________________
સમદર્શી આચાર્ય હરિભદ્ર છું,” એમ ગણીને જે કોઈ પણ પિતાના સમ્પ્રદાયને પૂજે છે, ને કેવળ પિતાના સંપ્રદાયની ભક્તિથી (ભક્તિના કારણે) પારકાના સમ્પ્રદાયને ગહે ( ધિક્કારે) છે તે વળી તે પ્રમાણે કરવાથી પિતાના સમ્પ્રદાયની વધારે સખ્ત હાનિ કરે છે.
અન્યમનસ્ના (જુદા ધર્મની ઉપર મન ચેટાડનાર માણસના) ધર્મને સાંભળવો તથા શુશ્રુષો (પૂજ), એ જ સારો [ સમવાય અથવા ] સંયમ [ છે ]. દેવોને લાડકા [ પ્રિયદર્શી રાજા ]ની આ જ ઈચ્છા છે કે, સૌ પાખંડે (સપ્રદાયના લેકે) બહુશ્રુત (બહુજ્ઞાની) તથા કલ્યાણગમ (કલ્યાણની તરફ જનાર: કલ્યાણસાધક) થાઓ. જેઓ ત્યાં ત્યાં (પિતપોતાના સમ્પ્રદાયમાં) પ્રસન્ન હોય તેમને કહેવું [3] સર્વ સમ્પ્રદાયના સારની બહુ વૃદ્ધિ [ દેવોને લાડકા પ્રિયદર્શી રાજાને જેવી લાગે છે ] તેવાં દાન અને પૂજા દેવોના લાડકા [ પ્રિયદશી રાજા ને લાગતાં નથી.
–અશોકના શિલાલેખમાંનું બારમું શાસન ૩૩. જૈન આગમ ‘ઉત્તરાધ્યયન'(અ. ૨૨), “અંતગડ આદિમાં ઉલ્લિખિત જૈન પરમ્પરા પ્રમાણે બાવીસમા તીર્થંકર નેમિનાથ અને તેમના ભાઈ રથનેમિ આદિ તપસ્વીઓનો સંબંધ સૌરાષ્ટ્ર સાથે છે (“કાવ્યાનુશાસન' ભા. ૨, પ્રસ્તાવના પૃ. ૨૧), અશોકના પૌત્ર સમ્મતિએ ઉજજયિનીમાં રહી મૌર્ય–શાસન પ્રવર્તાવ્યું ત્યારે તેણે પિતૃપરંપરાના દેશોમાં જૈન ધર્મને વિશેષે પ્રસાર કર્યો. તેમાં આન્ધ, દ્રવિડ આદિ નવા પ્રદેશો આવે છે. (“બહ૯૫” ગાથા ૩૨૭૫-૮૯; “નિશીથ' ગાથા ૨૧૫૪, ૪૪૬૩-૬૫, ૫૭૪૪-૫૮; “નિશીથ એક અધ્યયન” પૃ. ૭૩). અર્થાત તેને આજના માલવા-ગુજરાત-રાજસ્થાન-સૌરાષ્ટ્ર જેવા પ્રદેશોમાં નવો પ્રચાર કરવાની જરૂર હતી નહિ, કાલકાચાર્યની શકશાહીઓને વસાવવાની કથા જાણીતી છે (“નિશીથ' ગા. ૨૮૬૦), આચાર્ય ધરસેન પાસે ગિરનારમાં દક્ષિણ દેશના જૈન સાધુઓ અધ્યયન કરવા આવ્યાની વાત દિગંબરીય પરમ્પરામાં સુવિખ્યાત છે (“ધવલા',