________________
કટકટારા
(મહા વતના પાંચઆતચાર
કરવી, જિનેશ્વર પ્રભુના વચનમાં શંકા કરવી. (૨) આકાંક્ષાઃ કુદેવ, કુગુરુ કે કુધર્મની ઈચ્છા કરવી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, કોત્રપાલ, પાદરદેવતા, ગોત્રદેવતા, ગ્રહપૂજા, ગણપતિ, હનુમાન, કૃષ્ણ, શિવલીંગ વગેરેને ચમત્કાર દેખીને કે રોગાદિ સંકટ સમયે આલોક માટે કે પરલોક માટે પૂજવા-માનવા-ઈચ્છવા; સંન્યાસી, બાવા વગેરેને ચમત્કારાદિ દેખી પૂજવા-માનવા; કુશાસ્ત્ર શીખવા કે સાંભળવા; શ્રાદ્ધ, હોળી, બળેવ, માહિપૂનમ, વિનાયક ચોથ, નાગપંચમી, ધનતેરસ, ઉત્તરાયણ, સોમવાર, ગુરુવાર, શુક્રવાર વગેરે લૌકિક પર્વો માનવા-આરાધવા; યજ્ઞ-યાગ કરવાકરાવવા; સૂર્યપૂજા, પીંપળાની પૂજા, તુલસીની પૂજા, ગાયની પૂજા વગેરે કરવા; નદી, બ્રહ, સમુદ્ર, કુંડ વગેરેમાં પુણ્યબુદ્ધિથી સ્નાન કરવું કે દાન દેવું; અન્ય દેવ-દેવીની માનતા માનવી કે વ્રત વગેરે લેવા વગેરે. (૩) વિતિગિચ્છાઃ ધર્મક્રિયાનું, તપ-ત્યાગનું ફળ મળશે કે નહિ? એવો સંદેહ કરવો; (જીવ, અજીવ વગેરે પદાર્થોમાં, તેના ગુણોમાં કે તેના સ્વરૂપ વિષયમાં શંકા કરવી તે શંકા કહેવાય અને જિનધર્મના ફળમાં સંદેહ કરવો તે વિચિકિત્સા કહેવાય); જિનેશ્વર પ્રભુના દર્શન-પૂજનન કરવા; સાધુ ભગવંતને વંદનાદિ ન કરવા; આલોક કે પરલોકના ભૌતિક સુખની ઈચ્છાથી દેવ-ગુરુની પૂજા કરવી; સાધુના મેલા વસ્ત્રાદિ જોઈ અણગમો કરવો, નાક મચકોડવું કે મોં બગાડવું; શિથિલ સાધુને જોઈ સાધુઓ ઉપર કુભાવ કરવો વગેરે. (૪) ઉદષ્ટિ પ્રશંસા : જિનવચનથી વિપરીત અન્ય ધર્મોને આચરનાર મિથ્યાત્વીની ‘એ તો દયાળુ છે, પુણ્યવાનું છે, એનો જન્મ સફળ છે' ઈત્યાદિ કહી પ્રશંસા કરવી. તેમના તરફથી મળતાં પૂજા-સત્કારથી આકર્ષાઈને તેમની પ્રશંસા કરવી. (પ્રશંસાનો નિષેધ એટલા માટે છે કે તેથી અન્ય ભોળા જીવો મિથ્યાધર્મની આચરણા તરફ વળી જાય.) (૫) ઉદષ્ટિ પરિચયઃ અન્ય ધર્મનું આચરણ કરનારનો સંગ કરવો, વાતચીત કરવી, એક સ્થાને રહેવું. (‘સંગ તેવો રંગ’ તે ન્યાયે ક્યારેક જિનધર્મથી ચલિત થવાની આપત્તિ આવે, તથા અન્ય ધર્મપ્રેમીઓના હૃદયમાં માઠી અસર પડે માટે સંગ ટાળવો) આ ઉપરાંત પ્રીતિથી કે દાક્ષિણ્યતાથી અન્ય ધર્મને માનવો, આરાધવો. આ પાંચ સમ્યકત્ત્વના અતિચારોથી બચવું.
