Book Title: Samkit Mul 12 Vrat 124 Atichar
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

View full book text
Previous | Next

Page 14
________________ વ્રત ચોથું-પેટાનિયમો વાંચવા જેવું.... લોકઃ ગો આયોજિં, દવા શારે ગામવા तस्स न तत्तिअ पुण्णं, जत्तिअ बंभव्वए धरिए.॥ અર્થ: ક્રોડ સોનામહોરનું દાન કરવામાં કે સુવર્ણનું દહેરાસર બંધાવવામાં જે પુણ્ય બંધાય, તેના કરતાં પણ વધુ પુણ્ય નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરવામાં બંધાય છે. ૧. મહિનામાં.......... દિવસ અને....... રાત્રિ બ્રહ્મચર્યનું પાલન કરવું. ૨. વેશ્યાગમન, કુમારિકા સ્ત્રી, રખાત સ્ત્રી વગેરેનો ત્યાગ. (સ્ત્રીએ વેશ્યાપુરુષ વગેરે સમજવા.) ૩. સજાતીય પાપનો ત્યાગ. (પુરુષે પુરુષ સાથે અને સ્ત્રીએ શ્રી સાથે કામચેષ્ટાદિ કરવા નહિ.) ૪. હસ્તમૈથુન કે વિકૃત કામક્રીડા કરવી નહિ. લગ્ન પૂર્વે કોઈ પણ સ્ત્રી સાથે (સ્ત્રીએ કોઈ પણ પુરુષ સાથે) કામવાસનાથી પ્રેરાઈને નાટક, સિનેમા, સરકસ વગેરે જોવા જવું નહિ કે ફરવા જવું નહિ. લગ્ન પૂર્વે કોઈપણ સ્ત્રી સાથે (સ્ત્રીએ કોઈપણ પુરુષ સાથે) કામચેષ્ટાદિ કરવા નહિ. કામવાસનાથી પ્રેરાઈને સ્ત્રીની (સ્ત્રીએ પુરુષની) મશ્કરી વગેરે કરવી નહિ. સ્ત્રીએ પુરુષ સાથે અને પુરુષ સ્ત્રી સાથે ગરબા વગેરે રમવા નહિ કે નાટકાદિ કરવા નહિ. (વિજાતીય સાથે ગરબા વગેરે રમવામાં દિલમાં વાસના ઉતેજિત થવાની પૂરી શક્યતા છે.) કોઈના સગપણ કે લગ્ન વગેરે જોડાવી આપવાની પ્રવૃત્તિ કરવી નહિ. (જો માથા ઉપર જવાબદારી હોય તો પોતાના કુટુંબ પૂરતી છૂટ.) ૧૦. સમૂહલગ્ન વગેરે ભયંકર પાપજનક અને ઘાતક પ્રવૃત્તિમાં ભાગ લેવો નહિ. ૧૧. તિર્યંચ સંબંધી મૈથુન કરાવવું નહિ. (જેમણે ઘરમાં પશુઓ પાળ્યા હોય તેમણે આ પ્રતિજ્ઞામાં યોગ્ય છૂટછાટ લઈ લેવી.) * બ્રહ્મચર્યનું પાલન કરવાથી ઠકુરાઈ, ધન-ધાન્યાદિની વૃદ્ધિ, રાજ્ય, નિર્મળ કીર્તિ, નિર્વિકારી બળ, રોગપ્રતિકારક શક્તિ, શરીરનું આરોગ્ય, ઈચ્છિત કાર્યની સિદ્ધિ, સ્વર્ગીય સુખો અને અલ્પકાળમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. અબ્રહ્મના પાપથી જેલ, ફાંસી, ધનનો નાશ, ક્ષય વગેરે રોગો, રોગ પ્રતિકારક શક્તિનો નાશ, માનસિક નબળાઈ, વારંવાર માંદગી, અલ્પાયુ, ઈચ્છિત કાર્યોમાં અસફળતા, ઉદ્વેગ, બેચેની, અપ્રિયતા વગેરે અનેક નુકશાન થાય છે. પરભવમાં નપુંસક, કપાયેલી ગુખેન્દ્રિયવાળા, કદરૂપા, ભગંદર રોગવાળા વગેરે તરીકે જન્મ થાય છે. પરપુરુષગમન કરનારી સ્ત્રી આ ભવમાં કે પરભવમાં વિધવા થાય છે, ચોરીમાં રંડાપો આવે છે, વાંઝણી થાય છે, મરેલા બાળકને જન્મ આપનારી બને છે. દેવદ્રવ્યના ભક્ષણથી અને પરસ્ત્રી સેવનથી (પરપુરુષ સેવનથી) જીવ સાતવાર સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. માટે અબ્રહ્મના પાપને તિલાંજલી આપવી. સ્ત્રીની યોનિમાં ગર્ભજ મનુષ્યો ઉત્કૃષ્ટથી નવલાખ ઉપજે છે અને તે સિવાય બેઈન્દ્રિય જીવો અસંખ્યાતા ઉપજે છે. તેમજ સંમૂર્ણિમ મનુષ્યો પણ અસંખ્યાતા ઉપજે છે અને મારે છે. સ્ત્રીસંભોગથી તે સર્વ જીવોનો એક સાથે નાશ થાય છે, માટે આ પાપથી સદા દૂર રહેવું. સમકિત-મૂલ-બાર વ્રત (૨૫) ૧૨૪ અતિચાર સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37