________________
સમદર્શી આચાર્ય હરિભદ્ર તે સિવાય ઈશ્વરને અનુગ્રહ માનવા જતાં કાં તે બધાયને અનુગ્રહપાત્ર માનવા પડે અને કાં તો કોઈને નહિ. આ રીતે સાધકની યોગ્યતાનું તત્ત્વ સ્વીકાર્યા પછી પ્રશ્ન એ થાય છે કે અનુગ્રહકારી ઈશ્વર એ કોઈ અનાદિમુક્ત સ્વતંત્ર વ્યક્તિ છે કે સ્વપ્રયત્નને બળે પરિપૂર્ણ શુદ્ધ થયેલ કોઈ વ્યક્તિ છે? હરિભદ્ર કહે છે કે અનાદિમુકત એવા ઈશ્વરની સિદ્ધિ તર્કથી શક્ય નથી;૩૭ છતાં પ્રયત્નસિદ્ધ એવા શુદ્ધ આત્માને પરમાત્મા તરીકે સ્વીકારવામાં કોઈ આધ્યાત્મિકને વાંધો પણ નથી. તેથી એવા પ્રયત્નસિદ્ધ વીતરાગની અનન્યભકિત દ્વારા જે ગુણવિકાસ સંભવે તેને ઈશ્વરના અનુગ્રહ તરીકે લેખવામાં કશો વિરોધ નથી.૩૮ આ રીતે હરિભદ્ર અનુગ્રાહક તરીકે સ્વતંત્ર ઈશ્વરનો સ્વીકાર ન કર્યા છતાં સાધકની યોગ્યતા અને વીતરાગના આદર્શનું અનુગમન એ બન્નેના સંવાદને સાધનામાં ફલાવડ દર્શાવ્યો છે. એ દર્શાવતાં તેમણે કહ્યું છે કે તેવો વીતરાગ ગમે તે હોય, એને કોઈ દેશ, જાતિ, પંથ કે નામ સાથે સંબંધ નથી. આ ચર્ચા દ્વારા હરિભદ્ર સાધનામાં ભક્તિતત્વની ઉપયોગિતા, સાધકની પોતાની પાત્રતા અને આદર્શને અનુસરણની અનિવાર્યતા, એ બધાં તત્ત્વોને મધ્યસ્થભાવે મેળ બેસાડ્યો છે.
(૨) વિશ્વસર્જનના કારણ તરીકે શું માનવું, એ બાબતમાં અનેક પ્રવાદ પુરાતનકાળથી પ્રવર્તે છે. કાળ, સ્વભાવ, નિયતિ, યદુછા, ભૂત અને પુરુષ આદિ તોમાંથી કોઈ એકને તે કોઈ બીજાને કારણ તરીકે માનતા. આ પ્રવાદો “વેતાશ્વતર ઉપનિષદ(૧૨)માં તો નિર્દિષ્ટ છે જ, પણ “મહાભારત ૩૯ આદિ અનેક ગ્રંથોમાં તેનો નિર્દેશ છે. સિદ્ધસેન દિવાકરે એ પ્રવાનો સમન્વય કરી બધાને સામગ્રીરૂપે કારણ-કાટિમાં ગણ્યા છે.૪° પણ એ ચર્ચાઓ સૃષ્ટિના કાર્યને લક્ષી થયેલી છે; હરિભદ્ર એ ચર્ચા યોગનિંદમાં કરી છે તે તે સાધનાની દષ્ટિએ. હરિભદ્ર અંતે સામગ્રીકારણવાદ સ્વીકારીને કહ્યું છે કે એ બધા જ વાદો એકાતિક છે; પણ સાધનાની