Book Title: Samkit Mul 12 Vrat 124 Atichar
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

View full book text
Previous | Next

Page 18
________________ જામફળ, કેરી વિગેરેને લીલોતરી માનતા નથી. પરંતુ તે લીલોતરી જ છે. કાંઈ સુકોતરી-સુકવણી નથી.) ચા-કોફીનો ત્યાગ. સોપારીનો ત્યાગ. તમાકુવાળા કે સાદા પાનનો તેમજ પાન-પરાગનો ત્યાગ. (પાનને પાણીમાં પલાળી રાખવામાં આવતાં હોવાથી તેમાં તે જ કલરના લીલ-ફગ-સેવાળ અને બીજા ત્રસજીવો તેમજ શુદ્ર જંતુનાઈડા આદિ ઘણા જીવની ઉત્પત્તિ થાય છે.) આંબલીના કચુકાનો ત્યાગ. થમ્સઅપ, કોકાકોલા, ફેન્ટા વગેરે તમામ ઠંડા પીણાનો ત્યાગ. આઈસ્ક્રીમ, તમામ પ્રકારની કુલ્ફી, બરફના ગોળા વગેરેનો ત્યાગ. બજારમાંથી મળતા કેરીના રસનો ત્યાગ. કોબીજ તથા ફલાવરનો ત્યાગ. (તેમાં તેના જેવા જ વર્ણવાળા ઝીણા ઝીણા ત્રસજીવો હોય છે.) વ્રત સાતમું- પેટાનિયમો | હોટલ અને બજારની ચીજોનો ત્યાગ. (વર્તમાનકાળ ભેળસેળ અને ભ્રષ્ટાચારનો જમાનો છે. સંપત્તિની મુચ્છ અને સ્વાર્થભાવો ખૂબ જ વધ્યા છે. ન્યાય-નીતિ આદિ ખલાસ થવા માંડ્યા છે. માંસાહાર જેવી ચીજોનો પ્રચાર ખૂબ જ વધારવામાં આવ્યો છે. આવા કાળમાં બજારની ચીજો ઉપર કોઈ વિશ્વાસ રાખી શકાય તેવું નથી. દૂધ, તેલ અને ઘી વગેરેમાં પશુની ચરબી, લોટ વગેરેમાં માછલીના લોટની ભેળસેળ તેમજ અન્ય ખાદ્ય-ખોરાકી ચીજોમાં ઈડાનો રસ વગેરે મીક્ષા થઈ રહ્યો છે. બિસ્કીટ, પીપરમીંટ, ચોકલેટ, કેડબરી, કેક, બ્રેડ, પાઉભાજી, લોટની ચીજો, તળેલી ચીજો વગેરે તમામ આજે ત્યાજ્ય બની છે.) બીડી, સિગારેટ, તમાકુ, માવો, ચરસ, હેરોઈન વગેરે વ્યસની ચીજોનો ત્યાગ. (તમાકુ હૃદય-ફેફસાં વગેરે માટે ખુબ જ ઘાતક છે. કેન્સર, ટી.બી. વગેરે રોગનું ઉત્પાદક છે અને શરીરની લોહી-વીર્ય વગેરે શક્તિઓને બાળી નાખે છે. સીગારેટમાં જે નીકોટીન છે તેને જ્યારે બળતણનું રૂપ મળે છે ત્યારે તેનું ઉષ્ણતામાન ૧.૭૦૦ ફેરનહીટ સુધી થવા જાય છે. જે ફેફસાં અને શ્વાસનળીને સીધી અસર કરે છે. હવે તો સીગારેટમાં નીકોટીન ઉપરાંત એમોનિયા અને બીજા જલદ તત્ત્વોનું એટલી હદે મિશ્રણ કરવામાં આવે છે કે તેની સીધી અસર હદય ઉપર થાય છે. અને છેલ્લા ડોક્ટરી રીપોર્ટ મુજબ ૭૬ ટકા લોકો જાણે-અજાણે કેન્સરનો ભોગ થઈ રહ્યા છે. એઈડઝ પણ એકબીજાની સિગારેટનો એક દમ ભરવાથી અસર પકડી લે છે. બસ-સ્ટેન્ડ, એરપોર્ટ, જાહેરસભા, પરીષદો, સિનેમાગૃહો એ એવી જગ્યાઓ છે કે જ્યાં ૩૦ થી ૪૦ ટકા ધુમ્રપાન કરનારાઓ બાકીના ૫૦ થી ૬૦ ટકાને જાણે-અજાણે નુકશાન પહોંચાડી રહ્યા છે.) દશ/પાંચ પર્વતીથિએ લીલોતરી ત્યાગ. (લીલોતરીમાં તમામ ફુટ, ફળાદિ પણ આવી જાય છે. કેટલાક અન્ન લોકો પાકા કેળા, સમકિત-મૂલ-બાર વ્રત (૩૩) ૧૨૪ અતિચાર ૧૦) ૧૧) વાંચવા જેવું... જે ચીજ એક જ વખત વપરાશમાં લઈ શકાય તે ભોગ સામગ્રી કહેવાય. જેમ કે રોટલી, દાળ, શાક, ભાત, મીઠાઈ વગેરે ભોજન તથા વિલેપન વગેરે. જે ચીજ વારંવાર વપરાશમાં લઈ શકાય તે ઉપભોગ સામગ્રી કહેવાય જેમકે-ઘરેણાં, વસ્ત્ર, પગરખા, સ્ત્રી વગેરે. જગતમાં ભોગ અને ઉપભોગ (ભોગપભોગ) ની ચીજો અનેક છે, જ્યારે આપણા વપરાશમાં તો અમુક ચીજો આવે છે અને તે પણ અમુક મર્યાદામાં જ. જો આ બાબતમાં પ્રતિજ્ઞા દ્વારા મર્યાદા બાંધી દઈએ, તો સાવ અલ્પ જ (છૂટ રાખી હોય એટલું જ) પાપ લાગે સમકિત-મૂલ-બાર વ્રત (૩૪) ૧૨૪ અતિચાર

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37