Book Title: Samkit Mul 12 Vrat 124 Atichar Author(s): Malaykirtivijay Publisher: Malaykirtivijayji View full book textPage 4
________________ C[ પહેલાં હમાણાસ લન વ્રત લેનાર જો માણસ જ ન હોય તો કેમ ચાલે? સભ્ય દર્શનાદિ રૂપ મોક્ષમાર્ગ ઉપર આવવા માટે પહેલા માણસ બનવું જરૂરી છે. તે માટે નીચેના નિયમોમાંથી શક્ય વધુ નિયમો ધારણ કરવા. ૧) સવારે અથવા અનુકૂળતા મુજબ માતા-પિતાના ચરણોમાં પડવું. ૨) પુત્રવધૂઓએ સાસુ-સસરાના ચરણોમાં પડવું. ૩) કોઈને પણ પીડા ઉપજે તેવું બોલવું નહીં તથા આચરણ કરવું નહીં. છતાં ભૂલ થઈ જાય તો કામા માંગવી તથા ઊભા ઊભા ૧૦ ખમાસમણ આપવા. આંગણે આવેલ ગરીબને પ્રેમપૂર્વક ખાવાનું આપવું. ગાય, કૂતરા વગેરે પશુઓ તથા કબૂતર વગેરે પક્ષીઓને ખાવાનું આપવુંદાણા નાખવા. મહિનામાં ... વખત. જૈન વડીલો અથવા જૈન શિક્ષકો વગેરેને બે હાથ જોડી ‘પ્રણામ' કહેવું તથા અજૈન શિક્ષકો વગેરેને બે હાથ જોડી “જય જિનેન્દ્ર' કહેવું. જીવદયા, અનુકંપા વગેરે કાર્યોમાં વર્ષે......... રૂા. નો સદ્વ્યય કરવો. ૮) હોટલોમાં તથા રસ્તામાં લારીઓ ઉપર ઊભા ઊભા ભોજન ન કરવું તથા અયોગ્ય સ્થાનોએ ફરવા-રખડવા ન જવું. ૯) રાત્રિભોજન ન કરવું. છેવટે રાત્રે બહાર ગમે ત્યાં - હોટલ-લારીઓ વગેરે સ્થાને તો નહીં જ ખાવું. ૧૦) માંસ ભક્ષણ ન કરવું. ૧૧) માણસ કે પશુ-પંખીઓનો શિકાર ન કરવો. ૧૨) પરબ્રીગમન તથા વેશ્યાગમન ન કરવું. ૧૩) રસીઓ સાથે (રત્રીઓએ પુરુષો સાથે) નાચગાન વગેરે ન કરવા. ૧૪) જુગાર રમવો નહીં. ૧૫) દારૂ પીવો નહીં. ૧૬) બીડી-સિગારેટ વગેરે પીવા નહીં તથા તમાકુ લેવું નહીં. ૧૭) મધ પાડવું નહીં તથા મધ વાપરવું નહીં. સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર સભ્યત્વ મુખ્ય પ્રતિજ્ઞા સુદેવ, સુગુરુ, સુધર્મનો સ્વીકાર કરું છું અને કુદેવ, કુગુરુ, કુધર્મનો ત્યાગ કરું છું. તે નીચે મુજબ ૧) વીતરાગ તીર્થંકર ભગવાનનો હું મારા ભગવાન (સુદેવ) તરીકે સ્વીકાર કરું છું. તે સિવાય કોઈ પણ લૌકિક જગતમાં મનાતા રાગી કે દ્વેષી ભગવાન-દેવ-દેવી વગેરેને ભગવાન (સુદેવ) તરીકે હું માનીશ નહીં. તીર્થંકર ભગવાનના દર્શન કર્યા વિના સવારે નવકારશી-ભોજનપાણી-મંજન વગેરે કરીશ નહીં. પરંતુ જે પ્રદેશમાં નજીકમાં જિનમંદિર ન હોય તે પૂરતી છૂટ. ત્યારે પણ ભાવથી કે ફોટા સમક્ષ તો દર્શન કરીશ જ. ૩) મહિનામાં ...... દિવસ તીર્થંકર ભગવાનની પૂજા કરીશ. ૪) તીર્થકર ભગવાનના માર્ગે ચાલતાં પંચ મહાવ્રતધારી સાધુ-સાધ્વીજી ભગવંતોનો હું સુગુરુ તરીકે સ્વીકાર કરું છું. તે સિવાયના લૌકિક સાધુ-સંતોમાં સુગુરુ તરીકેની બુદ્ધિ કરીશ નહીં. રોજ ગુરુવંદન કરીશ. છેવટે સ્થાપનાજી સ્થાપીને કે ભાવથી ગુરુવંદન કરીશ. પાવાદમાં આવીને અન્ય સમુદાયના સારા સાધુઓ પ્રત્યે કુગુરુ, મિથ્યાત્વી, અવંદનીય વગેરે દુર્બુદ્ધિરૂપ અને મહામિથ્યાત્વનાં સ્થાનરૂ૫ માન્યતાનો સ્વીકાર કરીશ નહીં તથા સંઘભેદ થાય તેવી પ્રવૃત્તિમાં પડીશ નહીં. સાધુ-સાધ્વીઓની નિંદા તથા તેમના વિરુદ્ધની પ્રવૃત્તિમાં રસ લઈશ નહીં. ૮) સાધુનું નવાંગીપૂજન, સાધુની આરતી, દોરા-ધાગા વગેરે રૂ૫ શિથિલાચારને પોષણ આપીશ નહીં. સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર ( ૫Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37