________________
સમદર્શ આચાર્ય હરિભદ્ર સિદ્ધાત્મા, તથાગત આદિ બધાં જ નામોને એક નિવણતત્વનાં બેધક કહી તે તે નામે નિર્વાણુતત્વને ઓળખનાર અને અનુભવનારની ભક્તિ બાબતમાં વિવાદ કરવાની ના પાડે છે. હરિભદ્રનું આ પ્રકરણ જાણે દાર્શનિકના મિથ્યા-અભિનિવેશના પાપનું પ્રક્ષાલન ન કરતું હોય, તેમ લાગ્યા વિના રહેતું નથી.
(૫) ગીતામાં “વૃદ્ધિજ્ઞનામો'૩૧ એ પદ આવે છે. હરિભદ્ર એ પદને લઈ બુદ્ધિ કરતાં જ્ઞાનની કક્ષા કેવી ચડિયાતી અને જ્ઞાન કરતાં અસંમોહની કક્ષા કેવી ચડિયાતી છે એ રત્નની ઉપમા દ્વારા દર્શાવ્યું છે, અને છેવટે કહ્યું છે કે સદનુષ્ઠાનમાં પરિણમતું જે આગમજ્ઞાન તે જ અસંમેહ.૩૨
(૬) ન્યાય અને તર્કશાસ્ત્ર એ એક સૂક્ષ્મ વિદ્યા છે, દાર્શનિક જ્ઞાન માટે તે આવશ્યક પણ છે; પરંતુ ઘણીવાર તક સમત્વ ન રહેવાથી કુતર્ક બની જાય છે. એવા કુતર્કનું સ્વરૂપ સમજાવવા હરિભદ્ર એક બટુક વિદ્યાર્થીના વિકલ્પનો નિર્દેશ કર્યો છે. કોઈ મહાવતે સામે ચાલ્યા આવતા નવશિખાઉ તાર્કિક બટુકને સંબોધી કહ્યું કે હાથી મારી નાખશે, તો બાજુએ થઈ જા. પેલો બટુક વિક૯૫૫ટુ અને તર્ક રસિક હતા. તેણે મહાવતને કહ્યું: હસ્તી પિતાને પ્રાપ્ત થયેલને મારે કે પ્રાપ્ત ન થયો હોય તેને પણ? પહેલા પક્ષમાં તે એણે તને જ મારવો રહ્યો, કેમ કે તું એને પ્રાપ્ત છે, અને બીજા પક્ષમાં તે મારી પેઠે અનેક અપ્રાપ્ત છે, તે મને જ કેમ મારે ૩૩ હરિભદ્ર આ વિનોદી લાગતા ઉદાહરણ દ્વારા તત્ત્વચર્ચામાં યોજાતી મિથ્યા કલ્પનાજાળનો નિર્દેશ કરી અધ્યાત્મ-સાધકને તેથી બચવાની ચેતવણી આપે છે.
કુતક અને અભિનિવેશથી નિવૃત્ત થયા સિવાય યોગની પાકી ભૂમિકારૂપ પંચમ દૃષ્ટિમાં પ્રવેશ શક્ય જ નથી. પછી તે હરિભદ્ર ક્રમે ક્રમે એક એક ચડતી દૃષ્ટિનું નિરૂપણ કર્યું છે અને તેમાં ઉપર