Book Title: Samkit Mul 12 Vrat 124 Atichar
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

View full book text
Previous | Next

Page 30
________________ જવાબઃ જીવ ન કરવાથી વ્રતભંગ ગણાય નહિ. પરંતુ ક્રોધાદિપૂર્વક મારવાદિ ક્રિયા કરવામાં નિર્દયપણું છે માટે અતિચાર (દોષ) તો લાગે જ. આવો કોઈપણ અતિચાર ન લાગે તેની કાળજી લેવી. છતાં ભૂલ થાય તો પ્રાયશ્ચિત્ત કરી લેવું જોઈએ. ૧) - બીજા વતના પાંચ અતિચારો ૧) એકદમ આવેશાદિમાં આવીને કોઈને કલંક આપવું. અથવા એકાંતમાં હસતાં હસતાં એક વ્યક્તિ પાસે બીજી વ્યક્તિ અંગે અયોગ્ય બોલવું. જેમ કોઈ સ્ત્રી સમક્ષ ‘તારો પતિ તો ફલાણી સ્ત્રી સાથે પ્રેમમાં છે' એમ મજાકમાં કહેવું. અથવા એકાંતમાં કામવાસના જાગે તેવી હસતાં હસતાં વાતો કરવી. (જાણી સમજીને કોઈને ખરાબ ચીતરવાના દુષ્ટ આશયથી કલંક આપવામાં વ્રતભંગ થાય. જ્યારે મજાકમાં, ઉપયોગ વિનાકે વગર વિચાર્યે આવેશાદિમાં આવી જઈને ખોટી-કલ્પિત વાતો કરવામાં અતિચાર.) બીજાને પીડાકારી વચન પ્રમાદથી બોલાઈ જવાય-જેમ ગધેડા ઉપર બોજો ભરો, ચોરોને મારી નાખો... વગેરે. અથવા વિવાહાદિ તોડવાજોડવાના ઈરાદાથી પોતે જાતે કે બીજા દ્વારા માર્ગ બતાવવો. (અહીં પોતે અસત્ય બોલતો નથી પણ પ્રેરક બન્યો છે માટે અતિચાર.) ૩) કોઈની ગુપ્ત વાત જાહેર કરી દેવી. (ઈરાદાપૂર્વક કરવામાં વ્રતભંગ પણ અજાણે કે હાંસી-મજાકમાં કરવામાં અતિચાર.) ૪) ખોટું લખાણ કરવું, બીજાના હસ્તાક્ષર જેવા અક્ષરો લખવા, ખોટી સાક્ષી પૂરવી. ૫) વિશ્વાસુ સ્ત્રી, મિત્ર, વગેરેએ વિશ્વાસથી જણાવેલ ગુપ્ત વાત જાહેર કરી દેવી. આ ઉપરાંત-કન્યા, ગાય, ઢોર, ભૂમિ વગેરે સંબંધી લેવડ-દેવડ બાબતે કે ઝગડાદિ પ્રસંગે જુઠું બોલવું; ગાળો બોલવી; અપશબ્દો સંભળાવવા; બીજાના હૈયામાં ઘા લાગે તેવા કઠોર વચનો બોલવા વગેરે બાબતો બીજા વ્રતના અતિચાર રૂપ હોઈ તેનાથી બચવા પ્રયત્નશીલ રહેવું. 0ાવતના પાંચ અતિચારી જાણવા છતાં ચોરીનો માલ વેચાતો લેવો. ચોરી કરવા જણાવવું, જરૂરી સંકેત કરવો, ચોરી કરવા ઉત્સાહી કરવા, ચોરીમાં જરૂરી સાધનો આપવા વગેરે રીતે ચોરોને ચોરી કરવામાં સહાયક થવું. ખોટા તોલ, માન, માપા વગેરે દ્વારા બીજાને ઠગવા. ઉસ્તાદીથી લેવેચમાં વધારે લેવું-ઓછું આપવું. શત્રુ રાજાની હદમાં કે સૈન્યમાં તે રાજાનો નિષેધ છતાં જવું. રાજનિષિદ્ધ વસ્તુની લે-વેચ કરવી. દાણચોરી કરવી. ભેળસેળ કરવી. જેમ-સારા અનાજમાં હલકું અનાજ ભેળવવું; ઘીમાં ચરબી, તેલમાં મૂત્ર, હિંગમાં ખેર, ધૂપમાં લાકડાનો ભૂક્કો, કેસરમાં કૃત્રિમ કેસર નાખવું; સાચા કપૂર, મોતી, મણિ, સોનું, ચાંદી વગેરેને નામે બનાવટી વસ્તુ આપવી કે ભેળવવી. (ઉપરની બાબતોમાં વસ્તુતઃ ચોરી જ છે, છતાં તેવું કરનાર તેને ચોરી નહિ પણ વેપારની કળા સમજે છે, વળી તેવું કરનાર લોકમાં ચોર ગણાતો નથી, માટે અતિચાર લાગે.) આ ઉપરાંત-બીજાની લીધેલી વસ્તુ આપવી નહિ; લાંચ લેવી કે આપવી; વિશ્વાસઘાત કરવો; બીજાને ઠગવા; માતા,પિતા, મિત્ર વગેરેને છેતરીને કોઈપણ વસ્તુ બીજાને આપી દેવી; થાપણ ઓળવવી; રસ્તામાં પડેલી વસ્તુ લેવી વગેરે ત્રીજા વ્રતના અતિચારરૂપ હોઈ તેનાથી બચવા પ્રયત્નશીલ રહેવું. /// /// /// / Vચોથા વરના પાંચ અતિચારત ૧) બીજાના પુત્ર, પુત્રી વગેરેના વિવાહ કરાવી આપવા (વિવાહ ‘વસ્તુતઃ મૈથુન કરાવવા' રૂપ હોવા છતાં, કરાવી આપનારને વિવાહ કરાવવા રૂપ જ ભાવ હોઈ અતિચાર, પોતાના પુત્ર, પુત્રી આદિના વિવાહની જવાબદારી ન છૂટકે સંભાળવી પડે, કેમકે તેમ ન કરે તો ધર્મનિંદા, સંતાનો ગમે તે છોકરીને ઉઠાવી લાવે વગેરે દોષો ઉત્પન્ન થાય. કૃષ્ણ સમકિત-મૂલ-બાર વ્રત ૫૭) ૧૨૪ અતિચાર સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37