Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 6
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org Shri Mahavir Jain Aradhana Kendra ૬ મારક લેખો : આવા શિલાલેખોમાં કઈ મહાપુરુષ અથવા નરેશનું એવું વર્ણન આવે છે, જે કોઈ વિશેષ અવસરની યાદ અપાવે છે, જેમ કે અશોકના રશ્મિન દેઈ લેખમાં ભગવાન બુદ્ધના જન્મસ્થળનું વર્ણન છે. અંધૌ જિ. કચ્છ)માંથી મળેલા કામક ક્ષત્રપ રાજા ચાષ્ટનના યટિલે પણ સંબંધીની સ્મૃતિ અર્થે યષ્ટિ ઊભી કરાવ્યાનું જણાવે છે. ૧૦ અ. દાનશાસને : બિહારના ગયા જિલ્લામાં આવેલા બરાબર ડુંગરની ગુફાઓમાં કોતરાયેલા મૌર્ય રાજા અશોકના તથા દશરથના ત્રણ અભિલેખ તે તે ગુફા આજીવિકેને દાનમાં આપી હોવાનું જણાવે છે. દાનને લગતાં આવા શાસનોને “દાનશાસન કહે છે, ઓરિસ્સામાં ઉદયગિરિખંડગિરિમાં તથા દખણમાં નાસિક અને કાલની ગુફાઓમાં ક્ષહરાત ક્ષત્રપ તથા સાતવાહન વંશના રાજાઓનાં દાનશાસન કોતરેલાં છે. આ દાનશાસન તાંબાના પતરાં પર કોતરાવીને પણ આપવામાં આવતાં. એને “ તામ્રપત્ર” કે “તામ્રશાસન' કહેતા. તામ્રપત્રો પર કોતરેલાં ટૂંકા દાનશાસનના સહુથી જૂના નમૂના ઉત્તર ભારતમાં પહેલી સદીના મળ્યા છે. ગુજરાતમાં મળેલું સહુથી પ્રાચીન તામ્રપત્ર ૪ થી સદીનું છે. વલભીના ત્રિક વંશના રાજાઓનાં એકસોથી વધુ તામ્રશાસન મળ્યાં છે. ગુજરે, ચાલુક્યો અને રાષ્ટ્રોન ઘણું તામ્રશાસને પ્રાપ્ત થયાં છે. સોલંકી વંશનાં પણ અનેક તામ્રપત્ર મળ્યા છે, જેમ કે સિદ્ધરાજ જયસિંહનું વિ. સં. ૧૧૯૩ નું દાનપત્ર, કુમારપાલનું વિ સં. ૧૨૦૧ નું દાનપત્ર, અજુનદેવનું વિ. સં. ૧૩૨૦ નુ દાન૫ત્ર વગેરે. આમ અભિલેખવિદ્યા પ્રાચીન ભારતીય ઇતિહાસને અત્યંત મહત્ત્વપૂર્ણ આધાર છે, જેને અનેક પ્રકારથી અભ્યાસ આપણે કરી શકીએ છીએ. પ્રસ્તુત લેખમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક દષ્ટિએ અભિલેખેના મહત્વ વિશે વિવેચન કર્યું છે. અભિલેખેનું સૌથી મહત્વનું અનુદાન ભારતને ઇતિહાસ છે. જે અભિલેખ ન હોત, તો ભારતની અનેક મહાન વિભૂતિઓ અજ્ઞાત રહી હત. દા. ત., સમ્રાટ અશોક, અશકને આપણે શિલાલેખેના આધારે જ જાણીએ છીએ. જો કે સિંહલી બૌદ્ધ ગ્રંથોમાં અશોકનું વર્ણન થયું છે, છતાં માત્ર સાહિત્યિક પ્રમાણેનું કોઈ મૂલ્ય હોતું નથી. પ્રાચીન સાહિત્યમાં અનેક રાજાઓને નામોલ્લેખ છે, પરંતુ પુરાતત્વીય પ્રમાણોના અભાવે આવા રાજાઓને પ્રાચીન ઇતિહાસમાં કોઈ સ્થાન અપાતું નથી. આ માટે રામાયણ અને મહાભારત મહત્ત્વનાં ઉદાહરણ છે. વામીકિ રામાયણમાં સૂર્યવંશી નરેશ દશરથ તથા રામ-લક્ષ્મણને ઇતિહાસ છે, જેમના વિષયની અનેક બાબતે નિશ્ચિત છે અને બહુસંખ્યક વિદ્વાને આમની ઐતિહાસિકતાને સ્વીકાર કરે છે. પરંતુ પુરાતત્વીય પ્રમાણોના અભાવે એને ઇતિહાસના પૃષ્ઠોમાં સ્થાન આપવું મુશ્કેલ છે. આ જ સ્થિતિ મહાભારતની છે. પરંતુ મહાભારતના અસ્તિત્વને બતાવનારાં કેટલાંક પુરાતત્ત્વીય પ્રમાણે મળે છે, તેથી મહાભારતને તે ઇતિહાસના પૃષ્ઠોમાં સ્થાન આપી શકાય છે, છતાં આ અંગે વધુ શોધને અવકાશ તો છે જ. પ્રાચીન ભારતના ઇતિહાસને ઘણે અંશ અભિલેખે ઉપર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે કલિંગના રાજા ખારવેલે દક્ષિણથી ઉત્તર સુધી વિજય મેળવ્યો હતો, પણ તેને સાહિત્યમાં કયાંય ઉલેખ મળતો નથી. અભિલેખેનું રાજનૈતિક ઈતિહાસમાં સૌથી મોટું પ્રદાન કાલગણના છે, જે સાહિત્યિક તથ્યથી બરોબર પ્રમાણિત બની શકતું નથી. દેશકાળ તથા કાલગણના વિના ઇતિહાસમાં દાદા-દાદીની વાત જે બની રહે છે. પ્રાચીન કાળમાં ભારતવર્ષમાં ઘણું બધા સંવત પ્રયોજાયા. સંવતને સાચે નિર્ણય સામીપ્ય : ઑફટેબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮]. [૧૧૯ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 100