________________
સમદશ આચાર્ય હરિભદ્ર (૯) કલેશે નિવારવાના ધ્યેયથી જ ગમાર્ગની વિવિધ પ્રણાલીઓ અસ્તિત્વમાં આવી છે, પણ એમાં એવી એક ગેરસમજ દાખલ થઈ ગઈ કે મન એ પોતે જ કલેશનું ધામ છે; તેથી એમાં જે વૃત્તિઓ કે કલ્પનાઓ ઉદયમાન થાય તે પણ બંધનરૂપ છે. એટલે એ મનોવ્યાપારને સર્વથા રૂંધવો એ જ નિર્વિકલ્પ સમાધિ. આમ કલેશનો છેદ કરવા જતાં કલેશ વિનાની વૃત્તિઓનો પણ ઉચ્છેદ એ એક યોગકાર્ય લેખાયું; એના અનેક સારા-નરસા ઉપાય યોજાયા. એમાં એક એવા ઉપાયની સ્થાપના કરો પક્ષ અસ્તિત્વમાં આવ્યો કે ધ્યાન એટલે જ ચિત્તને દરેક વ્યાપારથી રોકવું તે. આનું જ નામ વિકલ્પન-નિવૃત્તિ. આ પક્ષને લગતી એક મનોરંજક કહાણી ટિબેટન ભાષામાં લખાયેલ કમલશીલના જીવનમાંથી મળી આવે છે. હોશંગ નામનો એક ચીની ભિક્ષુ ટિબેટના તત્કાલીન રાજાને પિતાની યોગ વિશેની માન્યતા એ રીતે સમજાવતો કે ધ્યાન કરવું એટલે મનને વિચાર કરતું રોકવું. ક્યારેક એ રાજાને આ પ્રશ્ન પરત્વે સાચું બૌદ્ધ મંતવ્ય જાણવાની ઈચ્છા થઈ અને તેણે નાલંદા વિદ્યાપીઠના વિદ્વાન કમલશીલને ટિબેટમાં બોલાવ્યા. હોશંગ અને કમલશીલ વચ્ચે ચર્ચા ચાલી. રાજા મધ્યસ્થસ્થાને હતું. જે હારે તે જીતનારને માળા પહેરાવે અને ટિબેટમાંથી ચાલ્યો પણ જાય, એવી શરત હતી. હોશંગે પોતાનો પક્ષ રજૂ કર્યો, ત્યારે કમલશીલે તેના જવાબમાં જે કહ્યું તે મનેવિલયવાદીઓએ વિચારવા જેવું છે. કમલશીલે કહ્યું કે જે વિષયના વિચારોને રિકવા મન મથશે તે વિષય તેની સ્મૃતિમાં આવવાનો જ. વળી, જો કોઈ અવનવા ઉપાયોથી મનને સાવ બૂઠું કે નિષ્ક્રિય કરે તોય તે થોડા વખત પછી વિચાર કરવાનું જ. એ નિષ્ક્રિયતા જ મનમાં બળવો કરી વિચારચક્ર ચાલુ કરશે. મનને સ્વભાવ જ એવો છે કે તે ક્ષણમાત્ર પણ વિચાર કર્યા વિના જપી ન શકે. એમ કહી કમલશલે બૌદ્ધ પરિભાષા પ્રમાણે દર્શાવ્યું કે જે યોગી લકત્તર પ્રજ્ઞાની ભૂમિકામાં જવા ઈચ્છતો હોય કે સંધપ્રજ્ઞા મેળવવા ઈચ્છતા હોય, તેણે તે