Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org પણ અભિલેખે સિવાય સંભવિત નથી. બૌદ્ધ, જૈન, બ્રાહ્મણ તથા યુનાની ગ્રંથોના આધારે એવું મનાય છે કે નંદવંશીય નરેશ ધનનંદ મહાન સિકંદરને સમકાલીન હતું. આ તથ્ય સૌ કોઈ સ્વીકારે છે. અભિલેખવિદ્યા કેવી રીતે પ્રાચીન ભારતીય ઇતિહાસના કાલક્રમને નિર્ધારિત કરવામાં સહાયક બને છે એ અહી જોઈએ. સમ્રાટ અશોકના તેરમા શિલાલેખમાં ચાર યુનાની નરેશોને ઉલ્લેખ છે, જે અશોકના સમકાલીન હતા. જેમકે સીરિયાનો ઍન્ટીઓકસ ૨ (અંતક) જેણે ૨૬ ૧ ઈ. પૂ. થી ૨૪૬ ઈ. પૂ. રાજ્ય કર્યું. બીજે ઉત્તર આફ્રિકામાં સાઈરીનને શાસક, મેગાસ મક) જે ઈ. પૂ. ૨૫૦ થી ૨૪૨ ઈ. પૂ. સુધી રહ્યો. તુરમાય નામક ટેલેમી ૨ જો ઇજિપ્તને શાસક ઈ. પૂ. ર૭૭ થી ૨૪૭ ઈ. પૂ. સુધી રહ્યો. ચોથે અલિકમ્યુદર એપિરસનો એલેકઝાંડર ઈ. પૂ. ૨૭૨ થી ૨૨૫ ઈ. પૂ. અથવા કારેથને એલેકઝાંડર(ઈ. પૂ. ૨૫૫–૨૪૪). આ રીતે ઈ. પૂ. ૨૫૮ સુધી ચારેય રાજાઓ વિદ્યમાન હતા અને અશોક તેમને સમકાલીન હતિ, એ જાણી શકાય છે. એમ માની શકાય કે અશોકે પિતાને તેરમો લેખ શાસનકાલના તેરમાં વર્ષમાં લખ્યો હતો. અશોકના તેરમા શિલાલેખમાં લખ્યું છે કે તેણે આઠ વર્ષ સુધી રાજય કર્યું. ત્યારબાદ કલિંગ ઉપર વિજય મેળવ્યું, અર્થાત પિતાના રાજ્યાભિષેકના આઠ વર્ષ પછી તેણે કલિંગ ઉપર વિજય મેળવ્યું. સિંહલી ગ્રંથના અનુસાર પારસ્પરિક સંધર્ષને લીધે ચાર વર્ષ સુધી અશકે પિતાના રાજયાભિષેકના નવમા વર્ષમાં કલિંગ વિજય મેળવ્યો હોય, તો ૯+ ૪ = ૧૩ એમ ગાદી ઉપર બેઠા પછી ૧૩ માં વર્ષ પછી અથવા તે તેરમા વર્ષમાં શિલાલેખ લખાયો હોવો જોઈએ. ઉપયુક્ત યુનાની નરેશમાં મેગાસને મૃત્યુ ઈ. પૂ. ૨૫૮ માં થયું, એટલે તેરમે શિલાલેખ મેગાસના મૃત્યુથી અંદાજે બે વર્ષ પૂર્વ એટલે કે ઈ. સ. પૂર્વ ૨૫૬ માં લખાયે હૈ જોઈએ. આ રીતે ૨૫૬ + ૧૩ = ૨૬૯ ઈ. પૂ. અશાકનો રાજ્યાભિષેક થયો હોવો જોઈએ. દીપવંશમાં જશુળ્યા અનુસાર આંતરિક સંધર્ષને લીધે ૪ વર્ષ સુધી અશોક ગાદી ઉપર બેસી શકયો ન હતો. એથી ૨૭૦ + ૪ = ૨૭૪ ઈ, પૂ માં અશોક રાજા થયો. દીપવંશ અનસાર ગૌતમ બુદ્ધના મહાપરિનિર્વાણુના ૨૧૮ વર્ષ પછી અશોક રાજા થયો. આમ ૨૧૮ + ૨૭૦ = ૪૮૮ ઈ. પૂ. માં ભગવાન બુદ્ધનું નિર્વાણ થયું. આ તિથિ(૪૮૮ ઈ. પૂ.) ચીનની કેન્ટોની પરંપરા સાથે પણ મળતી આવે છે. આ પરંપરા અનુસાર ગૌતમ બુદ્ધના મહાપરિનિર્વાણ પછી દરેક વર્ષે એક બિંદુ મૂકવામાં આવ્યું હતું. બધા મળીને કુલ ૯૭૫ બિંદુ છે તે પરંપરા ઈ. સ. ૪૮૯ સુધી ચાલી હતી. આથી (૯૭૫– ૪૮૯ = ૪૮૬ ઈ. પૂ.) ચીની પરંપરા મુજબ ભગવાન બુદ્ધનું નિર્વાણ ઈ. પૂ. ૪૮૬ માં થયું. આ રીતે ભગવાન બુદ્ધને સમય નક્કી થયા પછી, હવે મગધના રાજાઓ એટલે કે બિંબિસાર, અજાતશત્રુ વગેરેથી માંડી છેક અશોક સુધીના રાજાઓને સમય જાણી શકાય છે. આ સાથે અશોકના સમય વડે મૌર્ય સમ્રાટોનો સમય પણ સહેલાઈથી મળી રહે છે. દા. ત. અશોકના રાજ્યાભિષેક ઈ. પૂ. ૨૬૯-૭૦ માં થશે. ચાર વર્ષ સુધી તે રાજ્યાભિષેક કરી શક્યો નહીં, એટલે ૨૭૦ + ૪ = ૨૭૪ ઈ. પૂ. અર્થાત ૨૭૪ ઈ. પૂ. માં તે ગાદી ઉપર બેઠે. એટલે કે બિંદુસારને સ્વર્ગવાસ ૨૭૪ ઈ. પૂ. આસપાસ થયો હશે. બિંદુસારે ૨૫ વર્ષ સુધી રાજ્ય કર્યું, એટલે ૨૭૪ + ૨૫= ૨૯૯ ઈ. પૂ. ૨૯૯ થી ઈ. પૂ. ૨૭૪ સુધી. ચંદ્રગુપ્ત મૌર્ય ૨૪ વર્ષ સુધી રાજ્ય કયુ (૨૯૯ + ૨૪ = ૩૨૩ ઈ. પૂ.). ૨૩ ઈ. પૂ. થી ૨૯૯ ઈ. પૂ. સુધી અર્થાત નંદ સમ્રાટ ધનનંદે ક૨૪ ઈ. ૫. સુધી રાજય કર્યું. કલિંગરાજ ખારવેલના હાથીગુફા લેખમાં જણાવ્યું છે કે पंचमें च दानी वसे नंद-राज-तिवस-सत-ओ(घा)टितं તનસુરિયarer Torrfક નાનું સ ચ ]તિ (ઉં. ૬) અર્થાત ખારવેલે તનસુલિયવાટા નહેર જે નંદરાજે ત્રણ વર્ષ પૂર્વે ખેદાવી હતી, પિતાના [સામીપ્ય : કટોબર, ”૮૭ થી માર્ચ, ૧૯૮૮ ૧૨૦] For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 100