નિકારણ અથવા ક્રોધાદિપૂર્વક લાકડી વગેરેથી ગાય, ભેંસ, પુત્ર, પત્નિ વગેરેને માર મારવો કે બીજા પાસે માર મરાવવો. નિષ્કારણ અથવા ક્રોધાદિપૂર્વક પશુ કે માનવને દોરડા વગેરેથી બાંધવા કે જેલમાં પૂરાવવા. (કારણે ઢીલા બંધનથી બાંધવામાં અતિચારનલાગે.) નિષ્કારણ કે ક્રોધાદિપૂર્વક કાન, નાક, પૂંછડા વગેરેનો છેદ કરવો. (રસોળી, ગડગુમડ, રોગીના સડેલા અંગો વગેરે ન છૂટકે કાપવામાં
દોષ નથી.) ૪) બળદ, ઊંડ, ઘોડા, ગધેડા, મજુર વગેરે પાસે વધારે પડતો ભાર
ઉપડાવવો. (કારણે તેમની શક્તિ અનુસાર ઉપડાવવામાં દોષ નથી. વળી વધારે પડતી મજૂરી ન કરાવતા, આરામનો સમય આપવો. મજૂર વગેરેને મજૂરી વધારે આપી ખુશ રાખવા. ક્રોધાદિથી, પૈસા કમાવાની કે પૈસા બચાવવાની વૃત્તિથી કે દુઃખી કરવાની વૃત્તિથી ભાર ઉપડાવવામાં અતિચાર લાગે.) નિષ્કારણ કે ક્રોધાદિપૂર્વક પશુ કે મનુષ્યને ભોજન, પાણી ન આપવા. બીજા આપતા હોય તેમને રોકવા. તથા તેમના ભોજન, પાણીના સમયની સારસંભાળ ન કરવી. (કારણે રોગાદિ પ્રસંગે અતિચારનલાગે.)
આ ઉપરાંત-સડેલા ધાન્યનો ઉપયોગ કરવો; ધાન્ય વગેરેનો જોયા વિના ઉપયોગ કરવો; સગડી, ચૂલો, ઈધણ વગેરે જોયા કે જ્યા-પ્રમાર્યા વિના વાપરવા; કીડી, મંકોડા વગેરેને કલામણા પહોંચાડવી; અજાણે પક્ષીના ઈડા ફૂટવા; રસોડામાં, ઘરમાં, ઓફિસ કે દુકાન વગેરેમાં કીડી આદિ જીવજંતુ ન મરે, તે રીતની કાળજી ન લેવી; પીવામાં, સ્નાનમાં કે વસ્ત્રાદિ ધોવામાં અળગણ પાણી વાપરવું; બાથ, તળાવ વગેરેમાં સ્નાન કરવું કે વસ્ત્રાદિ ધોવા; સંખારા બાબતે જયણાપૂર્વક જીવરક્ષા ન કરવી; માંકડ વગેરે વાળા ખાટલા, ગાદલા વગેરે તડકે મૂકવા; જીવાકુલ કે જીવોના દરવાળી ભૂમિ લીંપવી; દળવા, ખાંડવાદિ કાર્યોમાં જયણા ન સાચવવી; ધૂણી કરાવવી વગેરે પહેલા વ્રતના અતિચાર રૂપ હોઈ તેનાથી બચવા પ્રયત્નશીલ રહેવું. પ્રશ્ન : લાકડીથી માર મારવાદિમાં વ્રતભંગ કેમ નહિ ? અતિચાર કેમ લાગે ? સમકિત-મૂલ-બાર વ્રત ૫૬
૧૨૪ અતિચાર
સમકિત-મૂલ-બાર વ્રત
(૫૫)
૧૨૪ અતિચાર