Book Title: Samkit Mul 12 Vrat 124 Atichar
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

Previous | Next

Page 17
________________ વાંચવા જેવું.... સાતમું વ્રત ભોગોપભોગવિરમણવ્રત-ગુણવત બીજે ગુણવ્રતોની સહાય વિના એકલા અણુવ્રતોનું વિશુદ્ધ પાલન શક્ય નથી. ગુણવ્રતો ત્રણ છે. આ ગુણવ્રતો અણુવ્રતોમાં ગુણ-ફાયદો-વૃદ્ધિ કરે છે માટે તે ગુણવ્રત કહેવાય છે. મુખ્ય પ્રતિજ્ઞા પહેલું ગુણવ્રત-દિવિરતિ વ્રત લેવાથી છૂટ રાખેલ ક્ષેત્રથી બહારના તમામ ક્ષેત્રોના તમામ પાપો સાથેનો આપનો સંબંધ રદ થાય છે, નક્કી કરેલ ભૂમિથી બહાર રહેલા ત્રસ અને સ્થાવર જીવોને અભયદાન અપાય છે, અને લોભરૂપી સમુદ્ર મર્યાદિત થાય છે, અલબત્ત નક્કી કરેલ ક્ષેત્રની બહાર ધન કમાવાદિ માટે જવાનો લોભ અટકે છે. * ૨૨ અભક્ષ્યનો ત્યાગ. (વિસ્તાર માટે જુઓ પરિશિષ્ટ-૧) * ૧૫ કર્માદાન સ્વરૂપ ધંધાનો ત્યાગ. (વિસ્તાર માટે જુઓ પરિશિષ્ટ-૨) * કોટવાલ, જેલર વગેરે રાજ્યની ક્રુર નોકરીનો ત્યાગ. (ઉપરના નિયમો લેતાં પહેલાં પરિશિષ્ટનો બરાબર અભ્યાસ કરી લેવો. ક્યાંય વધુ છૂટ ન લેવાય તો સારું. છેવટે શક્તિ મુજબ વધુમાં વધુ ત્યાગ કરવો. વળી પ્રતિજ્ઞા જીવનભરની અથવા છેવટે અમુક વર્ષની લેવી.) જીવન ઘડતર, સ્થાપના, ગુરુવંદન, કાઉસ્સગ્ગ, પ્રભુદર્શન, મુહપત્તિનું પડિલેહણ, સામાયિક, ચૈત્યવંદન, અષ્ટપ્રકારી પૂજા, દેવવંદન, પૌષધ વગેરે વિષયો ઉપર ટૂંકાણમાં સરળ શૈલીમાં પદ્ધતિસરની સૂત્ર-વિધિ સહિતની સુંદર સમજાવટ પીરસતું પુસ્તક મનવા ! જીવન જ્યોત પ્રગટાવ” વાંચવાનું ચૂકતા નહિ. ભૂતકાળના થયેલા પાપોનું પશ્ચાતાપપૂર્વક સદ્ગુરુ. પાસે પ્રાયશ્ચિત્ત લઈ લેવું જોઈએ. વર્તમાનમાં પાપોથી અટકવું જોઈએ અને ભાવિ માટે પ્રતિજ્ઞાબદ્ધ બનવું જોઈએ. ભક્ષ્ય-અભક્ષ્ય, પેય-અપેય વગેરેની વ્યવસ્થિત માહિતી સરળ ભાષામાં મેળવવા માટે સ્વાધ્યાય પીઠ દ્વારા પ્રગટ થયેલું પુસ્તક રસોડાનું તત્ત્વજ્ઞાન (રૂા. ૨૦/-) આજે જ મેળવી લો. સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર સમકિત-મૂલ-બાર વ્રત (૩૨) ૧૨૪ અતિચાર

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37