Book Title: Samkit Mul 12 Vrat 124 Atichar
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

View full book text
Previous | Next

Page 23
________________ વાંચવા જેવું.... વાંચવા જેવું.... * શ્રાવકોએ કમસેકમ પર્વતીથિએ તો પૌષધ કરવા જ જોઈએ. વળી દિવાળી, ઓળી, પર્યુષણા વગેરે મહાપર્વના દિવસોમાં પણ પૌષધ દ્વારા સંયમજીવનનો આસ્વાદ ચાખવો જોઈએ. મણિજડિત સુવર્ણના પગથીયાવાળું, હજાર થાંભલાવાળું, સોનાના તળીયાવાળું ગગનચુંબી જિનાલય (દહેરાસર) બંધાવે, તેનાથી પણ પૌષધનું વિશેષ ફળ છે. * એક રાત્રિ-દિવસના પૌષધથી ૨૭ અબજ, ૭૭ કરોડ, ૭૭ લાખ, ૭૭ હજાર, ૭૭૭ (૨૭,૭૭,૭૭,૭૭,૭૭૭) પલ્યોપમથી પણ અધિક દેવાયુ બંધાય છે. * અતિથિ સંવિભાગ વ્રત કરવાથી તથા સાધુ-સાધ્વીજી ભગવંતને ભક્તિપૂર્વક વહોરાવવાથી દેવતાઈ ભોગો, સમૃદ્ધિ, સામ્રાજ્ય, તીર્થંકર પદવી તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે. * છતી શક્તિએ સાધુ-સાધવી ભગવંતોની ભકિત ન કરવાથી ભક્તિના અનાદરપણાથી દાસપણું, દુર્ગતિ, દુર્ભાગ્ય વગેરે માઠા ફળ ભોગવવા પડે છે. * પ્રથમ તીર્થંકર આદીશ્વર ભગવાન, ધન્યકુમાર, શાલિભદ્ર વગેરેના મૂળમાં સાધુ ભગવંતની ભક્તિએ મોટો ભાગ ભજવ્યો હતો. * મમ્મણ શેઠે પૂર્વભવમાં સાધુ ભગવંતની ભક્તિ તો કરી પણ પાછળથી પસ્તાયા. તેથી જ સમૃદ્ધિ મળી પણ તેની મૂરછમાં ભોગવી શક્યા નહિ કે ધર્મક્ષેત્રે વાપરી શક્યા નહિ. પરિણામે મૃત્યુ બાદ સાતમી નરક મળી. માટે જ ગુરુભક્તિ અવશ્ય કરવી. ભક્તિ પછી પણ ખૂબ જ આનંદ માણવો, પસ્તાવો કદી ન કરવો. બારમું વ્રત અતિથિ સંવિભાગવત-શિક્ષા વ્રત ચોથું મુખ્યપ્રતિજ્ઞા ૫ અણુવ્રત + ૩ ગુણવ્રત + ૪ શિક્ષા વ્રત = ૧૨ વ્રત થાય. મહિનામાં વર્ષમાં ............. અતિથિ સંવિભાગ વ્રત કરવા. (મહિનામાં કે વર્ષમાં નક્કી કરેલ અતિથિસંવિભાગ ન થાય તો પછીના મહિનામાં કે વર્ષમાં વાળી આપવા.) (અતિથિ સંવિભાગ વ્રતમાં મુખ્ય રીતિએ અહોરાત્રનો પૌષધ, ચઉવિહાર ઉપવાસ અને પારણે એકાસણું કરવાનું હોય છે. પારણાના દિવસે સાધુ ભગવંતને (કે સાધ્વી ભગવંતને). પ્રતિલાભી (વહોરાવી) તેઓ જેટલી ચીજ વહોરે તેટલી જ ચીજથી એકાસણું કરવાનું હોય છે. જો સાધુ કે સાદવીજીનો સંયોગ ન મળે તો છેવટે શ્રાવક-શ્રાવિકાની ભક્તિ કરીને પણ કરી શકાય.) * સાધુઓને સર્વથા હિંસા વગેરેનો ત્યાગ કરવાનો હોવાથી તેમના મહાવ્રતો ગણાય છે, જ્યારે શ્રાવકોએ અમુક અંશમાં-સ્કૂલ રીતે હિંસાદિનો ત્યાગ કરવાનો હોવાથી તેમના અણુવ્રતો (નાના વ્રતો) ગણાય છે. સમકિત-મૂલ-બાર વ્રત ૪૩ ૧૨૪ અતિચાર સમકિત-મૂલ-બાર વ્રત (૪૪) ૧૨૪ અતિચાર

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37