________________
બીજા વ્યાખ્યાનની પાદટીપ
૧૧૫ પણ ગણાવ્યું છે. તેથી ત્યાં આતરોનું પ્રાધાન્ય સૂચિત થાય છે. જુઓ ગુજરાતની કીર્તિગાથા” પૃ. ૩૫, તેમજ દુર્ગાશંકરક્ત ભારતીય સંસ્કાર અને તેનું ગુજરાતમાં અવતરણ” પૃ. ૨૦૯ થી.
૩૦. જુઓ, શ્રી વિજયેન્દ્રસૂરિ : “મહાક્ષત્રપ રાજા રુદ્રદામામાં રુદ્રદામાને શિલાલેખ પંક્તિ ૮; તથા શ્રી રસિકલાલ પરીખ : “કાવ્યાનુશાસન' ભા. ૨, પ્રસ્તાવના પૃ. ૨૬.
અર્થશાસ્ત્રમાં પણ સૌરાષ્ટ્રને ઉલ્લેખ છે. જુઓ, “ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ (ખંડ ૧, ભાગ ૧-૨) પૃ. ૨૭.
૩૧. જુઓ, શ્રી રસિકલાલ પરીખ: “કાવ્યાનુશાસન” ભાગ ૨, પ્રસ્તાવના પૃ. ૨૫-૨૬; મૂળ લેખ માટે જુઓ ભરતરામ ભા. મહેતાઃ અશોકના શિલાલેખે.”
૩૨. દેવોને લાડકે પ્રિયદર્શી રાજા સર્વ પાખંડાને (સમ્પ્રદાયના કેને) તથા પ્રવ્રજિત (સાધુઓ)ને તથા ગૃહસ્થોને દાનથી તથા વિવિધ પૂજાથી પૂજે છે. પરંતુ સર્વ પાખંડ (સમ્પ્રદાય)ના સારની વૃદ્ધિ [દેવોને લાડકા પ્રિયદર્શી રાજાને જેવી લાગે છે ] તેવાં દાન અને પૂજા દેવોને લાડકા [ પ્રિયદર્શી રાજા ને લાગતાં નથી. પણ
આ ] સારની વૃદ્ધિ ઘણી જાતની [ છે ]; અને તેનું મૂળ વાચાગુતિ (બોલતાં સંભાળવું તે) છે. અપકારણે (નવા કારણે) પરપાખંડગર્હણથી (પારકાના સમ્પ્રદાયને ધિક્કારી) આત્મપાખંડપૂજા (પિતાના સમ્પ્રદાયની પૂજા) ન હોય (સારી નહિ). પ્રકારણે (યોગ્ય કારણે) તે લઘુકૃત હોઈ શકે (તેને ધિક્કારી શકાય). પણ તોયે તેણે પ્રકારણે (ગ્ય કારણે) પરપાખંડને (પારકાના સમ્પ્રદાયને) પૂજવો જોઈએ.
આમ કરતાં તે પોતાના સમ્પ્રદાયને વધારશે, અને પારકાના સમ્પ્રદાયની ઉપર ઉપકાર કરશે. તેનાથી અન્યથા (ઊંધું) કરતાં તે પિતાના સમ્પ્રદાયને છણશે (હણશે), અને પારકાના સમ્પ્રદાયની ઉપર પણ અપકાર કરશે. વળી, “હું પિતાના સમ્પ્રદાયને દીપાવું