Book Title: Samkit Mul 12 Vrat 124 Atichar
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

Previous | Next

Page 27
________________ બકરા વગેરે પશુઓ; પોપટ, કબૂતર વગેરે પક્ષીઓનો વ્યાપાર કરવો = નહિ. ટુંકમાં – કેશ (વાળ) વાળા પશુ, પક્ષી કે મનુષ્યોનો વ્યાપાર કરવો નહિ. ૧૦) વિષવાણિજ્ય ઃ વચ્છનાગ, હડતાલ, સોમલ વગેરે કોઈપણ પ્રકારના વિષ (ઝેર) નો તથા જીવઘાતક તલવાર, બંદુકની ગોળી, કટાર, ભાલા, શુળી, કોશ, કુહાડા, પાવડા, કોદાળી, હળ, તોપ, મશીનગન, પિસ્તોલ, તમંચા, બરછી, કરવત વગેરે શસ્ત્રોનો વેપાર કરવો નહિ. તે જ્યાં બનતા હોય ત્યાં નોકરી કરવી નહિ. (સોમલ વગેરે ખનીજ વિષ, સાપ વગેરેના પ્રાણિજ વિષ અને વચ્છનાગ વગેરે વનસ્પતિજન્ય વિષ છે.) આ ઉપરાંત ડી.ડી.ટી. વગેરે ઝેરી દવાઓ; ક્લોરોફોર્મ; ઝેરી ગેસ; ઘણા જીવોને રીબાવી રીબાવીને કે મારી નાખીને બનાવાતા ઈન્જેક્શનો, દવાઓ વગેરેનો વ્યાપાર તથા ડોક્ટરનો ધંધો પણ વિષવાણિજ્યમાં સમજવો. તે ત્યાગ કરવા યોગ્ય છે. ૧૧) યંત્રપીડન કર્મ : ખાંડણીઓ, સાંબેલું, ઘંટી, પાણીના રેંટ વગેરેનો વ્યવસાય; વાળ ઓળવાની કાંસકી વગેરેનો વ્યવસાય; તલ, શેરડી પીલવાનો વ્યવસાય; પંપ, બોરીંગ વગેરે પાણીના યંત્રો ચલાવવાનો વ્યવસાય, વરાળ, ઘાસતેલ, પેટ્રોલ કે વિજળીના બળથી ચાલતી કોઈપણ ફેક્ટરીઓ, મીલો, કપાસ લોઢવાના જીન, પ્રેસ વગેરેનો વ્યવસાય; ખેતી માટેના, ઘાસ કાપવાના કે ખેડ કરવાના યંત્રો ચલાવવાનો વ્યવસાય; યાંત્રિક વ્યવસાયમાં પુષ્કળ ત્રસ અને સ્થાવર જીવોની હિંસા હોઈ તે ત્યાજ્ય છે. ૧૨) નિર્ણાંછન કર્મ : બળદ, ઘોડા, ઊંટ વગેરે પંચેન્દ્રિય જીવોના અંગો કે અવયવો વગેરે છેદવાનો ધંધો કરવો. જેમ-બળદ વગેરેના કાન, ગળકબળ, શીંગડા, પૂંછડા વગેરે કાપવા, નાક વિધવા; ઘોડાઓને આંકવા; સાંઢને બળદ કરવો, તેમને ડામ દેવા, ખસી કરવી વગેરે વ્યવસાયનો કે નોકરીનો ત્યાગ કરવો. ૧૩) દવાગ્નિદાન : ખેતર વગેરેમાં સુકું ઘાસ વાળવું; ઉકરડા સળગાવવા; જંગલના બીડો સળગાવવા; કૌતુકથી જ્યાં ત્યાં અગ્નિ સળગાવવો; સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર ૧ મરણ નિમિત્તે, ધર્મ નિમિત્તે કે પુણ્યબુદ્ધિથી દીવા વગેરે પ્રગટાવવા. આમાં ત્રસ તથા સ્થાવર જીવોની હિંસા હોઈ ત્યાજ્ય છે. ૧૪) સરઃશોષણ : વાવણી વગેરે માટે ખેતરમાં ભરાઈ ગયેલ પાણીને નીકો કરીને કે યંત્ર દ્વારા ખેંચાવીને બહાર કાઢવું; નદીઓ, દ્રહો, સરોવરો, તળાવો વગેરેના પાણી યંત્ર વગેરે દ્વારા ખાલી કરવા કે સુકવી દેવા. આમાં અકાયની તથા પાણીમાં રહેલ પોરા, માછલાં, જળો વગેરે ત્રસજીવોની હિંસા થાય છે, વળી પાણી જ્યાં જાય ત્યાં પણ વિરાધના કરે છે. માટે આવો વ્યવસાય કે નોકરીનો ત્યાગ કરવો. ૧૫) અસતીપોષણ : ધંધા માટે સ્ત્રીઓ તેમજ પશુ-પક્ષીઓ વગેરેનું પોષણ કરવું. જેમ-ધંધા માટે વ્યભિચારી સ્ત્રીઓ, વેશ્યાઓ, નપુંસકોને પોષવા; ઘરરક્ષા માટે કુતરા, બિલાડા વગેરે પાળવા; કુતુહલ કે શોખ માટે પોપટ, મેના, તેતર, વાંદરા, માંકડા પાળવા; સરકસ માટે સ્ત્રીઓ, પુરૂષો તેમજ રીંછ, વાઘ, ચિત્તા, સિંહ, હાથી વગેરે કેળવવા; મદારીના ધંધાથી આજીવિકા મેળવવી. આવા વ્યવસાયો કે તે અંગેની નોકરીનો ત્યાગ કરવો. (ઘરમાં કોઈ દુરાચારી પાકે તો ઔચિત્યથી સાચવવા કે ભાવિમાં સુધરશે એવી આશાએ પાળવા-પોષવામાં દોષ નથી.) આ ઉપરાંત-ધર્મ અને સંસ્કૃતિને વિઘાતક કોઈપણ વ્યવસાયમાં પડવું જોઈએ નહિ. જેમ-ગર્ભપાત, કુટુંબ નિયોજન કેન્દ્રો, ટી.વી., ફિલ્મ કેસેટો, નવલકથાઓ, થિયેટર વગેરેનો વ્યવસાય કે નોકરી ત્યાજ્ય છે. ટુંકમાં-જે વ્યવસાય કે નોકરીમાં પુષ્કળ જીવહિંસા થતી હોય, ખૂબ અનુચિત કાર્યો કરવા પડતા હોય, ધર્મ-સંસ્કૃતિ માટે ખતરનાક હોય તેવા ધંધા, નોકરી વગેરેનો ત્યાગ કરવો જોઈએ. છતાંય ભૂલથી કે લાચારીથી તેવો વ્યવસાય કરવો પડે તો ખુલ્લા દિલે સઘળું પ્રાયશ્ચિત્ત સદ્ગુરૂ પાસે કરી લેવું જોઈએ. અને ભાવિ માટે યોગ્ય માર્ગદર્શન મેળવી લેવું જોઈએ. સમકિત-મૂલ-બાર વ્રત ૫૨ ૧૨૪ અતિચાર

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37