા. તે સર્વેને લક્ષ્યમાં રાખી જે જે બાબતમાં પાપ થયું હોય તે ઘોર પશ્ચાત્તાપના ભાવ સાથે ખૂબ જ સ્પષ્ટ રીતે બચાવ કર્યા વિના સઘળું લખી દેવું. સમકિત-મૂલ-બાર વ્રત 124 અતિચાર
Page Navigation
1 ... 35 36 37