Book Title: Samkit Mul 12 Vrat 124 Atichar
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

View full book text
Previous | Next

Page 19
________________ આઠમું વ્રત અનર્થદંડ વિરમણવ્રત - ગુણવ્રત ત્રીજું મુખ્ય પ્રતિજ્ઞા અને આજ્ઞાપાલન રૂપ પુણ્યફળ પણ ઘણું મળે. આ માટે રોજ ચૌદ નિયમો ધારવા જોઈએ. (વિસ્તાર માટે જુઓ મારું પુસ્તક ‘દરિયા જેટલાં પાપ ખાબોચિયામાં'.) ભોગ અને ઉપભોગના પદાર્થોને ભોગવવાની પ્રતિજ્ઞા દ્વારા મર્યાદા બાંધવી તે ભોગોપભોગ વિરમણ વ્રત કહેવાય તથા ભોગઉપભોગના પદાર્થોને મેળવવાના ઉપાય રૂ૫ વ્યાપાર-ધંધા બાબતે મર્યાદા બાંધવી તે પણ ઉપચારથી આ વ્રતમાં ગણાય છે. ખરેખર તો શ્રાવકે નિર્જીવ (અચિત્ત) અને નિરવઘ (આરંભ રહિત) આહારાદિ મેળવવા-વાપરવા જોઈએ. તે શક્ય ન બને તેમ હોય તો છેવટે માંસ વગેરે ૨૨ અભક્ષ્ય, ૩૨ અનંતકાય, રાત્રિભોજન વગેરેનો તો ત્યાગ કરવો જ જોઈએ. અને બાકીના અંગે ૧૪ નિયમથી નિયંત્રણ કરવું જ જોઈએ. ગૃહસ્થ પોતાના કુલને ઉચિત નિરવ (નિષ્પા૫) વ્યાપારથી આજીવિકા મેળવવી જોઈએ. જો તેમ કરતાં જીવનનિર્વાહ મુશ્કેલ થાય, તો પણ જે વ્યાપાર-ધંધાદિથી અતિ તીવ્ર કર્મબંધ થાય તેવા અયોગ્ય લેવડ-દેવડાદિ વ્યવસાયો તો અવશ્ય છોડી દેવા જોઈએ. અલ્પ આરંભવાળા આજીવિકાના ઉપાયોનું પણ પ્રમાણ નક્કી કરવું જોઈએ. (જે પોતાના કે સ્વજનાદિના નિમિત્તે કરવું જ પડે તેમ હોય, વળી જે કર્યા વિના ગૃહસ્થાશ્રમનું પાલન ન થઈ શકે તેમ હોય તે અર્થદંડ (કારણે કરવું પડતું પા૫) કહેવાય. જ્યારે જે પાપ તેવા કોઈ કારણ વિના જ કરાય તે અનર્થદંડ કહેવાય. આવા અનર્થદંડનો શ્રાવકે વધુ ત્યાગ કરવો. તે ચાર પ્રકારે છે.) ૧) અપધ્યાન (ખોટા વિચારો કરવાનો) ત્યાગ. ૨) પાપકર્મોપદેશ (પાપકર્મનો ઉપદેશ આપવાનો) ત્યાગ. ૩) હિંસકાર્પણ (હિંસક વસ્તુઓ બીજાને આપવાનો) ત્યાગ. ૪) પ્રમાદાચરણ (વિના કારણે કે મનોરંજનાદિ નિમિત્તે કરતા પાપકાર્યનો) ત્યાગ. ૧૪ નિયમ વિષે સરળ ભાષામાં જાણવા માટે સ્વાધ્યાય પીઠ દ્વારા પ્રગટ થયેલું પુસ્તક દરિયા જેટલા પાપ ખાબોચિયામાં | (રૂા. ૮/-). આજે જ મેળવી લો. (આ માટે વિસ્તારથી પેટા નિયમોમાં આપેલ છે. માટે તેના આધારે જ પ્રતિજ્ઞા લેવી.) સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37