Book Title: Samkit Mul 12 Vrat 124 Atichar
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

Previous | Next

Page 9
________________ વત પહેલું વ્રત પહેલું - પેટાનિયમો સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત મુખ્ય વ્રત નિકારણ નિરપરાધી ત્રસ (હાલતાચાલતાં) જીવોને મારી નાખવાની બુદ્ધિથી (ઈરાદાપૂર્વક - જાણીબૂઝીને) મારી નાખવા નહિ. તથા બીજા પાસે મારી નખાવવા નહિ. [* ત્રસ એટલે હાલતા-ચાલતા જીવો, જેવા કે-શંખ, કીડા, કૃમિ, ઈયળ, અળસીયા, કીડી, મંકોડા, જૂ, લીખ, માંકડ, મચ્છર, વાંદા, મધમાખી, પતંગિયા, વીંછી, સાપ, માછલા, પક્ષી, કુતરા, વાઘ, સિંહ, ઉદર, ઈડા, ગર્ભના જીવો વગેરે ત્રસ છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિના જીવો સ્થાવર કહેવાય છે. આ સ્થાવર જીવોની હિંસાનો ત્યાગ નથી, છતાંય શક્ય તેટલું બચવા પ્રયત્ન કરવો. * કારણ પ્રસંગમાં તથા અપરાધી જીવો સંબંધે ત્યાગ નથી, છતાંય તેવા પ્રસંગે હૈયું કરુણાભીનું રાખવું. * મારી નાખવાની બુદ્ધિથી હિંસા ત્યાગ છે, તેથી અજાણતાં કે આરંભથી થતી હિંસાનો ત્યાગ નથી. અલબત્ત વાહન-વ્યવહારનો ઉપયોગ, મકાનાદિ બનાવવા, ખેતી, રસોઈ ઈત્યાદિ પ્રસંગે થતી હિંસાનો ત્યાગ નથી. છતાં શક્ય તેટલી હિંસાથી બચવા પ્રયત્ન કરવો.] ગર્ભપાત કરવો નહિ, કરાવવો નહિ અને ગર્ભપાતની કોઈને પ્રેરણા કરવી નહિ. ૨. ડી.ડી.ટી. છંટાવવી; ખેતરમાં જીવહિંસા કરતી દવાઓ છંટાવવી; મછર, માંકડ, જૂ, ઉંદર, કીડી વગેરેને મારી નાંખતી દવાઓનો ઉપયોગ કરવો વગેરે પ્રકારની હિંસાનો ત્યાગ. ફટાકડા વગેરે દારૂખાનું ફોડવું નહિ. (દારૂખાનું ફોડવામાં ઘણા ત્રણજીવોની હિંસા, પશુ – પક્ષીઓમાં ગભરાટ, રાત્રે ગભરાટમાં ઉડેલ કબૂતરા વગેરેની બિલાડી વગેરે દ્વારા થતી હિંસા, કાગળ બળવાથી જ્ઞાનની ભયંકર આશાતના, લક્ષ્મીદેવી વગેરે ફોટાઓની હિંસા વગેરે ઘણા જ દોષો છે, વળી દારૂખાનું ફોડવાથી આત્મામાં કુરતાના સંસ્કારો પડે છે.) સગડી. ચૂલો, પ્રાયમસ, ગેસ, કૂકર વગેરે રસોઈ બનાવવાની સામગ્રીઓનો ઉપયોગ કરતાં પહેલાં પંજણીથી બરાબર પૂંજી લેવા તથા ચક્ષુથી બરાબર જોઈ લેવું જેથી જીવહિંસા થઈ ન જાય. (આ માટે એક પંજણી રસોડા ખાતે વસાવી લેવી જોઈએ. આવી પંજણીઓ પ્રભાવનામાં પણ આપવાથી લાભ મળે છે. કુમારપાળ રાજાની આજ્ઞાથી સૈનિકો ઘોડા ઉપર બેસતાં પહેલાં થોડાની પલાણ પૂંજતા અને આ માટે દરેક ઘોડાની પલાણે એક-એક પૂંજણી રહેતી.) પીવામાં કે સ્નાનાદિ માટે અળગણ પાણી વાપરવું નહિ. (અળગણ પાણીમાં ઘણા જીવો હોય છે. માટે પાણીને જાડા ઘટ્ટ ગરણાથી ગાળવું. ગાળતા બચેલો સંખારો-જેમાં પોરા વગેરે ત્રસજીવો હોય છે. તેની યુક્તિપૂર્વક રક્ષા કરવી. નળ ઉપર લગાડેલ ગરણા રોજ રોજ બદલતાં રહેવું. જો તેમ કરવામાં ન આવે તો ગરણામાં લીલ થઈ જાય છે અને લીલમાં અનંતા જીવોની હિંસા થાય છે, કુમારપાળ રાજાના અઢાર લાખ ઘોડાઓને ગાળીને જ પાણી વપરાવવામાં આવતું હતું.) સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર સમકિત-મૂલ-બાર વ્રત (૧પ ૧૨૪ અતિચાર

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37