________________
નીલાંજના શાહ
SAMBODHI તે તેમણે આપેલી આ ભૂમિકા પરથી એ સ્પષ્ટ થાય છે કે તેમનો ઉદ્દેશ, વર્ણોની જોડણી વિશે ઊંડાણથી અભ્યાસ કરી, તેને વિશેનાં સૂચનો આપવાનો છે. એ જોતાં આ “વર્ણદશના' ટીકા (વર્ગો વિશેનાં નિર્દેશો-સૂચનો) તેનું નામ સાર્થક કરે છે.
. આ વર્ણદશના ટીકાના, અમરકોશના અમુક અમુક શબ્દો વિશેના મત સર્વાનંદની “અ.કો.” પરની ટીકાસર્વસ્વ” (ઈ.સ. ૧૧૫૯) માં, “અ.કો.” પરની રાયમુકુટની “પદચંદ્રિકા' (ઈ.સ. ૧૪૩૧, માત્ર પ્રથમ કાંડ જ પ્રકાશિત સ્વરૂપે મળ્યો છે) ટીકામાં અને ઉજ્વલદત્તની “ઉણાદિસૂત્રવૃત્તિ' (ઈ.સ. ની પંદરમી સદી) માં મળે છે. તે મતોને અહીં દર્શાવી, તેમને, “અ.કો.” પરની બીજી ટીકાઓ જેવી કે ક્ષીરસ્વામીની “અમરકોશોદ્દઘાટન’ ટીકા (ઈ.સ. ની અગિયારમી સદી) લિંગસૂરિની અમરપદવિવૃત્તિ' (ઈ.સ.ની બારમી સદી), મલ્લિનાથની ‘અમરપદપારિજાત' (ઈ.સ.ની ચૌદમી સદી) અપ્પયાર્યનું “અમરપદવિવરણ' (ઈ.સ.ની ચૌદમી સદી), ભટ્ટજી દીક્ષિતની સિદ્ધાંતકૌમુદી (ઈ.સ.ની સત્તરમી સદી) તેમજ ભાનુજીદીક્ષિતની વ્યાખ્યાસુધા' (ઈ.સ.ની સત્તરમી સદી) ટીકા વગેરેમાં મળતા તે તે શબ્દો વિશેના પ્રસ્તુત મત સાથે સરખાવ્યા છે. આ મતોમાં, અ.કો. ના શબ્દોના મૂળ ધાતુઓ અંગે સાયણની “માધવીયા ધાતુવૃત્તિ માં મળતો નિર્દેશ પણ પ્રસ્તુત હોય તો તે આપ્યો છે.
ઉપર્યુક્ત ત્રણે ટીકાઓમાં પુરુષોત્તમની વણદેશનાની એક વિશેષતા ખાસ જણાય છે. તેઓ અ.કો.ના શબ્દોની જોડણી બાબતે સૂચન કરીને સંતોષ માનતા નથી. વ્યાકરણના આ પ્રખર વિદ્વાન સ્વાભાવિકપણે તે શબ્દોના વ્યુત્પતિવિષયક પાસા વિશે પણ સૂચન કરવાનું ચૂકતા નથી. બીજી નોંધપાત્ર વિશેષતા એ છે કે તેઓ અમુક શબ્દોના જે સમાનાર્થી શબ્દો આપે છે તે ખાસ નોંધપાત્ર છે.
આ વર્ણદેશના ટીકા, વર્ણનિર્દેશના નામની ટીકા, જેનો ઉલ્લેખ મલ્લિનાથની અમરપદ પારિજાત ટીકામાં ત્રણ વાર (વો.૧, પૃ. ૫૧, ૫૬૮, ૫૭૫) થયો છે, તેનાથી સાવ જુદી છે એ સ્પષ્ટતા કરવી ઘટે. મલ્લિનાથે પોતાની અમરપદપારિજાત ટીકા (વો. ૧, પૃ. ૫૧) માં વર્ણનિર્દેશના ટીકાના કર્તા તરીકે અમરવાર્તિકકારનું નામ આપ્યું છે. અને ટીકાની પ્રસ્તાવનામાં પૂર્વસૂરિઓના ગ્રંથોના સંદર્ભમાં પણ અમરવાર્તિકનું નામ આપ્યું છે. આ વર્ણનિર્દેશના ટીકાનો મલ્લિનાથ સિવાય બીજા કોઈએ ઉલ્લેખ કર્યાનું જાણમાં નથી. અમરવાર્તિકકારની આ ટીકામાં મળતા પ્રસ્તુત મત આ લેખમાં નોંધ્યા છે.
પુરુષોત્તમની આ વદિશના ટીકાનો ઉલ્લેખ સર્વાનંદ ‘ટીકાસર્વસ્વ'માં મોટેભાગે વદિશના તરીકે કર્યો છે અને બે ઠેકાણે તેના કર્તા વર્ણદેશનાકૃતના નામે મત આપ્યા છે, જ્યારે ઉજ્વલદત્તે ઉણાદિસૂત્રવૃત્તિમાં અમુક શબ્દોના સંદર્ભમાં વર્ણદેશના તરીકે અને અમુક શબ્દોના સંદર્ભમાં દેશના તરીકે આ ટીકાનો ઉલ્લેખ કર્યો છે.
બીજું એ પણ નોંધવું જરૂરી છે કે ઉજ્વલે ‘ઉણાદિસૂત્રવૃત્તિના પ્રારંભિક શ્લોકોમાં ધાતુપ્રદીપ’ પરની જે વદિશના ટીકાનો નિર્દેશ કર્યો છે. તે ટીકા પુરુષોત્તમની આ વર્ણદેશના ટીકા કરતાં સાવ જુદી જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org