________________
૯૪
સમદશી આચાર્ય હરિભદ્ર એમ પણ સૂચવે છે કે બધા જ જીવો કે સો આવા સંકલ્પના અધિકારી નથી હોતા; કોઈ એનાથી મેળા કે કાંઈક ઊતરતા પણ સંકલ્પ કરે અને તે પ્રમાણે સિદ્ધિ મેળવે.૪૫ હરિભદ્રના કથનનું મુખ્ય હાર્દ તે એ છે કે સંકલ્પ એ એક અક્ષોભ્ય પ્રેરક બળ છે. તે જેટલો મહાન તેટલે જ માણસ મહાન બને. પણ તેઓ, જાણે માનસિક વિકાસના તારતમ્યને માપતા ન હોય તેમ, એ પણ સૂચવે છે કે જુદા જુદા સાધકનું સંકલ્પબળ ઓછું વધતું પણ હોય છે.૪૬ આ નિરૂપણ કરતાં તેમણે જૈન પરંપરામાં પ્રવર્તમાન તીર્થકર,૪૭, ગણધર૪૮ અને મુંડકેવળ૪૯ આદિ યોગીઓની ચડતી-ઊતરતી કક્ષાનો ખુલાસો પણ કર્યો છે.
(૫) હરિભકે ધર્મની બાબતમાં પારમાર્થિકતા અને વ્યાવહારિકતાનું અંતર સમજવાની સૌને સદા કામ આપે એવી એક કસોટી મૂકી છે. તેઓ કહે છે કે જે ધર્મ લોકોના આરાધન કે અનુરંજન ખાતર આચરવામાં આવે તે જ લેકપંક્તિ યા લેકસંજ્ઞા.૫૦ એ ખરો ધર્મ નથી. પણ એકમાત્ર ધર્મની દૃષ્ટિ રાખીને જ લોકાનુસરણ કરવામાં આવે, તે તે ધર્મની યથાર્થતામાં હાનિકારક નથી."
(૬) આત્મા આદિ અતીન્દ્રિય તો અને તેનાં વિવિધ સ્વરૂપોની બાબતમાં અનેક વાદીઓ તાર્કિક ચર્ચા–પ્રતિચર્ચા કરતા આવ્યા છે અને સત્યને નામે પરસ્પર કલેશને પિષતા રહ્યા છે. આ જોઈ હરિભદ્ર નિર્ભય વાણીમાં કહ્યું છે કે એવી અતીન્દ્રિય વસ્તુઓ યોગમાર્ગ વિના ગમ્ય નથી. વાદગ્રંથ કદી સહાયક ન જ બની શકે. પિતાના આ વિચારનું સમર્થન તેમણે કોઈ અજ્ઞાત યોગીનું વચન ટાંકી કર્યું છે. એ વચનનો ભાવ એ છે કે ખરા અર્થમાં નિશ્ચય ન થયો હોય અને માત્ર પરંપરાની માન્યતા ઉપર સ્થિર થયા હોય એવા વાદે કે પ્રતિવાદો કરનારા ગ્રંથમાત્રજીવી કદી તાત્વિક સ્વરૂપ પામી શકતા નથી, અને ઘાણીનો બળદ જેમ ફર્યા કરે છે તેમ તેઓ