Book Title: Samkit Mul 12 Vrat 124 Atichar Author(s): Malaykirtivijay Publisher: MalaykirtivijayjiPage 28
________________ પરિશિષ્ટ-૩ શ્રાવકના ૧૨૪ અતિચાર સમ્યક્ત્વના પ્રથમ વ્રતના બીજા વ્રતના ત્રીજા વ્રતના ચોથા વ્રતના પાંચમાં વ્રતના છઠ્ઠા વ્રતના સાતમા વ્રતના આઠમા વ્રતના નવમા વ્રતના દેશમા વ્રતના અગિયારમા વ્રતના બારમા વ્રતના સંલેષણાના જ્ઞાનાચારના દર્શનાચારના ચારિત્રાચારના તપાચારના વીર્યાચારના સમકિત-મૂલ-બાર વ્રત ૫ ૫ ૫ ૫ ૨૦ ૫ ૫ ૫ ૫ ૮ . . ૧૨ ૩ ૧૨૪ પ૩ અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર ૧૨૪ અતિચાર અતિચાર ક્યારે લાગે અજાણે-ખ્યાલ ન રહેવાથી વ્રતભંગ થાય તો અતિચાર લાગે. જેમ-પગ નીચે કીડી મરી ગઈ જેનો પછીથી ખ્યાલ આવ્યો, ભૂલથી જૂઠ બોલાઈ જવાય. વિચારવાનો સમય જ ન મળે અને તેથી વ્રતભંગ થઈ જાય તો અતિચાર લાગે. જેમ-ચાલતાં જીવ ન દેખાવાથી પગ ઉપાડ્યો, પછી એકદમ જીવ દેખાયો, પણ પગ મૂકાઈ ગયો. તેથી જે જીવહિંસા થઈ તેમાં અતિચાર લાગે. વ્રતનો અમુક અંશમાં ભંગ થાય ત્યારે અતિચાર લાગે. જેમ-ક્રોધમાં પત્નીને લાકડીથી માર મારવામાં પરિણામ નિષ્ઠુર છે માટે વ્રતભંગ, પરંતુ પત્ની મરી નથી ગઈ માટે વ્રતરક્ષા. આમ અમુક અંશમાં ભંગ છે માટે અતિચાર છે. વ્રતનો ભંગ થાય તેવા કાર્યનો સ્વીકાર, તે દિશા તરફ પ્રયાણ. પરંતુ વ્રતભંગ થાય તેવું કાર્ય ન કરે તો અતિચાર. જેમ-કોઈને મારી નાખવાના વિચારથી ઊભો થાય, તે તરફ પ્રયાણ કરે કે પૂર્વતૈયારી કરે, પણ મારી ન તે નાખે તો અતિચાર. અલબત્ત વ્રતભંગની પૂર્વતૈયારી અતિચાર ગણાય. લીધેલ વ્રત ભૂલી જવાથી અતિચાર લાગે વ્રતરક્ષાની ભાવના છતાં, બુદ્ધિ દોષથી વ્રતનું ઉલ્લંઘન થાય ત્યારે અતિચાર લાગે. ટુંકમાં–વ્રતભંગની ભાવના ન હોય પણ ભૂલથી કે બુદ્ધિદોષથી વ્રતભંગ થાય ત્યારે તેમજ વ્રતભંગની પૂર્વતૈયારી કરી હોય પણ વ્રતભંગ કર્યો ન હોય ત્યારે અતિચાર લાગે. અતિચારથી વ્રતનો મૂળથી ભંગ થતો નથી, પણ દોષ લાગે છે. તેથી આવા અતિચારો બરાબર જાણી તેનાથી બચવા પ્રયત્નશીલ બનવું. છતાં જે-જે ભુલો થાય તેની નોંધ રાખી સદ્ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લઈ લેવું. મ્યકત્ત્વના પાંચ અતિચાર (૧) શંકા : અરિહંત પ્રભુનું બળ, અતિશય, જ્ઞાનલક્ષ્મી ગાંભીર્યાદિક ગુણો વગેરે સંબંધમાં શંકા કરવી. ચારિત્રધર સાધુના ચારિત્ર બાબતમાં શંકા ૧૨૪ અતિચાર સમકિત-મૂલ-બાર વ્રત ૫૪Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37