________________
૧૦૧
એગપરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા બત્રીસ બત્રીશીઓ રચી છે. એ બધી જ સ્વોપા ટીકાવાળી છે. એ બત્રીશીઓ એટલે આચાર્ય હરિભદ્રના યોગ વિષયક ગ્રંથોનું નવનીત. એમણે એ બત્રીશીઓનું સંકલન એવી રીતે કર્યું છે કે જેમાં હરિભદ્ર દ્વારા પ્રતિપાદિત યોગ વિષયક સમગ્ર વસ્તુઓ આવી જાય અને વધારામાં એમને પિતાને કહેવું હોય તે પણ નિરૂપાય. ઉપાધ્યાયજીએ પિતાની પજ્ઞ વૃત્તિમાં અનેક સ્થળે કેટલાક મુદ્દાઓનું વિશેષ સ્પષ્ટીકરણ કર્યું છે, જેનું એવું સ્પષ્ટીકરણ હરિભદ્રની કૃતિઓની વ્યાખ્યામાં ઓછું દેખાય છે. ઉપાધ્યાયજીની કૃતિઓનું અવગાહન કરનારને બે લાભ છે : એક તે તે તેમના વિચારના સીધા પરિચયમાં આવી શકે, અને બીજે લાભ એ કે તે ઉપાધ્યાયજીના ગ્રંથ દ્વારા જ હરિભદ્રની વિચારસરણીને પૂરી રીતે સ્પર્શી શકે.
ઉપસંહાર
ભારતવર્ષમાં દર્શન અને ગધર્મનાં બીજો તે બહુ પહેલેથી જ વવાયાં છે; એને ફાલ પણ કમેક્રમે પુષ્કળ વધતો જ રહ્યો છે. પિતાના સમય સુધીના એ ફાલને પ્રાચીન ગુજરાતના એક સમર્થ બ્રાહ્મણ-શ્રમણ આચાર્યો જે રીતે લણ્યો અને એ પરંપરાઓમાં, પિતાની અનોખી રીતે, જે ઉમેરે કર્યો, તેના પ્રત્યે વિશિષ્ટ જિજ્ઞાસુએનું ધ્યાન, આ અલ્પપ્રયાસથી પણ, દેરાયા વિના નહિ રહે એવી મારી શ્રદ્ધા છે.