Book Title: Samkit Mul 12 Vrat 124 Atichar
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

Previous | Next

Page 21
________________ ////////////// ૨૧) જ પણ બીજાને વાપરવા આપવું ઉચિત નથી. આ જ કારણે પૂર્વના કાળમાં ડોશીઓ મરતા પહેલા છરી, ચપ્પ વગેરે તોડીને જમીનમાં દાટી દેતી. તેમજ ઘંટી વગેરેના પડ જિનમંદિર વગેરેના પગથિયા તરીકે મૂકી દેતી. જેથી મૃત્યુ બાદ પોતાને તેના વપરાશનું પાપ ન લાગે.) ( પ્રમાદાયરાણા ) સરકસ જોવાનો ત્યાગ. સિનેમા જોવાનો ત્યાગ. ટી.વી., ઝી ટી.વી., સ્ટાર ટી.વી., એમ. ટી.વી. વગેરેનો ત્યાગ. નાટકો જોવાનો ત્યાગ. (નિર્દોષ ધાર્મિક નાટકની છૂટ.) જાદુગરના ખેલ જોવાનો ત્યાગ. મદારી વગેરેના ખેલ જોવાનો ત્યાગ. રેડિયો વગાડવાનો ત્યાગ. સિનેમાના ગીતો ગાવાનો ત્યાગ. વાસના પેદા કરે તેવી કથા-વાર્તા વગેરે સાંભળવાનો ત્યાગ. વાસના પેદા કરે તેવી કથા-વાર્તાદિ કહેવાનો ત્યાગ. પ્રણય કથાઓ, ડિટેક્ટીવ વાર્તાઓ તથા વાસના પેદા કરે તેવા વાંચનનો ત્યાગ. જ્યાં સ્ત્રીઓ નૃત્યાદિ કરતી હોય તેવા સ્થાને ઊભા રહેવાનો ત્યાગ. સ્ત્રીઓ સાથે (સ્ત્રીએ પુરુષ સાથે) ડાંડીયા રાસ વગેરે રમવાનો તથા ડીસ્કો ડાંસ કરવાનો ત્યાગ. નવરાત્રિના ગરબા રમવાનો તથા જોવાનો ત્યાગ. ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળવાનો ત્યાગ. હોળી-ધુળેટી રમવાનો ત્યાગ. પતંગ ચકાવવાનો કે ફીરકી વગેરે પકડી ઊભા રહેવાનો ત્યાગ. પૈસા વડે શરતો લગાવવી, નંબરીયા ભરવા, લોટરી લગાવવી વગેરેનો ત્યાગ. ૧૯) જુગાર રમવાનો ત્યાગ. (શિવરાત્રિ વગેરે પ્રસંગે કે પ્રસંગ વિના, ક્લબમાં કે અન્યત્ર ક્યાંય પણ, ટાઈમ પાસ કરવા કે જુગારની બુદ્ધિથી કોઈપણ રીતે જુગાર રમવો તે વ્યસન છે અને અનર્થ દંડવાળી પ્રવૃત્તિ છે.) ૨૦) ટાઈમ પાસ કરવા કે આનંદ મેળવવા પત્તા રમવા નહિ. કુકડા, કુતરા વગેરેના પરસ્પર યુદ્ધ કરાવવા નહિ, જોવા નહિ. ૨૨) સ્ત્રી-કથા કરવી નહિ. (શ્રી સંબંધી વાતો કરવી નહિ. સ્ત્રીના અંગોપાંગ. હાવભાવ, સારા-નરસાપણું, શૃંગારરસ વગેરેનું વર્ણન કરવાથી કામવાસના પેદા થાય, માટે તેવી વાતો કરવી કે સાંભળવી નહિ.) ૨૩) રાજકથા કરવી નહિ. (રાજા-નેતાઓ અંગે સારી કે નરસી વાતો કરવી નહિ.) દેશકથા કરવી નહિ. (જુદા જુદા દેશોની તથા ત્યાંની સારી-નરસી ચીજ-વસ્તુઓની વાતો કરવી નહિ.). ભક્તકથા કરવી નહિ. (ભોજન સંબંધી વાતો કરવી નહિ. તેના ગુણ-દોષ બોલવા નહિ.) બીજાની નિંદા કરવી નહિ. જો અજાણે નિંદા થઈ જાય તો ૨૧ વાર મિચ્છા મિ દુક્કડું' બોલવું. જો જાણીને નિંદા થઈ જાય તો ૨૧ ખમાસમણ આપવા. વધારે પડતું ઊંધ્યા કરવું નહિ. (રાત્રે ......... કલાકથી વધુ અને દિવસે........ કલાકથી વધુ ઊંઘવું નહિ. માંદગી વગેરે નિમિત્તે છૂટ.). ૨૮) બગીચામાં ફરવા જવું નહિ. ગંદી ગાળો બોલવી નહિ, કૂતરા, ગધેડા, ચોર, હિજડા, પાગલ વગેરે અપશબ્દો બોલવા નહિ. તથા હાથ કપાઈ ગયો છે? પગ ભાંગી ગયો છે? મરી ગ્યો તો? મર... મર..., પેટે પથરો પાક્યો હોત તો સારું હતું વગેરે કર્કશ વચનો બોલવા નહિ. ઝગડો, મારામારી કે ગાળાગાળી કરવા નહિ. ૩૧) આળસ કે બેદરકારીથી ઘી, તેલ, ગોળ, છાશ વગેરેના ભજનો ઉઘાડા મૂકવા નહિ. (કેમકે તેમાં જીવજંતુઓ પડે તે મરી જાય.) સમકિત-મૂલ-બાર વ્રત ૪૦ ૧૨૪ અતિચાર છે ૧૦). ૧૧) ૧૨). ૧૩) .... ના ૧૪). ૧૫) ૧૬). ૧૭). ૧૮) ૩૦) સમકિત-મૂલ-બાર વ્રત (૩૯) ૧૨૪ અતિચાર

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37