________________
ગપરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા-૧
યોગકશતક એ જિનભદ્રના ધ્યાનશતક અને પૂજ્યપાદના સમાધિશતક જેની શતપદ્યપરિમાણુ રચનાઓનું અનુકરણ છે. એમાં ૧૦૧ પદ્યો આ છન્દમાં છે. ૧૯૨૨માં મેં એની નોંધ લીધી ત્યારે એ ગ્રંથ ઉપલબ્ધ ન હતું. છેલ્લાં વર્ષોમાં એની એક તાડપાત્રીય પ્રતિ સંશોધક વિદ્વાન મુનિશ્રી પુણ્યવિજયજીને મળી. તે પ્રતિને આધારે તે ગ્રંથનું સંપાદન ડો. ઈન્દુકલા ઝવેરીએ કર્યું છે અને તે ગુજરાત વિદ્યાસભા ના ભો. જે વિદ્યાભવન તરફથી ઈ. સ. ૧૯૫૬માં પ્રગટ થયું છે. એ શતકની કઈ વ્યાખ્યા થઈ હોય તો તે સાત નથી, પણ એને અર્થ, એનું તુલનાત્મક વિવેચન તેમજ અગત્યના મુદ્દાઓને લગતાં અનેક પરિશિષ્ટ અને વિસ્તૃત પ્રસ્તાવના યુક્ત હાઈ એ સંસ્કરણ ગુજરાતી ભાષામાં ગ્રંથના હાર્દને સમજાવવા સાથે યોગતત્વ અને યોગના સાહિત્યને લગતી ઘણી માહિતી પૂરી પાડે છે.