________________
ધોગપરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા–ર સૂચવેલ કેગનાં આઠ અંગોને ઘટાવ્યાં છે, પણ તેને અર્થ વિસ્તારીને. આ ઉપરાંત પણ “ચોગદષ્ટિસમુચ્ચયમાં અનેક જ્ઞાતવ્ય અને અન્યત્ર સુલભ નહિ એવી બાબતોને હરિભકે નિર્દેશ કર્યો છે; પણ મારું અવકન તે તે વિષયના જિજ્ઞાસુઓની દષ્ટિને ઉન્મેષ કરવા પૂરતું હાઈ એની વિશેષ ચર્ચાને અત્રે સ્થાન નથી.
ગબિંદુ'નું પરિમાણ જેમ મોટું છે તેમ એમાં નિરૂપાયેલા વિષયો પણ ઘણું છે અને તે તત્ત્વજ્ઞાન તેમજ યોગસાધનાની દૃષ્ટિએ બહુ અગત્યના પણ છે; છતાં આ સ્થળે તે એમાંથી ખાસ ખાસ વિષયને લગતી કેટલીક એવી ચર્ચા કરવા ધારી છે કે જે વિશેષ જિજ્ઞાસુને “બિંદુ નું આકલન કરવા પ્રેરે –
(1) દાર્શનિક પરંપરાઓમાં જગતના સ્રષ્ટસંહર્તા તરીકે ઈશ્વરની ચર્ચા છે. કોઈ એવા ઈશ્વરને કર્મનિરપેક્ષ કર્તા માને છે, તે કોઈ કર્મ-સાપેક્ષ.૩૪ વળી બીજા કોઈ એવા સ્વતંત્ર વ્યક્તિરૂપે ઈશ્વરને માનતા જ નથી.૩૫ આમ એ ભિન્નભિન્ન પ્રવાદ છે, પણ તે બધા જ પ્રવાદે વિશ્વસર્જનને ઉદેશી પ્રવૃત્ત થયા છે. જ્યારે બેગ પરંપરામાં ઈશ્વરનો વિચાર ઉપસ્થિત થાય છે, ત્યારે એ સૃષ્ટિના કર્તા-ધર્તા તરીકે નહિ, પણ સાધનામાં અનુગ્રાહક તરીકે. કેટલાક સાધકો એવી અનન્ય ભક્તિથી સાધના કરવા પ્રેરાય છે કે સ્વતંત્ર ઈશ્વર સંપૂર્ણપણે અનુગ્રહકર્તા છે; એનો અનુગ્રહ ન હોય તે કાંઈ કરવાનું મારું ગજુ છે જ નહિ. આ મુદ્દાને લઈને હરિભદ્ર એ વિષે પિતાનું દૃષ્ટિબિંદુ રજુ કરે છે. તે કહે છે કે મહેશને અનુગ્રહ માનીએ તેય સાધક પાત્રમાં અનુગ્રહ પામવાની યેગ્યતા માનવી જ પડે; એવી યોગ્યતા વિના મહેશનો અનુગ્રહ પણ ફળવાહી બની શકે. નહિ. તેથી ફલિત એમ થાય છે કે સાધકની યોગ્યતા એ મુખ્ય વસ્તુ છે. એ હોય તે જ અનુગ્રહ વિશે વિચાર કરી શકાય. જ્યારે સાધક પિતાની સહજ યોગ્યતાના વિકાસક્રમે અમુક ભૂમિકા સુધી પહોંચે, ત્યારે જ તે ઈશ્વરના અનુગ્રહને અધિકારી બની શકે.