Book Title: Samkit Mul 12 Vrat 124 Atichar
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

View full book text
Previous | Next

Page 24
________________ ૧. .. 3. ૪. પરિશિષ્ટ ૧ - ૨૨ અભક્ષ્ય ત્યાગ મદિરા-દારૂ ત્યાગ (દારૂ ઉન્માદકારક છે અને તેમાં અનેક કૃમિ જીવોનો ઘાત થાય છે.) મધ ત્યાગ (મધ હિંસાથી જ પ્રાપ્ત થાય છે.) માંસ ત્યાગ (ઈંડા, આમલેટ, ચીકન, માછલાં વગેરે સર્વ માંસાહારી ચીજોનો ત્યાગ.) માખણ ત્યાગ (તેમાં છાશથી છુટું પડતાં જ લઘુ અંતર્મુહૂર્તમાં જઅસંખ્ય જીવો ઉપજે છે.) (ઉપરનાં ચારમાં પોતાના વર્ણ સમાન વર્ણવાળા અનેક ત્રસાદિ જીવો જન્મે છે અને મરે છે. માંસમાં પશુ હિંસા, ત્રસ જીવોની હિંસા અને કાચા કે પકવેલા માંસમાં અનંતા નિગોદ જીવોની ઉત્પત્તિ અને મરણ રૂપ હિંસા લાગે છે. આ ચાર મહા વિકારને પેદા કરનાર હોઈ, મહાવિગઈ કહેવાય છે.) ૫. વડ ૬. પીપર ૭. ઊંબરડા (ઉંદુંબર) ૮. પીપળા (પ્લેક્ષ) ૯. કાકોદુંબર આ પાંચના ટેટા વગેરે ફળોનો ત્યાગ (તેમાં મચ્છરના આકારના અતિસૂક્ષ્મ ઘણા ત્રસ જીવો હોય છે.) ૧૦. બરફ ત્યાગ (આમાં બરફ, આઈસ્ક્રીમ, ઠંડા પીણા, કુલ્ફી, આઈસ પાણી વગેરે પણ સમજી લેવાં.) ૧૧. વિષ ત્યાગ (આમાં અફીણ, સોમલ વગેરે સમજી લેવા, આ ખાવાથી ઉદર-જઠરમાં રહેલા ઘણા જીવોનો ઘાત થાય છે.) ૧૨. કરા ત્યાગ (આકાશમાંથી પડતા બરફના ટુકડા.) ૧૩. સર્વ પ્રકારની માટી ત્યાગ (માટીથી વિકલેન્દ્રિય જીવો તેમજ ઝીણા દેડકા જેવા પંચેન્દ્રિય જીવો પેટમાં ઉત્પન્ન થાય છે અને તે મહારોગોને પણ ઉત્પન્ન કરે છે. કાચું મીઠું પણ શ્રાવકોએ વાપરવું ઉચિત નથી, પકવેલું અથવા દાળ-શાકમાં નાંખેલું ચાલી શકે.) ૧૪. રાત્રિભોજન ત્યાગ (રાત્રિભોજન શાસ્ત્રોમાં નરકનું પ્રથમ દ્વાર કહેવાયું છે. રાત્રિભોજનથી બિલાડા, ગીધ, ભૂંડ, સાપ, ઘુવડ, કાગડા, વીંછી, સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર ૪૫ ગીરોલી વગેરેના અવતારો પણ લેવા પડે છે. અજૈન શાસ્ત્રોમાં પણ રાત્રે ખાવું તે માંસ ખાધા બરાબર કહેવાયું છે. રાત્રે સૂર્યની ગરમીના અને તેજના અભાવે અનેક જીવો ઉત્પન્ન થતા હોવાથી હિંસા ભયંકર લાગે છે. ચાતુર્માસમાં લાઈટની આસપાસ જીવડાં ઊડતાં સ્પષ્ટ દેખાય છે. આ સિવાય પણ આંખે ન દેખાય તેવા અસંખ્ય જીવો ઉત્પન્ન થતાં હોવાથી રાત્રિભોજન પાપ ગણાયું છે. વળી વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ રાત્રે ખાધેલ વસ્તુનું પાચન બરાબર ન થતું હોવાથી આરોગ્યને નુકસાન કરનાર છે.) ૧૫. અનંતકાય ત્યાગ [જેમાં સોયની અણી જેટલા ભાગમાં અસંખ્ય શરીરો હોય અને તે દરેક શરીરમાં અનંત-અનંત જીવો હોય તે અનંતકાય કહેવાય. તે ૩૨ છે-(૧) આદુ (૨) મૂળા [મૂળાનાં પાંદડાં વગેરે પણ અભક્ષ્ય છે.] (૩) ગાજર (૪) સક્કરિયાં (૫) ડુંગળી (૬) લસણ (૭) બટાટા (૮) લીલી હળદર (૯) લીલો કચૂરો (૧૦) સૂરણકંદ (૧૧) શતાવરી (૧૨) કુણી આમલી (૧૩) નવા અંકુરા (૧૪) કુમળાં પાન (૧૫) રતાળુ (૧૬) ગળો (૧૭) વંશ કારેલા (૧૮) લુણી (૧૯) હીરલીકંદ (૨૦) કુંવારપાઠા (૨૧) થોર (૨૨) લોઢી (૨૩) ગિરિકર્ણિકા (૨૪) ખરસૈયા (૨૫) થેગની ભાજી (૨૬) પલંકા (પાલક) ની ભાજી (૨૭) વત્થલાની ભાજી (૨૮) લીલી મોથ (૨૯) લુણવૃક્ષની છાલ (૩૦) ખિલ્લુડો (૩૧) અમૃતવેલી (૩૨) બિલાડીના ટોપ. (વિશેષ ગુરુગમથી જાણવું.)] ૧૬. સંધાન ત્યાગ (લીંબુ, મરચાં, બીલી તથા બીજોરા આદિનું બોળ અથાણું, આમાં અનેક જીવોની ઉત્પત્તિ થાય છે. આ અંગે વિશેષ ગુરુગમથી જાણવું.) ૧૭. બહુબીજ ત્યાગ (જે ફળોમાં બીજો વચ્ચે અંતર ન હોય. બધાં બીજો ઉપર ફરી વળેલું એક પડ હોય અર્થાત્ બીજો એકબીજાને અડીને રહેલાં હોય તેને બહુબીજ કહેવાય. કોઠીમડાં, ટીંબરૂં, રીંગણા, ખસખસ, રાજગરો, પંપોટા, અંજીર વગેરે. આમાં પ્રત્યેક બીજે અલગ-અલગ જીવ હોવાથી હિંસા ઘણી છે અને ખાવામાં થોડું આવે છે માટે ત્યાજ્ય ૧૨૪ અતિચાર ૪૬ સમકિત-મૂલ-બાર વ્રત

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37