Book Title: Samkit Mul 12 Vrat 124 Atichar
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

Previous | Next

Page 13
________________ વ્રત ચોથું સ્થૂલ મૈથુન વિરમણ વ્રત મુખ્ય પ્રતિજ્ઞા વ્રત ત્રીજું-પેટાનિયમો ૧. ખાતર પાડવું, લૂંટ કરવી, ખીસું કાતરવું, કિંમતી વસ્તુની ઉઠાંતરી કરવી વગેરે સ્વરૂપની મોટી ચોરી કરવી નહિ. ૨. અન્યની માલિકીની વાડી કે વૃક્ષાદિ ઉપરથી નાળિયેર, કેરી, કેળાં, સફરજન, ચીકુ વગેરે ચોરવા નહિ. (માલિકની રજા લઈને લેવાની છૂટ.) ૩. માલિક કે માળીની રજા લીધા વિના બગીચા કે કુંડા વગેરેમાંથી પુષ્પો તોડવા નહિ. ૪. રસ્તામાં પડેલા પૈસા કે અન્ય કિંમતી વસ્તુ લેવી નહિ. દાણચોરી કરવી નહિ, કરાવવી પણ નહિ. કોઈની રકમ, દાગીના વગેરે કે મકાન વગેરે પચાવી પાડવા નહિ. ૭. વસ્તુની ભેળસેળ કરી ગ્રાહકને છેતરવા નહિ. તોલ, માપ વગેરેમાં ઉસ્તાદી કરી ગ્રાહકને છેતરવા નહિ. ૯. વેપારમાં વસ્તુની અદલાબદલી કરવી નહિ. ૧૦. પતંગ, દોરી વગેરે લૂંટવા નહિ. ૧૧. કંપાસ, ફટપટ્ટી, રબર, પેન્સિલ, નોટબુક, પુસ્તક, ધાર્મિક પુસ્તક, સાપડો વગેરે ભણવા-ગણવાની ચીજોની ચોરી કરવી નહિ. ૧૨. સ્લીપર વગેરે જોડાની ચોરી કે અદલાબદલી કરવી નહિ. વૈક્રિય શરીરવાળા (દેવ વગેરે) સાથે મૈથુન (અબ્રહ્મ) નું પાપ કરવું નહિ, બીજા પાસે કરાવવું નહિ. તિર્યંચ સાથે મૈથુન (અબ્રા) નું પાપ કરવું નહિ. પરસ્ત્રીગમન (પરપુરુષગમન) ત્યાગ. (પુરુષ માટે બીજાની પરણેલી સ્ત્રી સાથે, સ્ત્રી માટે બીજાના પરણેલા પુરુષ સાથે મૈથુનનો ત્યાગ.) સ્વસ્ત્રી સંતોષ (સ્વપુરુષ સંતોષ) (પુરુષ માટે પોતાની પત્ની સિવાયની તમામ સ્ત્રીઓ સાથે, સ્ત્રી માટે પોતાના પતિ સિવાયના તમામ પુરુષો સાથે મૈથુનનો ત્યાગ.) (સ્ત્રી એ પુરુષ સાથે અને પુરુષ સ્ત્રી સાથે સંભોગ કરવો તે સ્થૂલ મૈથુન કહેવાય. આવા સ્થૂલ મૈથુનનો ઉપર મુજબ યોગ્ય રીતે શ્રાવકે ત્યાગ કરવો. વેદમોહનીયના ઉદયથી, કામવાસના પેદા થતાં ઈન્દ્રિયોમાં જે સહજ વિકાર થાય તે સૂક્ષ્મમૈથુન કહેવાય. તેની પ્રતિજ્ઞા શ્રાવકે લીધી નથી.) વાંચવા જેવું * ચોરીનો ત્યાગ કરવાથી લોકમાં વિશ્વાસ, પ્રશંસા, ધન-ધાન્યાદિ સમૃદ્ધિની વૃદ્ધિ, મનની સ્થિરતા, નિર્ભયતા, ઠકુરાઈ, સ્વર્ગાદિ સુખો અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. * ચોરી કરવાથી દીર્ભાગ્ય, દાસપણું, અંગોપાંગના છેદ, દરિદ્રતા, નિંદા, ધિક્કાર, તિરસ્કાર, જેલ, ફાંસી વગેરે પ્રાપ્ત થાય છે. ચોરીના વ્યસનથી નરકમાં ઘણા કાળ સુધી મહાદુઃખો ભોગવવા પડે છે. ત્યાંથી નીકળ્યા પછી પણ માછીમાર, ઠુંઠા, હીન અંગોપાંગવાળા, બહેરા, આંધળા વગેરે સ્વરૂપે જન્મો થાય છે. હજારો ભવો સુધી મહાકષ્ટો ભોગવવા પડે છે. સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37