Book Title: Samkit Mul 12 Vrat 124 Atichar Author(s): Malaykirtivijay Publisher: MalaykirtivijayjiPage 12
________________ * વાંચવા જેવું.. સત્યવાદીને સર્વે મંત્રો, યોગો વગેરે સિદ્ધ થાય છે. ધર્મ, અર્થ અને કામ સત્યને આધીન છે. જૂઠ ન બોલવાથી રોગ, શોક વગેરે નાશ પામે છે. યશઃકીર્તિનું મૂળ, વિશ્વાસનું પરમ કારણ, સ્વર્ગનું બારણું અને મોક્ષનું સોપાન સત્ય છે. ભવોભવ અપ્રિય બોલનારો થાય, બીજા તરફથી તિરસ્કાર, અપમાન મળે; અહિતકર વચનો સાંભળવા પડે, યશવાદ કોઈ બોલે નહિ, શરીર દુર્ગંધી મળે, તેનું બોલેલું કોઈને ગમે નહિ, ભાષા કઠોર-કડવી હોય, બુદ્ધિ વિનાનો મુર્ખ, તોતડો, બોબડો, મુંગો થાય – આ બધા શરીરના, મુખના અને ભાષાના દોષો જૂઠ બોલવાથી થાય છે. અરે ! આ ભવમાં ય જેલ, ફાંસી, અપયશ, નિર્ધનતા, દરિદ્રતા, દુશ્મની વગેરે પામે છે. દુષ્ટ આશયથી બોલાયેલું જૂઠ છે, પણ જીવદયા શીલપાલન, સંસ્કૃતિના મૂલ્યોનું રક્ષણ, ધર્મરક્ષા વગેરે શુભ આશયોથી જૂઠ બોલવાનો પ્રસંગ આવે તો તેમાં દોષ કે વ્રતભંગ નથી. પ્રતિજ્ઞા બુક અઠવાડિયામાં એક વાર તો અવશ્ય વાંચવી. તેથી લીધેલી પ્રતિજ્ઞાઓ સ્મરણ પટ ઉપર રહેશે. પ્રતિજ્ઞા ભૂલી જવામાં પણ દોષ છે. સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર વ્રત ત્રીજું સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત ⭑ મુખ્ય પ્રતિજ્ઞા જે ચોરી કરવાથી ચોરીનું કલંક લાગે અને રાજદંડ થાય અથવા વ્યવહારમાં ચોર કહેવાઈએ તેવી મોટી વસ્તુઓની ચોરી કરવી નહિ તથા બીજા પાસે તેવી ચોરી કરાવવી નહિ. (* જે માલિકે ન આપેલું હોય તે લેવું તેનું નામ અદત્તાદાન = ચોરી. મૂલ્યવાન્ વસ્તુ, ધન, રૂપિયા, વાડીમાંથી નાળિયેર વગેરે વસ્તુઓની ઉઠાંતરી કરવામાં ચોરી કરવાની દૃષ્ટ બુદ્ધિ હોય છે, માટે તે સ્થૂલ ચોરી કહેવાય, જ્યારે ચોરી કરવાની બુદ્ધિ વિના જ માટીનું ઢેફું, પુષ્પ, રાખ, ધૂળ, ટાંચણી વગેરે સામાન્ય વસ્તુ લેવી તે સૂક્ષ્મ ચોરી તે કહેવાય. શ્રાવકને સ્થૂલ ચોરીની પ્રતિજ્ઞા છે, જ્યારે સૂક્ષ્મ ચોરી બાબતે જયણા (છૂટ) રાખવામાં આવી છે.) સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચારPage Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37