Book Title: Samkit Mul 12 Vrat 124 Atichar
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

Previous | Next

Page 26
________________ આમાં ષજીવનિકાયની હિંસા થતી હોઈ આવો થવસાય કે નોકરી ત્યાજ્ય છે. સ્ફોટક કર્મઃ જેમાં પૃથ્વીને ખોદવી પડતી હોય તેવો વ્યવસાય ન કરવો. જેમ-વાવ, કૂવા, તળાવ વગેરે ખોદાવવા; હળથી જમીન ખેડવી; પર્વતો કે ખીણોમાંથી પત્થરો કઢાવવા; પત્થરો ઘડવા; સોના, ચાંદી, હરા, કોલસા, પત્થર, માટી વગેરેની ખાણો ખોદાવવી; કેરોસીન વગેરેના કુવા, બોરીંગ, પંપો વગેરે ખોદાવવા; મકાનો બનાવવા; પાયા માટે જમીન ખોદાવવી. આ બધામાં પૃથ્વીકાય, વનસ્પતિકાય અને ત્રસકાયની ભયાનક હિંસા થતી હોઈ, તેવો વ્યવસાય કે નોકરી કરવા નહિ. વગેરે બનાવવાના વ્યવસાયમાં જોડાવું. ટુંકમાં-અગ્નિકાયની અને તેમાં પડતા અનેક ત્રસ વગેરે જીવોની હિંસા થતી હોય તેવો વ્યવસાય કે નોકરી વગેરેનો ત્યાગ કરવો. ૨) વનકર્મ ઃ જેમાં વનસ્પતિકાયની પુષ્કળ હિંસા થતી હોય અને તે વનસ્પતિમાં રહેલ ત્રસ વગેરે જીવોની પણ હિંસા થતી હોય તેવા વ્યવસાયને વનકર્મ કહેવાય. જેમ-કાપેલા કે નહિ કાપેલા જંગલો, ઝાડો, પાંદડા, ફળો, ફુલો, કંદ, મૂળીયા, ઘાસ, લાકડા, છાલ વગેરેને કપાવવા-વેચવા; અનાજ દળવા-ખાંડવાનો વ્યવસાય કરવો; જંગલને પાણી પાવું, વૃક્ષો ઉગાડવા વગેરેનો વ્યવસાય કરવો; જંગલના બીડ લેવા, વેચવા, કપાવવા, વાવવાં, બગીચા, વાડીઓ વગેરે વવરાવવાઉછેરવા; દાતણનો કોન્ટ્રાક્ટ રાખવો, કપાવવા, ખરીદવા, વેચવાં; કઠોળની દાળો બનાવરાવવી; મેંદો-સોજી બનાવરાવવા; આટો દળવાની, ડાંગર ખાંડવાની વગેરે ફેક્ટરીઓ ચલાવવી વગેરે વ્યવસાયો કે તેમાં નોકરી કરવાનો ત્યાગ કરવો. ૩) શકટકર્મ ગાડા, ગાડાની ધુસરી, પૈડા વગેરે અંગો ઘડવા, ઘડાવવા, વહન કરવા, કરાવવા, વેચવા, વેચાવવા; સાયકલ, સ્કૂટર, કાર, રીક્ષા, ટેક્ષી, ટ્રેઈન, વિમાન વગેરે બનાવવા, વેચવા, વેચાવવા, તેના અંગો વગેરે ઘડવા, ઘડાવવા, વેચવાકે વેચાવવા વગેરે દ્વારા વ્યવસાય કે નોકરી કરવી. (યાંત્રિક વાહનો વધવાથી જીવનિકાયની હિંસા, બળદ ઊંટ વગેરે નકામાં થતાં કતલખાને જાય; પ્રદુષણથી રોગચાળો વધે વગેરે અનેક નુકશાન થાય છે.) આ ઉપરાંત રથ, ગાડી, ઘોડાગાડી, લારી વગેરે કે તેના અંગો ઘડવા, ઘડાવવા, ફેરવવા, ફેરાવવાં, વેચવા, વેચાવવા વગેરેના વ્યવસાયનો ત્યાગ કરવો. ટૂંકમાં, વાહન-વ્યવહાર સંબંધી તે બનાવવાથી માંડીને ચલાવવા સુધીના કોઈપણ વ્યાપાર, નોકરી વગેરેનો ત્યાગ કરવો. ૪) ભાટક કર્મઃ ગાડા, બળદ, ઊંટ, પાડા, ગધેડા, ઘોડા, ખચ્ચર વગેરે પાસે ભાડા માટે ભાર ખેંચાવડાવવો; ગાડા, ગાડી, મોટરો, સાયકલો, રીક્ષાઓ, વિમાનો વગેરે વાહનોથી ભાડા ઉપજાવવા; વેપાર માટે મકાનો બનાવવા કે ભાડા ઉપજાવવા; ટ્રાન્સપોર્ટનો ધંધો કરવો. ૬) દંતવાણિજ્ય : હાથીદાંત વગેરે પશુ, પક્ષી કે મનુષ્યના શરીરના અવયવોનો વ્યવસાય કરવો નહિ. દાંત, વાળ, રૂંવાટા, નખ, હાડકા, ચામડા, શીંગડા, શંખ, છીપ, કોડા, કસ્તુરી, ગોરોચંદન, અંબર, ઊન, ચામરના પુછ, મોરપીંછા વગેરે ત્રસજીવોના અંગોને તેના ઉત્પત્તિસ્થાને જઈ વ્યાપારાર્થે ખરીદવા નહિ. કેમકે આમાં ત્રસજીવોની પુષ્કળ હિંસા થાય છે. આજે તો લોહી, કિડની, ચક્ષુ વગેરે મનુષ્યના અંગોનો પણ વેપાર શરૂ થયો છે અને તે માટે બાળકો વગેરેના અપહરણો પણ ખૂબ વધ્યા છે. આવા વ્યવસાયનો કે નોકરીનો ત્યાગ કરવો. લાખવાણિજ્યઃલાખ, મનશીલ, ગાળી, ટંકણખાર, વજલેપ, ફટકડી, સાબુ વગેરે ક્ષારો, અત્તર, ભાંગ, ગાંજો, હા, તમાકુ, બીડી, સિગારેટ, અફીણ, કોફી, ફોડવાના દારૂ, પોટાશ, બોમ્બગોળા વગેરેના વ્યવસાયમાં અનેક ત્રસજીવો વગેરેની હિંસા થાય છે માટે તેવા વ્યવસાય કે નોકરીનો ત્યાગ કરવો. ૮) રસવાણિજ્ય : રસ એટલે મધ, દારૂ, માંસ, માખણ, ચરબી, મજા (શરીરના હાડકામાં થતો ચીકણો ધાતુ), દૂધ, દહીં, ઘી, તેલ, દરેક જાતિના આસવો, સ્પીરીટ, તેજાબ, મુરબ્બા, અથાણાં, ફીનાઈલ વગેરેનો વ્યાપાર કે નોકરી કરવા નહિ. ૯) કેશવાણિજ્ય : દાસ, દાસી વગેરે મનુષ્યો; ગાય, ઘોડા, ઘેટા, ઊંટ, સમકિત-મૂલ-બાર વ્રત ૫૦, ૧૨૪ અતિચાર સમકિત-મૂલ-બાર વ્રત (૪૯ ૧૨૪ અતિચાર

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37